________________
૧૧૬
અનુક્રમે એકને અભાવે બીજો ધનનો સ્વામી થાય છે. તેષામમાવે જ્ઞાતિનના: તેમને અભાવે જ્ઞાતિના પુરૂષોને અધિકાર પ્રાપ્ત થાય છે. સર્વેષામભાવે નૃપળ આ મૃતદ્રવ્ય ધર્માર્થે પ્રયોòવ્યું સર્વનો અભાવ હોયે તો મરનારનું દ્રવ્ય રાજાએ લઈ ધર્મમાર્ગે ખર્ચવું. નનુ વિધવા સ્ત્રી ज्येष्ठदेवरादिभ्यो यदि प्रतिकूला कुशीला वा स्यात् तदा किं ત્તવ્યમિત્યાહ।। મરનારની વિધવા સ્ત્રી ધનની માલિક થયા પછી પોતાના દીયર તથા જેઠથી અવળી ચાલે અગર નડારા આચરણવાળી નીવડે તો કેમ કરવું તે કહે છે :
प्रतिकूला कुशीला च निर्वास्या विधवापि सा । ज्येष्ठदेवरतत्पुत्रैः कृत्वान्नादिनिबंधनम् ।। ७५ ।।
મરનારની વિધવા પ્રતિકૂળ ચાલતી હોય અગર નઠારા આચરણની હોય તો તેનો અન્નાદિક વગેરેનો બંદોબસ્ત કરી જેઠ, દીયર તથા તેના પુત્રોએ તેણીને ઘરમાંથી બહાર કાઢવી. अधिकारच्युतौ यदि कियता कालेन सा सुचरिता स्यात् तदा પુનરવ્યધિામાં પ્રાનુયાવિતિ વિશેષ: અનુ. વિધવા પાસેથી અધિકાર ખેંચી લીધા પછી થોડા વખતમાં તે સુધરી જાય, તો પાછો પોતાનો અધિકાર તે મેળવી શકે તે કહે છે કે :
सुशीलाप्रजसः पोष्या योषितः साधुवृत्तयः । प्रतिकूला च निर्वास्या दुश्शीला व्यभिचारिणी ॥७६ ।।
સાધુવૃત્તિવાળી સુશીલા અને પ્રજા વગરની સ્ત્રીઓનું પોષણ કરવું જોઈએ. નઠારાં આચરણવાળી વ્યભીચારિણી પ્રતિકૂલા સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકવી. નવપ્રજ્ઞા વિધવા ભૂતાવેશાવિતોષસદ્ભાવેન યતિ સ્વરક્ષાનોÇમાં સવા ન તકક્ષા વિષેયેત્સાહ ।। સંતાન વગરની વિધવા ભૂત પિશાચાદિ દોષો વડે જો પીડાતી હોય અને પોતાના ધનનું રક્ષણ કરવાને અસમર્થ હોય તો તેના ધનનું રક્ષણ કોણે કરવું તે કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org