________________
૨૧૧ હોય તે પુત્રની ઉત્પત્તિ અને રજસનું અધિકપણું હોવાથી કન્યાની ઉત્પત્તિ છે. जीवोत्पत्तेरियं भूमिर्योनिः प्रोक्ता हि शाश्वती । बीजानामिव तद्वृद्धिर्भूम्याश्रयतया भवेत् ॥ १७ ॥ जायन्तेऽनेकरूपाणि यान्युप्तानि कृषीवलैः ।। एकक्षेत्रेऽपि कालेन बीजानि स्वस्वभावतः ॥ १८ ॥
જીવોની ઉત્પત્તિને માટે યોનિ એ શાશ્વતી ભૂમિ કહેલી છે, બીજોની વૃદ્ધિ જેમ ભૂમિના આશ્રયથી થાય છે તેમ જીવની વૃદ્ધિ પણ તેણીના આશયથી જ થયાં કરે છે. ખેડુતોએ એક જ ક્ષેત્રમાં નાખેલાં અનેક બીજો કાળે કરીને પોતાના સ્વભાવ પ્રમાણે અનેકરૂપે ઉગી નીકળે છે. शालिगोधूममुद्गाश्च-णकालसिकुलत्थका । यथाबीजं प्ररोहंति स्वपर्यायानुसारतः ।। १९ ।। - ડાંગર, ઘઉં, મગ, ચણા, અલસી તથા કળથી વગેરે ધાન્યો બીજની જાતિ પ્રમાણે સ્વભાવ ધર્મ પ્રમાણે ઉગી નીકળે છે. अन्यदुप्तं जातमन्यदित्येतन्नोपपद्यते । उप्यते येन यद्वीजं तत्तथैव प्ररोहति ।। २० ।। तत्प्राज्ञेन विचार्यैवं धर्मशास्त्रानुसारतः । वृद्धिकामेन वप्तव्यं न जातु परयोषिति ॥ २१ ॥
બીજું ધાન વાવવાથી બીજું ધાન્ય થતું નથી. જેણે જેવું બીજ વાવ્યું છે તે જ પ્રકારનું થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષે એ પ્રકારનો વિચાર કરી ધર્મશાસ્ત્ર પ્રમાણે વૃદ્ધિની કામના માટે બીજ વાવવું, પણ પારકાની સ્ત્રીમાં કદી પણ વીર્યારોપણ કરવું નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org