________________
» ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે છે. તેમાં બંને પગની પાની એકબીજાને અડોઅડ લાવીને એના ચાપાં નીચાં રાખ્યાં છે. બંને હાથ ઢીંચણ ઉપર ટેકવેલા છે. આખા હાથમાં કડાં અને કલ્લીઓ પહેરેલી છે. એક રેખાંકનમાં દેવના કંઠમાં હારાવલી પહેરાવેલી છે. કટિમેખલા પણ છે અને નીચેના ભાગમાં ઊર્ધ્વશિરન આલેખાયેલું છે. માથા પરના વેષ્ટનમાં વચ્ચે મંજરીનું છેગું ખેસેલું છે. એની બંને બાજુએ બે શીંગડાં છે. એક મુખવાળા આકારમાં પાછળ લટોને લાંબે જૂટ લટકે છે. બે રેખાંકનમાં દેવને એકલા આલેખ્યા છે, પરંતુ ત્રીજા રેખાંકનમાં એમની આસપાસ પશુઓનો પરિવાર છે. ઉપરનાં ત્રણેય રેખાંકનોનાં લક્ષણે ઉત્તરકાલીન શિવસ્વરૂપ જેવાં જણાય છે.
સ્ત્રી દેહના આકારની માટીમાંથી બનાવેલ ભારે શિરષ્ટનવાળી પૂતળીઓ માતૃદેવીની હોય એમ મનાય છે. મેહે-જો-દડોની એક મુદ્રા પરના રેખાંકનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. એમાં એના માથા પર બે શિંગડાં છે. આ આકૃતિ કેઇ મુખ્ય દેવીની હોય તેમ લાગે છે. હડપ્પાની એક મુદ્દા પરના રેખાંકનમાં એની નિમાંથી વૃક્ષને અંકુર ફૂટતો બતાવ્યો છે. એ પરથી પણ આ દેરીના વનસ્પતિ સાથેના સંબંધની પ્રતીતિ થાય છે.
હડપ્પા સભ્યતામાં મનુષ્યાકાર દેવની ઉપાસનાની સાથે સાથે પશુ, પક્ષી કે નરપશુ અને નરપક્ષીનાં મિશ્ચિત સ્વરૂપની ઉપાસના પ્રચલિત હોય તેમ જણાય છે. મોહેં–જો–દડોની એક મુદ્દા પરના રેખાંકનમાંથી વૃષભના પગ, પુછ અને શિંગડા ધરાવતી મનુષ્પાકાર વ્યક્તિ સ્પષ્ટતઃ દેવ સ્વરૂપની દ્યોતક છે. બીજી એક મુદ્રામાં આ દેવને શિંગડાવાળા વાઘ સાથે લઠતે દર્શાવ્યો છે. બીજી ત્રણ મુદ્રાઓ પરના રેખાંકનમાં આવો કોઈ વીરપુરૂષ બે હાથે વાઘ પર પિતાનું જોર અજમાવી રહ્યો છે. આવાં આલેખને પાછળ ધામિક હેતુ જ રહેલે જણાય છે.
મુદ્રાઓ અને તાવીજે પરનાં રેખાંકનમાં ખાસ કરીને પશુઆકૃતિઓ. આપવામાં આવી છે. આમાં એકથંગી વૃષભની છાપ સૌથી વધુ જોવામાં આવે છે. તેના મોં નીચે હંમેશા ધૂપદાની જેવું પાત્ર મૂકેલું હોય છે. આ એકશૃંગી વૃષભ કંઈ મુખ્ય દેવનું સ્વરૂપ હોય તેમ જણાય છે. આ ઉપરાંત મુદ્દાઓની રેખાંકમાં આપેલાં પશુઓ-ખાંધ વગરને સાંઢ, ખાંધવાળા સાંઢ, હાથી, વાલ, ગેંડા, પાડે, બકરો, હરણ વગેરે પશુઓ પણ દેવી સ્વરૂપનાં