________________
૯૭
નહિ. પુત્ર બાળક હોય કે પ્રસૂત ન થયો હોય, અજ્ઞાન હોય તથા નિર્માલ્ય કે ખોડવાળા હોય પરંતુ પિતાના દ્રવ્યમાં આજીવિકાને માટે તે ભાગીયા કહેલા છે. પુત્રો વ્યાપાર રોજગારમાં વળગેલા હોય, ત્યારે માતાપિતા, જરૂરના કાર્ય સારૂ તે આપી શકે અથવા તેનું વેચાણ કરી શકે. ધર્મજ્ઞાતિનુંવ વાર્થિમાંપન્નિવૃત્યર્થ ચ માતાપિ पितापि च स्थावरधनस्य दानं विक्रयं च कर्तुं शक्नोति । अत्र मातृपितृशब्दस्योपलक्ष-त्वेन भ्राताप्येकोऽनुमतिदानासमर्थेषु शेषबालभ्रातृष्वावश्यक कार्ये दानादि कर्तुं समर्थ एव बोध्यं ।।
ધર્મ, જ્ઞાતિ તથા કુટુંબના કાર્યને માટે અને સંકટ દૂર કરવાને અર્થે માતા તેમ પિતા પણ સ્થાવર ધનનું દાન તથા વિક્રય કરી શકે. આ સ્થળે માતાપિતા એવો શબ્દ કહ્યો છે, તે પરથી મોટાભાઈને પણ જાણી લેવો, કારણ કે બાકીના ભાઈઓ નાની ઉંમરના હોવાથી અનુમતિ આપવાને લાયક ન હોય તો, આવશ્યક કાર્યમાં તે પોતે દાનાદિક કરવા સમર્થ થાય.
दुःखागारे हि संसारे पुत्रो विश्रामदायकः । यस्मादृते मनुष्याणां गार्हस्थ्यं च निरर्थकं ॥। ११ ॥ यस्य पुण्यं बलिष्ठं स्यात्तस्य पुत्रा अनेकशः । संभूयैकत्र तिष्ठति पित्रोः सेवासु तत्पराः ।। १२ ।। लोभादिकारणाज्जाते कलौ तेषां परस्परं । न्यायानुसारिभिः कार्या दायभागविचारणा ।। १३ ।।
કેવળ દુઃખના જ નિવાસરૂપ સંસારમાં પુત્ર એક વિસામો છે. જેમને પુત્ર નથી તેમનો ગૃહસ્થાશ્રમ નકામો છે. જેનું પુન્ય બળવાન્ છે તેને અનેક છોકરા હોય છે અને તેઓ એકઠા રહી માતા, પિતાની સેવામાં તત્પર રહે છે જ્યારે પરસ્પર ભાઈઓમાં લોભ વગેરે કારણોથી કલેશ ઉત્પન્ન થાય ત્યારે ન્યાયાધીશોએ દાય-ભાગનો વિચાર કરવાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org