________________
૧૮૭ यदि स्वदापनेऽशक्तस्तदा भूपं निवेद्य सः । दापयेन्नियतं रिक्थं नो हानिः स्याद्यतः पुनः ॥ ८ ॥
જય પરાજયમાં પરસ્પર જો કલેશ ઉત્પન્ન થાય તો તેનો બરોબર વિચાર કરી પરાજય પામેલા પાસેથી જીતેલાને જુગારખાનાના ઉપરીએ દ્રવ્ય અપાવવું. જો પોતે અપાવાને સમર્થ ન હોય તો તે હકીકત રાજાને નિવેદન કરીને નક્કી કરેલું દ્રવ્ય જીતનારને અપાવવું કે જેથી જુગાર સ્થાનમાં ફરીને તેવી હાની થાય નહિ. राज्यस्थाने सति द्यूते कैतवेभ्यश्च रक्षणम् । भवत्यतः सभास्थाने द्यूतक्रीडा सदोचिता ॥ ९ ॥
રાજ્યસ્થાનમાં જુગારસ્થાન હોય તો કપટીઓથી રક્ષણ થાય છે, માટે સભાસ્થાનમાં જુગારની રમત રમવી તે હમેશાં યોગ્ય છે. प्रच्छन्नं स्वगृहे द्यूतं ये दीव्यंति सभेट् ततः । राज्यांशं द्विगुणं गृह्णीयात्स्वांशं निर्णये सति ॥ १०॥ - છાનામાના પોતાના ઘરમાં જુગાર રમે તેની પાસેથી રાજાનો બમણો ભાગ લેવો અને પોતાને માટે જે નક્કી કર્યો હોય તે પણ સભિક લેવો. एषा द्यूतक्रिया लोके सर्वव्यसननायिका । 'वभ्रतिर्यग्गते ती स्मार्या शिष्टजनैर्न हि ॥ ११ ॥ - આ જુગારની રમત આ લોકમાં સઘળાં વ્યસનોની નાયિકા એટલે સ્વામિની છે અને નર્ક તથા તિર્યંચ ગતિની તો તે દૂતિ છે. માટે શિષ્ટ મનુષ્યો એતો તેનું સ્મરણ સરખું પણ કરવું નહિ. इत्थं समासतः प्रोक्ता द्यूतव्यवहतिर्मया । संसारस्योपकाराय भाग्याधिक्यपकाशिका ॥ १२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org