Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 244
________________ ૧૮૭ यदि स्वदापनेऽशक्तस्तदा भूपं निवेद्य सः । दापयेन्नियतं रिक्थं नो हानिः स्याद्यतः पुनः ॥ ८ ॥ જય પરાજયમાં પરસ્પર જો કલેશ ઉત્પન્ન થાય તો તેનો બરોબર વિચાર કરી પરાજય પામેલા પાસેથી જીતેલાને જુગારખાનાના ઉપરીએ દ્રવ્ય અપાવવું. જો પોતે અપાવાને સમર્થ ન હોય તો તે હકીકત રાજાને નિવેદન કરીને નક્કી કરેલું દ્રવ્ય જીતનારને અપાવવું કે જેથી જુગાર સ્થાનમાં ફરીને તેવી હાની થાય નહિ. राज्यस्थाने सति द्यूते कैतवेभ्यश्च रक्षणम् । भवत्यतः सभास्थाने द्यूतक्रीडा सदोचिता ॥ ९ ॥ રાજ્યસ્થાનમાં જુગારસ્થાન હોય તો કપટીઓથી રક્ષણ થાય છે, માટે સભાસ્થાનમાં જુગારની રમત રમવી તે હમેશાં યોગ્ય છે. प्रच्छन्नं स्वगृहे द्यूतं ये दीव्यंति सभेट् ततः । राज्यांशं द्विगुणं गृह्णीयात्स्वांशं निर्णये सति ॥ १०॥ - છાનામાના પોતાના ઘરમાં જુગાર રમે તેની પાસેથી રાજાનો બમણો ભાગ લેવો અને પોતાને માટે જે નક્કી કર્યો હોય તે પણ સભિક લેવો. एषा द्यूतक्रिया लोके सर्वव्यसननायिका । 'वभ्रतिर्यग्गते ती स्मार्या शिष्टजनैर्न हि ॥ ११ ॥ - આ જુગારની રમત આ લોકમાં સઘળાં વ્યસનોની નાયિકા એટલે સ્વામિની છે અને નર્ક તથા તિર્યંચ ગતિની તો તે દૂતિ છે. માટે શિષ્ટ મનુષ્યો એતો તેનું સ્મરણ સરખું પણ કરવું નહિ. इत्थं समासतः प्रोक्ता द्यूतव्यवहतिर्मया । संसारस्योपकाराय भाग्याधिक्यपकाशिका ॥ १२ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286