________________
૧૦૯ નર’ એવું પદ મૂક્યું છે તે જાતિવાચક એક વચન છે માટે એક કરતાં વધારે વહીવટદાર નીમવા હોય તો પણ એ જ પ્રકારે સમજી લેવું. નનું स्वामिनि मृते स पुरुषोऽधिकार प्राप्य धनं विनाशयेद्भक्षयेद्वाथवा વિધવાયા: પ્રતિવૃનતાં મત્તા વિર્ણવ્યમિત્યાદિ I સ્વામી મરી જવા પછી તે અધિકારી વહીવટ કરનાર ટ્રસ્ટી અધિકાર મેળવીને ધનને ઉડાવી દે, ખાઈ જાય અથવા મરનારની વિધવાથી પ્રતિકૂળ અવળો ચાલે ત્યારે શું કરવું તે કહે છે:प्राप्याधिकारं पुरुषः परासौ गृहनायके । स्वामिना स्थापितं द्रव्यं भक्षयेद्वा विनाशयेत् ॥ ४७।। भवेच्चत्प्रतिकूलश्च मृतवध्वाः कथंचन । तदा सा विधवा सद्यः कृतनं तं मदाकुलं ॥ ४८ ॥ भूपाज्ञापूर्वकं कृत्वा स्वाधिकारपदच्युतं । नरैरन्यैः स्वविश्वस्तैः कुलरीतिं प्रचालयेत् ॥ ४९ ॥ तद्रव्यमतियत्नेन रक्षणीयं तया सदा । कुटुंबस्य च निर्वाहस्तन्मिषेण भवेद्यथा ॥ ५० ॥ સત્યૌર તથા સુવિનિતેડથવાત ! कार्ये सावश्यके प्राप्ते कुर्याद्दानाधिविक्रयम् ॥ ५१।। - ઘરનો સ્વામી મરી જવા પછી ટ્રસ્ટીને સઘળો અધિકાર મળ્યો, પછી તે ટ્રસ્ટી તેના દ્રવ્યને ઉડાવે કે ખાઈ જાય અથવા મરનારની વિધવાથી પ્રતિકૂલ ચાલે કે તરત તે મદોન્મત્ત કૃતઘ્નીને રાજાની આજ્ઞા લઈ પદચ્ચત-એટલે વહિવટના અધિકારથી દૂર કરી પોતાને જેમનો વિશ્વાસ હોય તેવા ટ્રસ્ટીઓ મરનારની વિધવાએ નીમવા, તથા કૂલની રીતિ પ્રમાણે વ્યવહાર ચલાવવો. તે વિધવાએ હંમેશા સ્વામીએ પેદા કરેલા દ્રવ્યનું ઘણા યત્નથી રક્ષણ કરવું. તે એવી રીતે કે મુડીના વ્યાજમાંથી કુટુંબનું પોષણ થયાં કરે. તે વિધવાને સારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org