Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 15
________________ ૮ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે કરવું નહીં. ઉપરાંત તેમાં જણાવેલ છે કે, જે કઈ શરીર ઉપર શાલિગ્રામની પ્રસાદીનું ચંદન કે કુમકુમ લગાડે છે તે મેક્ષ મેળવે છે. આપસ્તમ્બ ધર્મસૂત્રમાં પણ મૂર્તિ પૂજાને લગતા લગભગ આવા જ ઉલ્લેખ મળે છે. એમાં જણાવેલ છે કે, દેના સંમુખ કઈ પણ પ્રકારનું ગંદુ કાર્ય કરવું નહીં તેમજ અગ્નિ, બ્રાહ્મણ, દેવ, વગેરેની તરફ પિતાના પગ લંબાવીને બેસવું નહીં. આ બધા ઉલેખે પરથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે આ સમયે મૂર્તિપૂજા થતી હતી. - પ્રાચીન વ્યાકરણાચાર્યોમાં સૂત્રકાર પાણિનિ તથા મહાભાષ્યકાર પતંજલિના નામો વિશેષ જાણીતા છે. પાણિનિના અષ્ટાધ્યાયીમાં પ્રતિમા–પૂજાના ઘણે ઉલ્લેખ મળે છે. પતંજલિને સમય ઈ. સ. પૂર્વે ૫ મા શતક પહેલાનો (લગભગ ઈ. સ. પૂર્વે ૮૦૦)નો મનાય છે. પાણિનિ અષ્ટાધ્યાયીમાં નીચેનાં સૂત્રોમાં પ્રતિમાપૂજાને સંકેત છે. (૧) નવિ પિ –વંયમ રૂ. ૨૬ (૨) મત્તિ: રતુ. રૂ. ૧૬ (૩) વાસુદેવાણુનાખ્યાં ગુર્જ તુ. રૂ. ૧૮ (૪) મહRIષા હેન્. તૃતી. ૪, ૨૨ (૫) રે પ્રતિકૃતૌ– ઉત્તમ રૂ. ૧૬ પાણિનિસૂત્રોના મહાન ટીકાકાર પતંજલિ એક સૂત્રની રચના કરતાં નેધે છે કે વાસુદેવ, શિવ, સ્કન્દ, વિષણુ અને આદિત્ય વગેરે શબ્દો દેવની મૂર્તિઓ માટે વપરાયા છે. એના બીજા સૂત્રમાં કાશ્યપની મૂતિઓના ઉલ્લેખ છે. ઉપરાંત હાથમાં લેહના ભાલા રાખીને શિવ ભગવાનના અનુયાયીઓ મૃદંગ, શંખ, વગાડતા વગેરે માહિતી આમાંથી પ્રાપ્ત થાય છે. આ પરથી પ્રતીત થાય છે કે, હિંદુ ત્રિમૂર્તિના મુખ્ય દેવો અત્યારની જેમ તે તે સમયે પણ પ્રચલિત હતા. પાણિનિના સૂત્ર ૪–૧, ૫-૪ની સમજૂતિ આપતાં પતંજલિ મૂતિઓનાં મુખ, નાક વગેરેને લગતા ઉલ્લેખે આપે છે. પ્રાચીન ભારતમાં મૂર્તિઓની પૂજા સામાન્ય રીતે થતી હતી તેમ અર્થશાસ્ત્રના ઉોમાંથી જાણી શકાય છે. અર્થશાસ્ત્રમાં મુખ્ય દેવેની નેંધ આવે છે. એમાંથી જાણવા મળે છે કે “શહેરની મધ્યમાં” અપરાજિત, અપ્રતિહત, જયંત, વૈજયંત, શિવ, શ્રવણ, અશિવન (દિવ્ય ઉદ્યો) વગેરે દેવોનું નિવાસ સ્થાન હશે, તેમજ જમીનના કણમાં વાસ્તુદેવતા યંગ્ય રીતે મૂકેલા હશે. તેવી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90