Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 19
________________ ર ભારતમાં મૂર્તિપૂજાની વિભાવાના અને મૂર્તિવિધાનનાં લક્ષણા ઉપલબ્ધ મૂતિ એ ભારતીય મૂર્તિ પૂજાને હરપ્પીય સભ્યતા જેટલી પ્રાચીન પુરવાર કરે છે. અહીંથી પ્રાપ્ત થયેલી માટીની પકવેલી મૂતિ એ પૂતળીએ પૈકીની કેટલીક દેવીના સ્વરૂપની તેમજ કેટલીક માનતા માટેની છે. દેવી સ્વરૂપની સ્ત્રી પૂતળીઓમાં એના ભારે વેષ્ટનની ખતે બાજુએ લટકતા વીટાએમાં ધૂપદીપની નિશાનીઓ મળે છે. આ પરથી તેમની પૂજા થતી હોવાનું અનુમાન કરી શકાય. અહીથી પ્રાપ્ત થયેલી માતૃદેવી તરીકે એળખાતી મૂર્તિના મસ્તક પર વેષ્ટન ધારણ કરેલુ છે. આ પરંપરા અનુકાલમાં પણ ચાલુ રહી હેાવાના પુરાવા મથુરા અને તક્ષશિલામાંથી પ્રાપ્ત થયા છે. પુરુષમૃતિ એ મોટેભાગે નિવસ્ર પ્રાપ્ત થઈ છે અને તે સ્ત્રીમૂતિ કરતાં ખૂબજ જૂજ સંખ્યામાં મળી આવી છે. માટીમાંથી બનાવેલ વૃષભ, વાનર, સસલાં, બકરાં, ઘેટાં, દરિયાઈ ઘેાડા, હાથી, ભેંસ વગેરે પશુ મૂર્તિ એ પણ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ છે, જે એક યા બીજી રીતે ધમ કે કેાઈ દેવ દેવી સાથે સંકળાયેલી હોવાનું અનુમાન સહેજે થઈ શકે છે. એકશૃંગી પશુના મુખ સંમુખ ધૂપદ્માની જેવું પાત્ર મૂકેલું હેાય છે. આ પશુ ધાર્મિક મહિમા ધરાવતું હેાવાનું મનાય છે. માટી ઉપરાંત અહીં થી પ્રાપ્ત પાષાણ અને ધાતુની મૂર્તિ એ પણ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. હડપ્પામાંથી પ્રાપ્ત નગ્ન પુરુષોની એ પાષાણ આકૃતિએ અને મેહે”–જો–દડામાંથી પ્રાપ્ત સ્રીની એક કાંસ્યમૂતિ આ બાબતના દૃષ્ટાંતરૂપ છે. થયા વૈદિક સંહિતાઓમાં શિલ્પ” વિષયક અનેક ઉલ્લેખ મળે છે. પરંતુ હજુ સુધી વેદસહિતાઓના કાલ (આશરે ઈ. સ. ૧૫૦૦ થી ૧૦૦૦)ના કાઈ નમૂના ઉપલબ્ધ થયા નથી. તેજ રીતે અનુવૈદિકકાલના પણ્ કાઈ નમૂના પ્રાપ્ત નથી, પરતુ શૈથુનાગકાલ અને નંદકાલી મૂતિ સ્વરૂપના કેટલાક નમૂના પ્રાપ્ત થયા છે, જે ભારતીય મૂર્તિ પૂજાની પ્રાચીનતાને ઈં, સ. પૂ. ૪૦૦ સુધી લઈ જાય છે. આ કાલની માતૃદેવીની પૂજાના પ્રતીકરૂપે પ્રયેાજાતુ શ્રીચક્ર ખાસ નોંધપાત્ર છે. આવા શ્રીચક્ર ઉપર માતૃદેવીની મૂર્તિ આ કોતરેલી દેખાય છે. આ પ્રકારની તકતીએ મથુરા, કૌશામ્બી, રાજધાટ, તક્ષશિલા, વૈશાલી, સંકિસા, પટના વગેરે સ્થળાએથી પ્રાપ્ત થઈ છે. લેરિયા, નંદનગઢ અને પીપરાવાના સ્તૂપની ધાતુગલ' મજૂષામાંથી પ્રાપ્ત થયેલાં રૂપાંના પણ આ કાલની મૂતિ કલાના સુંદર નમૂના છે. મૌય કાલીન શિìા ભારતીય મૂર્તિ પૂજાની પ્રાચીનતાને ઈ. સ. પૂર્વે ૩૨૫ જેટલી પ્રાચીન પુરવાર કરી આપે છે. આ કાલની મૂર્તિકલાને ઉત્કૃષ્ટ આદશ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90