________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા મનાતા હેવાનું અનુમાન કરી શકાય. મિશ્રિત પ્રાણીઓ પણ ધાર્મિક સ્વરૂપનાં છે. માણસની મેકળાવાળો એક વૃક્ષ દેવતા સાથે સંકળાયેલો જણાય છે. પશુ સ્વરૂપવાળા આવા બધા દેવો સૂર્યદેવનાં જ વિવિધ સ્વરૂપે હોવાનું મનાય છે. નાગદેવને આકાર મેંહે-જો-દડોની બે મુદ્દાઓ પર અંકિત થયેલ છે. આ ઉપરાંત કેટલાંક રૂપાંકનમાં સ્વસ્તિકની આકૃતિ પણ દેખા દે છે જે તત્કાલીન ધમ સાથે સંકળાયેલી હોવાનું જણાય છે. આમ હડપ્પીય સભ્યતામાંથી પ્રાપ્ત મુદ્રાઓ ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને ઈ.સ. પૂ. ૨૫૦૦ જેટલી તો લઈ જાય છે.
પ્રાપ્ત સિક્કાઓ ઉપર અંકિત થયેલા વિશિષ્ટ ચિહ્નો પણ ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને છતી કરે છે. દા. ત. શરસેનના સિક્કાઓ પર લક્ષ્મીની આકૃતિ અંકિત થયેલી છે. કેસલ, અવંતિ, વત્સ, વગેરે જનપદ રાજાના સિક્કાઓ. પરનું નંદિનું ચિહ્ન, કે પંચાલ જનપદના સિક્કાઓ પરનું શિવલિંગનું ચિહ્ન. તેમજ ઔદુમ્બર અને યૌધેય ગણરાજ્યના સિક્કાઓ પર અનુક્રમે મહાદેવ અને કાર્તિકેયની આકૃતિઓ ભારતમાં મૂર્તિપૂજા ઈસ્વીસનનાં પૂર્વ શતકોમાં પ્રચલિત હેવાનું પુરવાર કરે છે. શક–પલવ અને કુષાણ રાજાઓના સિકકાઓ પર શિવની જે આકૃતિઓ આલેખાઈ છે તે ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને ઈશુની પહેલી બીજી સદીમાં વ્યાપકપણે પ્રચલિત હોવાનું દર્શાવે છે. કુષાણ રાજાઓના સિક્કાઓ પર ગ્રીક, ઈરાની, બૌદ્ધ અને હિંદુ દેવદેવીઓની આકૃતિઓ અંકિત થઈ છે તે પરથી જુદા જુદા દેવના ગણોને તથા તેઓના મૂતિ–સ્વરૂપને વિકાસ પણ જોવા મળે છે. દા. ત. અગાઉ ભગવાન બુદ્ધ બોધિસત્વે કે સ્તુપ જેવા પ્રતીક દ્વારા રજૂ થતા જ્યારે કનિષ્કના સિક્કાઓ પર પહેલવહેલા માનવ સ્વરૂપે આલેખાયેલ છે. એવી રીતે શિવનું ચતુભુજ માનવસ્વરૂપ પણ સૌ પ્રથમ આ સિક્કાઓમાં જોવા મળે છે. વળી શિવના પરિવારનાં ઉમા, વિશાખ, સ્કંદ, કુમાર અને મહાસેનની આકૃતિઓ પણ આ સિક્કાઓ પર અંકિત થઈ છે. | ગુપ્ત સમ્રાટોના સિકકાઓના પૃષ્ઠ ભાગ પર દુગ, ગંગા અને લક્ષ્મીની આકૃતિઓ અંકિત થઈ છે. એમાં લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. ગુપ્ત સિક્કાઓ પરનું ગરુડ ધ્વજનું ચિહ્ન ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને પુરવાર કરે છે. કલયુરી, પરમાર, ચંદેલ્લ અને ગહડવાલ વંશના સિક્કાઓ પર પણ લક્ષ્મીની આકૃતિઓ અંકિત થયેલ છે. પૂર્વ ચાલુક્યોના સિક્કાઓ પર વરાહની આકૃતિ છે. વિજયનગર રાજ્યના પ્રાપ્ત થયેલા સિક્કાઓ પર હનુમાન, ગરુડ, ઉમા-મહેશ્વર, લક્ષ્મી-નારાયણ, લક્ષ્મી નરસિંહ, નંદિ વગેરે આકૃતિઓ જોવામાં આવે છે.