________________
૧૬૫
स दंड्यो भूमिपालेन कारागारादिबंधनैः । નિર્વાચો નરસ્થિીયાત્સર્વત્નોuપંથ ર૧
હે મિત્ર ! દરબારમાંથી મેં સાંભળ્યું છે કે રાજા તારા પર કોપ્યો છે, માટે તું મારા ઘરમાં રહે, અવશ્ય હું તારું રક્ષણ કરીશ. મને ભય લાગે છે કે વખતે તારા ઘરની વસ્તુઓ સત્વર રાજા લુંટી લેશે માટે જો તારી ઈચ્છા હોય તો તે સઘળી વસ્તુઓ હું મારા ઘરમાં મૂકી છાંડું. એ પ્રકારનું કપટ કરીને ભય આપી કોઈનું ધન હરી લે, કન્યા, ઘર, સોનું ઈત્યાદિ વિવિધ પ્રકારના હેતુઓથી કોઈ ખળ લઈ લે, તેવા સર્વ લોકોને છેતરનારનો રાજાએ કેદખાનું ઈત્યાદિ બંધનોથી દંડ કરવો અને પોતાના નગરથી બહાર કાઢી મૂકવો. સાક્ષનિશ્ચિતવાવિષયમાદિ હવે સાક્ષીઓથી નિશ્ચય કરેલા વાદનો વિષય કહે છે - साक्षिनिश्चितनिक्षेपविवादेऽन्योऽन्यमेव च । यावत्साक्ष्यादिभिः सिद्धयेत् तदेव स्यात्प्रमाणयुक् ॥२६॥ - સાક્ષિઓથી નિશ્ચય થાય તેવા થાપણ સંબંધી કજીયામાં જ્યારે પરસ્પર સાક્ષીઓ પુરાવો મળે ત્યારે તે સત્ય પ્રમાણવાળો કહેવાય. પતષિયે સક્ષો fમન્ના ભવંતિ તેવું યો-યોધ્યાનાદા આવા થાપણ સંબંધીના કજીયામાં સાક્ષીઓ ભિન્ન, ભિન્ન થાય ત્યારે યોગ્ય સાક્ષિ કયા ગણવા અને અયોગ્ય કયા માનવા તે કહે છે :यः कृत्यस्यादिमंतं च जानाति नितरां नरः ।। प्रत्यक्षदर्शी साक्षी स्यान्न परः श्रुतिमात्रतः ॥ २७ ॥
જે સાક્ષી કામના આદિથી અંત્ય સુધી પાસે રહીને જાણનારો છે, જે પ્રત્યક્ષ દેખનારો છે, તે સાક્ષી થઈ શકે બીજો સાંભળવા માત્રથી જ સાક્ષી પુરી શકે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org