________________
૨૦૭
ગાડી તળે ચગદાઈને જીવનો નાશ થાય તો રાજાએ સારથીનો દંડ કરવો. કોઈ જડ વસ્તુનો નાશ થાય તો રાજાએ સારથી પાસે તેનું મન મનાવરાવવું.
मर्त्यनाशे महत्पापं चौरवद्दंडमाप्नुयात् । गोगजाश्वोष्टमहिषीघाते स्वामिप्रसन्नता ।। २३ ।। कारणीया ततो दंडो गृह्यते पृथिवीभुजा । यथा पुनंर्न कोऽपि स्यादीदृशो जीवघातकृत् ।। २४ ।।
મનુષ્યનો નાશ થાય તો મોટું પાપ છે માટે રાજાએ તેનો ચોરના જેટલો દંડ કરવો. ગાય, હાથી, ઘોડો, ઉંટ તથા ભેંશ વગેરે પ્રાણીઓના ઘાતમાં, તેના સ્વામીને પ્રસન્ન કરવો.
વળી રાજાએ સારથીને દંડગ્રહણ કરવો કે જેથી ફરીને એવો જીવ ઘાત કરનારો કોઈ થાય નહિ.
भार्यापुत्रप्रेष्यदाससोदराश्चापराधिनः । तेषां नाथेन दंडेन स्तैन्यकर्मणि भूभृता ।। २५ ।।
સ્ત્રી, પુત્ર, દૂત, ચાકર, સહોદર (ભાઈ) વગરે જે કોઈ સંબંધી ચોરીનું કામ કરે તેને રાજાએ દોરડા વડે તેમજ સોટીથી મારવા.
एषः समासतः प्रोक्तो दंडपारुष्यनिणर्यः । जीवमात्रे कृपादृष्टी रक्षणीया मनीषिणा ।। २६ ।।
એ પ્રમાણે ટુંકામાં દંડ પારૂષ્યનો નિર્ણય કહ્યો, બુદ્ધિમાને જીવમાત્ર પર દયાદૃષ્ટિ રાખવી.
इति दंडपारुष्यप्रकरणम् संपूर्णम् ।।
अथ स्त्रीपुरुषधर्मप्रकरणं विविच्यते ।। नेमिं नत्वा मुदा नेमिं सर्वारिष्टविभेदने । स्त्रीपुंधर्मव्यवहृतिः संक्षेपेणात्र वर्ण्यते ।। १ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org