Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 16
________________ મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા જ રીતે મુખ્ય દરવાજાઓ જેવા કે, બ્રહ્મા, અન્ન, યામ્ય, સેનાપત્ય બનાવવામાં આવશે અને ૧૦૦ ધનુષના અંતરે પૂજાસ્થાનકે, ધર્મશાળાઓ અને મકાને બંધાશે. દરેક દિશામાં તેને યોગ્ય દિપાલે મૂકવામાં આવશે. મહાભારતમાં મૂર્તિઓના વિપુલ ઉલ્લેખ મળી આવે છે, કેટલાંક પ્રકરણે પવિત્ર સ્થાનકોની યાત્રાઓની માત્ર વિગત આપે છે. એમાં ભીમા, ત્રિશૂલપાણિ, કામાખ્યા, વામન, આદિત્ય, સરસ્વતી, ધૂમાવતી, ભદ્રકણેશ્વર, કાલિકા, ચંદ્ર વગેરેની મૂર્તિઓના ઉલ્લેખ છે. મહાભારતને ભીમની લે ખંડની પ્રતિમા બનાવ્યાને પ્રસંગ એકદમ જાણીતો છે. એજ રીતે ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવીને મૂક ભક્ત એકલવ્યે એની અનન્યભાવે પૂજા-ઉપાસના કરી, એ દ્વારા ધનુર્વિદ્યા પ્રાપ્ત કર્યાને મહાભારતને પ્રસંગે ગુરુ-ભક્તિ માટે ગૌરવરૂપ ગણાય છે. એજ રીતે રામાયણમાં મૂર્તિપૂજાના અનેક ઉલ્લેખ મળી આવે છે. પુરાવશેષીય પ્રમાણે ઉપર્યુક્ત પાણિનિના સૂત્રો, બ્રાહ્મણગ્રંથે, વગેરેમાં દેવની મૂર્તિઓના સ્પષ્ટ ઉલ્લેખો છે તેથી એમ કહી શકાય કે આ ગ્રંથની પહેલાં પણ મૂર્તિઓને વિકાસ થયો હતો. આ મતને સમર્થન આપતાં અનેક પુરાતત્વીય પ્રમાણે પ્રાપ્ત થયાં છે. ' હરપ્પીય સભ્યાતામાંથી પ્રાપ્ત થયેલ મુદ્રાઓ ભારતની મૂર્તિપૂજાની પ્રાચીનતાને છેક ઈ.સ. પૂર્વે ૨૫૦૦ સુધી અર્થાત આવ–એતિહાસિક કાલ સુધી લઈ જાય છે. મુદ્રાઓ પરનાં રેખાંકનો બીબામાં બતાવીને ઉપસાવેલાં છે, જ્યારે મુદ્રાંકે પરના આકારે ઊંડા કતરેલા જોવા મળે છે. મુદ્રાઓમાં પશુપતિ સ્વરૂપની આશિવ તરીકે ઓળખાતી ત્રણ મુદ્રાઓ. વિશિષ્ટ છે. આ મુદ્રાઓ પરનાં ત્રણ રેખાંકનમાં દેવતાના જે આકાર આલેખવામાં આવ્યા છે તે અનુકાલીન મહાદેવના સ્વરૂપ સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ પ્રકારની મુદ્રાઓમાં જે ત્રણ રેખાંકને જોવા મળે છે તેમાંના એક દક્ષિણભિમુખ, એક સંમુખ અને એક વામાભિમુખ એમ કુલ ત્રણ મુખ આલેખ્યાં છે, જ્યારે ત્રીજા રેખાંકનમાં માત્ર એક દક્ષિણાલિમુખ બતાવ્યું છે. એકમાં એ દેવ ભૂમિ પર બેઠેલા છે. જયારે બીજા બેમાં એ બાજઠ પર બેઠેલા છે, જેમાંનાં એકના પાયા વૃષભાકારે ઘડવામાં આવ્યા છે. ત્રણેયમાં એ દેવ યેગાસનમાં બેઠેલા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90