________________
૧૨૪
निर्वाहमात्रं गृह्णीयात् तद्र्व्यस्य च मिषतः । प्राप्तोधिकारं सर्वत्र द्रव्ये व्यवहृतौ सुतः ।। १०२ ॥ तथापीशो व्ययं कर्तुं न ह्यंबानुमतिं विना । સુતે પરાણી તત્પત્ની મર્તુઈની મૃતા | ૨૦રૂ यदि सा शुभशीला स्त्री श्वश्रूनिर्देशकारिणी । कुटुंबपालने शक्ता स्वधर्मनिरता सदा ॥ १०४ ॥ सानुकूला च सर्वेषां भर्तुर्मञ्चकसेविका । श्वश्रू याचेत पुत्रं हि विनयानतमस्तका ॥ १०५ ॥ न हि सापि व्ययं कर्तुं समर्था तद्धनस्य वै । निजेच्छया निजां श्वश्रूमनापृच्छ्य च कुत्रचित् ॥१०६।। विभक्तधनव्ययीकरणे तु सर्वेषामधिकारोऽस्त्येवेति ।
ધનની વહેંચણ થયા પછી તો ધર્માદિકાર્યમાં તેની સ્ત્રી પણ પોતાની ઈચ્છા મુજબ તે વાપરી શકે છે. પોતાનો સ્વામી મરી ગયા પછી તે મુડીમાંથી ખર્ચ કરી શકે નહિ. માત્ર પોતાનો નિર્વાહ તેના વ્યાજમાંથી કરી લે. મૂળ ધન પર સઘળો અધિકાર તે મરનારના પુત્રનો જ છે. જો કે સઘળો અધિકાર પત્રનો પ્રાપ્ત થાય છે, તથાપિ માતાની આજ્ઞા લીધા સિવાય તેમાંથી ખર્ચ કરવાને તે શક્તિમાન થતો નથી. તે છોકરાનું પણ મૃત્યુ થઈ જાય તો તેની વિધવા સ્ત્રી પોતાના સ્વામીનું ધન લઈ શકે, જો તે સારાં આચરણવાળી હોય, સાસુની આજ્ઞામાં રહેતી હોય, કુટુંબનું પાલન કરવાને શક્તિવાળી હોય, સ્વધર્મમાં સતત તત્પર રહેતી હોય, કુટુંબ વર્ગ અને લાગતા વળગતાં સર્વને અનુકૂળ હોય તથા સ્વામી મરી ગયા છતાં તેની જ શવ્યાને સેવતી હોય એવાં આચરણવાળી પુત્રવધૂ પોતાની સાસુ તથા પુત્રની પાસેથી વિનયથી માથું નમાવીને યાચના કરે, પરંતુ તે પણ સાસુને પડ્યા સિવાય સ્વામીના ધનનો સ્વતંત્રપણે કદિ વ્યય કરી શકે નહિ. વહેંચાયા પછી તો સર્વને ખર્ચ કરવાનો અધિકાર છે. નનું યતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org