________________
૨૨૫ कुर्याच्चतुर्दशाहनि मुष्टिमात्रयवाशनम् । ततः शिरसि कूधं च कारयेदपि मुंडनम् ॥ ४४ ।। सप्ताहं च ततः स्नानं पंचगव्येन चाचरेत् । तत्रापि गव्यदुग्धने प्राणाधारो न चान्यथा ॥ ४५ ॥ पंचाहं पंचगव्यं च त्रिस्त्रिचलुभिराचमेद् । विधाय मुंडनं तस्मात् तीर्थोदकसमुच्चयैः ।। ४६ ।। अष्टोत्तरशतेनैव घटानां स्नपयेच्च तम् । देवस्नानोदकेनापि गुरुपादोदकेन च ।। ४७ ॥ तथा शुद्धो देवगुरून्नमस्कुर्यात्समाहितः । ततः साध्वर्चनं संघार्चनं कुर्याद्विशुद्धधीः ॥ ४८ ॥ दानं दद्यात्ततः कुर्यात्तीर्थयात्रात्रयं सुधीः । एवं विशोधनारूपं प्रायश्चित्तमुदीर्यते ॥ ४९ ॥ इत्येव वर्णिता त्वत्र विशुद्धिः सर्वदेहिनाम् । समासतो विशेषस्तु ज्ञेयो ग्रन्थान्तराद्बुधैः ॥ ५० ॥
બળદ તથા આખલો જોડી તેની પાસે હલવહન કરાવવું, અગ્નિ સળગાવી તાપ લેવાના સાત દિવસો તથા હલવાહના સાત દિવસ મળી ચૌદ દિવસ સુધી માત્ર રોજ એક મુઠી જવ ખાવા. ત્યાર પછી
માથું તથા દાઢી મૂછોના વાળ લેવડાવવા પછી સાત દિવસ પંચગવ્યથી - સ્નાન કરવું. તે સાત દિવસોમાં માત્ર ગાયનું દુધ પીને રહેવું બીજું કશું ભોજન કરવું નહિ. પછી પાંચ દિવસ સુધી ત્રણવાર ત્રણ હથેળી ભરી પંચગવ્યથી આચમન કરવું. ત્યાર પછી મુંડન કરાવવું. પછી તીર્થોદકના સમૂહથી એકસોને આઠ ઘડાવતી સ્નાન કરાવવું. વળી દેવના સ્નાનના જળથી તથા ગુરુના ચરણ પ્રક્ષાલનના જળથી સ્નાન કરાવવું, સ્નાન કરી શુદ્ધ થયા પછી સાવધાન થઈ દેવ તથા ગુરુને નમસ્કાર કરવા. પછી નિર્મળ બુદ્ધિ રાખી સાધુ તથા સંઘનું પૂજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org