________________
૧૯૩ જે જેલનો અધિકારી લોભથી કેદીઓને છોડી દે અને છૂટેલાને બાંધે, તથા જે દાસ દાસીઓનું હરણ કરી લે તેવાને કેદખાનામાં નાખીને જે રાજા ચોરના ઉપદ્રવથી નિરંતર પ્રજાઓનું રક્ષણ કરે તે રાજા આ લોકમાં યશ પામે અને પરલોકમાં સ્વર્ગગતિને પામે. वाचा दुष्टस्तस्करश्च मायावी विप्रलुंचकः । धाटी मारणकर्ता यो धाटीनां च निवासदः ।। २७।। तस्कराणां लुटकानां द्यूतादिग्रसितात्मनाम् । ઉશનસ્થાનતાતા સંચ: વાર પૃહાઈવ: ૨૮ !
ખોટું બોલનારા, ચોર, કપટી, ઠગારા, ધાડ પાડનારા, મારનારા, તથા ધાડપાડુઓને રહેવાનું સ્થાન આપનારા અને તસ્કરો, લુંટારા અને જુગારીઓને ભોજન તથા રહેવાની જગ્યા આપનારા કેદખાનાના દંડને યોગ્ય છે. मैत्र्याङ्लोभात्परोक्त्या चेदन्यथा कुरुते नृपः । यशोऽत्र नैव ह्याप्नोति परत्र नरकं व्रजेत् ॥ २९ ॥
મિત્રપણાના સ્નેહથી, લોભથી કે પારકાના કહેવાથી જે રાજા અન્યાય કરે છે તે આ લોકમાં યશ પામતો નથી અને પરલોકમાં અવશ્ય નર્કમાં જાય છે. गुरुधात्मवृद्धस्त्रीबालघातोद्यतं नरम् । तस्करं प्रेक्ष्य चेच्छस्त्रं धारयेत् ब्राह्मणः खलु ॥ ३०॥ न तदा दोषभाक् सः स्यात् आततायि निवारणे । धर्मस्त्याज्यो न हि प्राणान् संहरेत् घातकारिणः ॥३१॥
ગુરુ, સાધર્મી, પોતાનો આત્મા, વૃદ્ધ, સ્ત્રી તથા બાળકનો ઘાત કરવાને તૈયાર થયેલા અને ચોર પુરૂષને જોઈ જો બ્રાહ્મણ પણ હથિયાર લેતો આતતાયના નિવારણમાં તે હથિયાર ઉગામનારો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org