________________
૧૫૮ ઉપરનો દંડ જાણી જોઈને પારકા ખેતરમાં ઢોર ચારવા માટેનો છે. અજાણતાં ઢોરના જવાના માર્ગમાં અથવા ગામની લીલી ઘાસવાળી. જમીનના છેડા પર ખેતર હોવાને લીધે ઢોર ચરી જાય તેમાં ગોવાળીયો કે માલધણી દોષને પાત્ર નથી. માલ્યાણવિષિનE || દંડ કરવાને અયોગ્ય કયા પશુઓ તે કહે છે :षण्डोत्सृष्टागन्तुकाश्च पशवः सूतिकादयः । दैवाश्च राजकीयाश्च मोच्या येषां न रक्षकः ।। ७ ।।
સાંઢીયા, તજી દીધેલા, નવા આવેલા, તરતનાં જન્મ આપનારાં, દેવનાં તથા સરકારી ઢોરને છોડી મૂકવાં કારણ કે તેમનું રક્ષક કોઈ હોતું નથી. થોપવૃત્વમાદ છે હવે ગોવાળીયાનું કામ શું તે કહે છે :प्रातर्गृहीता यावन्तः गवादिपशवो विका- । , लेऽर्पणीया हि तावन्तो गोपेन गणनोत्तरम् ॥ ८ ॥
ગોવાળીયાએ ચારવા માટે સવારમાં જેટલાં ઢોર લીધાં હોય તેટલાં સાંજે ગણીને તેમના ધણીને પાછા સોંપી જવાં. सिंहाहिविद्युदाग्नैश्च मृतश्चौरैर्हतोऽपि वा । तस्य दण्डो न गोपस्य तत् प्रमादे स दण्डभाक् ।।९।।
સિંહ, સર્પ, વીજળી, અગ્નિ વગેરે અકસ્માતથી વગડામાં ચરતાં ઢોર મરી જાય અથવા ચોર ચોરી જાય તેમાં ગોવાળિયાનો દંડ થઈ શકે નહિ, ગોવાળ તો ગફલતને માટે દંડને પાત્ર થાય છે.
प्रसङ्गाद्रोपवेतनस्वरूपं गवादिचारक्षेत्रस्वरूपं चोच्यते प्रसंग છે માટે ગોવાળીયાઓને ઢોર ચારવા બાબતમાં પગાર શો આપવો અને ગાયો ઈત્યાદિ ઢોરને કઈ જમીનમાં ચારવાં તેનું વર્ણન કરીએ છીએ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org