________________
૮૭
संभूयवृत्तिः क्रियते । तैरपि यथाप्रतिज्ञं यथाव्ययं लब्धद्रव्यं विभज्यते ।
ઘણા વ્યાપારીઓ એકઠા થઈને સુવર્ણ રૂપું, અફીણ, ઘાસ, ધાન્ય, ઘી, તેલ, ગોળ આદિનો ક્રયવિક્રય કરે, અને પોતાની મુડી પ્રમાણે તેમાંથી થતો નફો તથા નુકશાન વહેંચી લે છે. હવે જો તેઓમાં મૂડી આપનાર એક હોય અને બાકીના નિર્ધન હોય તો તેઓ સઘળા પોતાના દ્રવ્યમાંથી કાઢી તે મુડી આપનારને વ્યાજનો પોતાનો હિસ્સો આપે છે, અને ઠરાવેલી મુદતે બાકીનું હેંચી લે છે, જો તેમાં તકરાર થાય અને દાવો થાય તો રાજા સોગન વિગેરે ક્રિયા વડે તે તકરારનો નીવેડો લાવે છે. તેટલા માટે આ વિષયને પણ વ્યવહારમાં ગણ્યો છે. તે જ પ્રમાણે નટાદિકો એકઠા થઈ આજીવિકા ચલાવે છે, તેઓ ખરચ પ્રમાણે તેમજ કરાર મુજબ મળેલું ધન હેંચી લે છે. राजाज्ञातो विरुद्धं यत्कृत्यं मुद्रांकनादिकं । परद्रव्यापहरणमेतेष्वेकः करोति चेत् ॥। ४ ॥ जाते विवादे दंड्याः स्युः सर्वेऽनुमतिदानतः । यथाद्रव्यं यथैश्वर्यं भूपेन न्यायवर्त्तिना ।। ५ ।।
સઘળી મંડળીના અનુમતિથી તે મંડળીમાંનો કોઈ એક માણસ રાજ્ય કાયદાથી વિરૂદ્ધ શીક્કા પાડવા તથા પરદ્રવ્યનું હરણ કરવું વગેરે ગુન્હો કરે તો તે કજીયામાં મંડળીના સઘળા મનુષ્યોને તેમના દ્રવ્યના હિસ્સા પ્રમાણે તથા સત્તા પ્રમાણે ન્યાયી રાજાએ દંડવાને યોગ્ય છે.
अपुत्रे निधनं प्राप्तेऽनैकैस्तञ्जातिजैर्नरैः
रक्ष्यते तद्धनं धर्यवत्सरावधि यत्नतः ।। ६ ।।
ततः परमनायाते तत्सबंधिनि मानुषे । कृत्वाभियोगं सर्वे ते भागं कुर्वन्ति दंड्यतां ।। ७ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org