________________
૧૧૨
કોઈ મનુષ્ય અથવા સ્ત્રી સંતતી વિનાનાં હોય અને તેમને જો દત્તક પુત્ર લેવો હોય તો સ્ટેમ્પના કાગળ પર બંધુ વર્ગની સાક્ષીઓ સહિત તે પુત્રનાં માતા પિતા વગેરેની પાસેથી દસ્તાવેજ કરાવી લેવો ત્યાર પછી રૂડે પ્રકારે કુટુંબીઓને તથા જ્ઞાતિનાં મનુષ્યોને પોતાને ઘેર આદર સત્કારથી બોલાવવાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પાસે મંગળગીત ગવડાવવાં, વાજતે ગાજતે મંગળાચાર પૂર્વક જિનમંદિરમાં જવું, પ્રભુજીની સાનિધ્ય એક સાથીઓ પુરવો. જિન ભગવાનના મોં આગળ પોતાની શક્તિ પ્રમાણે ભેટ મૂકવી, સદ્ગુરુને વાંદના કરવી, સારાં દાન કરી પછી પોતાને ઘેર આવવું, જે સઘળા લોકોને આ કાર્યમાં નોતર્યા હોય તેમને તાંબુલ તથા શ્રીફળ આપવાં, બહેનો ઈત્યાદિ સંબંધીને વસ્ત્ર તથા અલંકારોથી સંતોષવા, કુલગુરુને બોલાવી જાત કર્મ કરાવવું. આ બધું કર્મ થઈ ગયા પછી લોકો એમ કહે કે “આ આનો પુત્ર થયો' ઉપર બતાવ્યા પ્રમાણે દત્તક સંબંધી વિધિ થવા પછી હાટ પૃથ્વી વાસ્તુ ગ્રામાદિક સર્વ કાર્યમાં તેમજ રાજ્ય કાર્યમાં પણ તેને અધિકાર પ્રાપ્ત થાય છે. નૌરસોત્વત્તૌ પૂર્વાત્તત્તસ્થ વામાયો યતેત્યાહ્ન દત્તક લીધા પછી ઓરસ પુત્રને જન્મ થાય તો પછી દત્તકના ભાગની શી યોગ્યતા, તે કહે છે :
सवर्णास्त्र्यौरसोत्पत्तौ तुर्यांशार्हो भवत्यपि । भोजनांशुकदानार्हा असवर्णा स्तनंधयाः ।। ६५ ।।
જો સવર્ણા એટલે પોતાની જાતિની પરણત સ્ત્રીમાંથી (દત્તક લીધા પછી) ઔરસ પુત્ર ઉત્પન્ન થાય તો દત્તક મીલકતનો ચોથો ભાગ મળે. અસમાન જાતીની સ્ત્રીથી પુત્રો ઉત્પન્ન થાય તો તે પુત્રો માત્ર અન્ન, વસ્ત્રના દાનને યોગ્ય છે. ननु दत्तकगृहणानंतर મૌરસોત્વત્તાવૃષ્ણીષવંધયોગ્યતા સ્થેાગંજાવામાદ ।। શંકા - દત્તક ગૃહણ કર્યા પછી ઔરસ પુત્ર થયો હોય તો (પાટવી મુખ્ય મોટાપણામાં) પાઘડી બાંધવાની યોગ્યતા કોને તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org