________________
૧૯૨
धान्यं हरन् कृषेदँड्यः सबंधी भक्षणाय चेत् । सबंधनत्वयोग्यः स्याच्चतुर्वर्णेषु कश्चन ।। २१ ॥ - ચારે વર્ણમાંથી કોઈપણ મનુષ્ય ખેતરમાંના ધાન્યની ચોરી કરે તો તેનો દંડ કરવો અને તેને બાંધવો, પણ જો ખાવાને ધાન્ય લે તો તેને કેવળ બાંધવો. दत्त्वा तु खातकं गेहे द्रव्यं हरति यो हठात् । धनिने दापयित्वा स्वं तं च निर्वासयेत् पुरात् ॥ २२॥
ઘરમાં ખાતરીયું મુકીને બળાત્કારથી ધન હરી જાય તે ચોર પાસેથી હવેલું ધનમાલિકને સોંપાવી રાજાએ ચોરને ગામમાંથી કાઢી
भूपो.
यश्च जैनोपवीतादिकृतसूत्राणि संहरेत् । संस्कृतानि नृपस्तं तु मासैकं बंधके न्यसेत् ॥ २३॥
જે માણસ જૈન વિધિ પ્રમાણે સંસ્કાર કરેલા જનોઈનાં સૂતરને ચોરીજાય તો તેને રાજાએ એક માસ સુધી બંદિખાને નાખવો. भार्यापुत्रसुहृन्मातृपितृशिष्यपुरोहिताः । स्वधर्मविच्युता दंड्याः परं वाचा नृपेण वै ।। २४ ।।
સ્ત્રી, પુત્ર, સગા સ્નેહી, માતાપિતા, શિષ્ય, પુરોહિત એ સઘળાં પોતાના ધર્મથી વિચુત (ભ્રષ્ટ) થાય તો રાજાએ વચનથી તેમને ઠપકો આપવો. लोभतो मोचयेद् बद्धान् यो मुक्तान् बंधयेन्नरान् । दासदास्यादिहर्ता च प्रवेश्यस्तस्करालये ॥ २५ ॥ स्तेनोपद्रवतो भूपः प्रजा रक्षति यः सदा । यशोऽत्र प्राप्नुयाल्लोके परत्र स्वर्गतिं च सः ।। २६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org