Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 11
________________ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે છે. મૂર્તિપૂજા ભારતનાં શિલ્પના વિકાસમાં ઉપયોગી છે. તેવી જ રીતે દેવની પૂજા માટેની પ્રતીકે પાસના” ભારતીય તત્વજ્ઞાન પ્રમાણે છે. જેમકે, હિન્દુઓએ સૂર્ય, પૃથ્વી, ગ્રહો, નદીઓ વગેરેને દેનાં પ્રતીક તરીકે સ્વીકાર્યા છે અને તેઓ તરફ પિતાને પૂજયભાવ દર્શાવેલ છે. આ ઉપરાંત તેઓએ પથ્થરે અને દેવના પ્રતીક તરીકે લિંગને પણ સ્વીકાર્યું છે. યજ્ઞ પણ એક પ્રકારનું પ્રતીક છે. બન્ને પ્રકારો એક સાથે ભારતમાં પ્રચારમાં રહ્યા, વેદના પ્રતીક તરીકે “ઓમ” પણ મૂર્તિપૂજાની સાથે સાથે પ્રચારમાં રહ્યું. પૂજા, અર્ચા અને અર્ચને અન્યાશ્રય સંબંધ છે. આ અર્ચા-દેવપૂજા વિભિન્ન યુગમાં ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરતી રહી. પૂજા-પરંપરાના વિકાસક્રમની દષ્ટિએ મુખ્યત્વે પાંચ સે પાન જોવા મળે છે: ૧. સ્તુતિ, ૨. આહુતિ, ૩, ઇયાન અથવા ચિંતન, ૪. યોગ અને પ. ઉપચાર, ઋગ્રેદમાં દેવપૂજા સ્તુતિપ્રધાન હતી. યજુર્વેદ વગેરે ઉત્તર વેદિક (બ્રાહ્મણ ગ્રંથે, સૂત્રગ્રંથ, વગેરે)માં દેવ–પૂજા આહુતિપ્રધાન (યજ્ઞ-યાગ અગ્નિહોત્ર ઈત્યાદિ) હતી. આજ પૂજા આરણ્યકે અને ઉપનિષદોમાં ચિંતન પ્રધાન (ધ્યાનપ્રધાન) બની ગઈ. આ ધ્યાન પરંપરામાંથી યોગ-પ્રધાન પૂજા પ્રચલિત થઈ જે મહદ્દઅંશે દર્શનયુગમાં ચિત્તવૃત્તિ-નિરોધ અને મોક્ષનું સામાન્ય સાધન મનાયું. કાલાંતરે પૌરાણિક પરંપરામાં આ પૂજા ઉપચારપ્રધાન બની. એમાં પણ વયક્તિક અને સામૂહિક એમ બે પ્રકારની ઉપચાર-પૂજા જોવા મળે છે. એમાં સામૂહિક પૂજાના વિકાસમાં આ દેશમાં તીર્થસ્થાનનું નિર્માણ તથા ગંગા-સ્નાન, કીર્તન, તીર્થયાત્રા, મંદિર-નિર્માણ વગેરેની ભાવના શરૂ થઈ. (આ) પ્રાચીનતા : ઉપલબ્ધ પુરાવાઓને આધારે કહી શકાય કે ભારતમાં મૂર્તિપૂજાનું અસ્તિત્વ વેદકાલથી પણ પ્રાચીન હતું. પ્રાક વેદિક હડપ્પીય સભ્યતા (ઈ. સ. પૂર્વે ૨૫૦૦ થી ઈ. સ. પૂર્વે ૧૫૦૦)માંથી મળી આવેલા આદ્ય પશુપતિ, માતૃ-દેવી તેમજ લિંગ પૂજાના પ્રતીક સમાન લિંગ વગેરેની પ્રતિમાઓ પરથી ભારતમાં વેદકાળ પહેલાં મૂર્તિપૂજા પ્રચલિત હેવાનું અનુમાન કરી શકાય. અન્ય પ્રમાણેને આધારે એની પ્રાચીનતા પણ સ્પષ્ટતઃ પ્રતીત થાય છે : (૧) સાહિત્યિક અને (૨) પુરાતત્વીય એમ બે પ્રકારનાં પ્રમાણોને આધારે ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતા વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરી શકાય છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90