________________
“કલિકાલ સર્વજ્ઞ”
શ્રીમાન્ હેમચંદ્રાચાર્યનું જીવન ચરિત્ર
જીવનચરિત્ર લખવા તરફની પ્રીતિ આપણા આર્યાવર્તમાં બહુ જ . ઓછી માલૂમ પડે છે. અને તેથી કરીને મહાન પુરૂષોના ચરિત્ર મેળવવા તે એક દુષ્કર કાર્ય થઈ પડે છે.
મહાન્ પુરૂષોના જીવનચરિત્ર પરથી જે કિમતી બોધ મળે છે તે કરોડો નોવેલો અથવા રસિક પુસ્તકો વાંચવાથી મળી શકતો નથી. તેવા જીવનચરિત્ર વાંચવાથી જો તે મહાન પુરૂષવર ભક્તિ જાગૃત થાય અને તેમના અલૌકિક ગુણોમાંથી એકાદ ગુણ પુરેપુરી રીતે પ્રાપ્ત કરવા આપણામાં દઢ અભિલાષા જાગૃત થાય તો આપણી જીંદગી ખરેખરી સાર્થક નીવડે. ચરિત્રો વાંચવાથી, અને ખરા વૃતાન્તો વાંચવાથી, તેઓના કૃત્યનો, જ્ઞાનનો, અને તેમના ઉમદા ગુણોનો આપણને કાંઈક ખ્યાલ આવે છે, અને આપણે આત્મ નિરીક્ષણ (self analysis) કરતાં શીખીએ છીએ. પોતામાં કયા દુર્ગુણો તથા સદ્ગુણો છે તે આપણે આ રીતે સહજ જોઈ શકીએ છીએ. માટે મહાન્ પુરૂષોના ચરિત્રો અનુકરણ કરવા લાયક દૃષ્ટાન્ત તેમજ આપણી સ્થિતિનું ભાન કરાવનાર માનસિક દર્પણ છે.
મહાન્ પુરૂષના પદને જે પુરૂષો યોગ્ય થઈ ગયા છે, તેમાંના એક આ ગ્રંથના કર્તા હતા. તેમને વિષે અનેક વિદ્વાનો-આર્યાવર્તના તેમજ પાશ્ચાત્ય-કાંઈ કાંઈ લખી ગયા છે. નીચેના ગ્રંથો પરથી પણ તે મહાન આચાર્યના ચરિત્ર પર પ્રકાશ પડે છે. '
(૧) સોમ પ્રભાચાર્યકૃત હેમકુમાર ચરિત્ર (૨) મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધ ચિંતામણી (૩) શ્રી જયસિંહસૂરિકૃત કુમારપાળચરિત્ર (૪) શ્રી ચારિત્રસુંદરગણિકૃત કુમારપાળચરિત્ર (૫) શ્રી પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવક ચરિત્ર (૬) રાજશેખરસૂરિકૃત ચતુવિંશતિપ્રબંધ (૭) જિનપ્રભાસૂરિકૃત તીર્થકલ્પ (૮) જિનમંડણસૂરિકૃત કુમારપાળપ્રબંધ (૯) શ્રી સોમતિલકસૂરિકૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org