________________
૧૮૮
એ પ્રકારે જગતના ઉપકાર માટે, ભાગ્યનો અધિક ઉદય જણાવનારી જુગારની રમતનું સ્વરૂપ મેં ટુંકામાં વર્ણવ્યું.
___ इति द्यूतविधिप्रकरणम् ।
अथ स्तैन्यप्रकरणमारभ्यते । प्रणम्य श्रीयुतं मल्लिं मल्लं मोहादिताडने । स्तैन्यप्रकरणं वक्ष्ये समुद्धृत्य श्रुतादहम् ॥ १ ।।
મોહાદિકને તાડન કરનાર શ્રી મલ્લરૂપ મલ્લિનાથ પ્રભુને નમસ્કાર કરીને શાસ્ત્રમાંથી ઉદ્ધાર કરી ચોરીનું પ્રકરણ હું કહીશ. पूर्वप्रकरणे द्यूतवर्णनोक्ता तत्र हारितश्चौर्याचरणं कोऽपि करोत्यतो વ્યસનત્વ સાથર્યાધુના તૈચવનાથિયિતે I ગયા પ્રકરણમાં જુગારની રમત વર્ણવી, તે રમતમાં હારેલો કોઈ ચોરીનું આચરણ પણ કરે માટે વ્યસનપણાનું સાધર્મ છે તેથી ચોરીના વર્ણનનો અધિકાર કહીએ છીએ. नृपतेः परमो धर्मः स्वप्रजापालनं सदा ।। स्तैन्यादिभ्यो यतः कीर्तिर्विस्तृता स्यादिगंतरे ।। २॥
ચોરી ઈત્યાદિક પીડાઓથી પોતાની પ્રજાઓનું સદા પાલન કરવું એ રાજાનો પરમ ધર્મ છે, જેથી તેની કીર્તિ દિગંતરમાં વિસ્તાર પામે છે. लोकानां संसृतौ तुल्योऽभयदानेन नो वृषः । तस्माजनैः सदा यत्नोऽभये कार्यः समाधिना ॥ ३॥
આ જગતમાં અભયદાન જેવો બીજો ધર્મ નથી. તેટલા માટે મનુષ્યોએ શાંતિથી હમેશાં અભયને સારૂ યત્ન કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org