________________
શકે છે. જો કે કરજદારે ખેતર લખી આપીને લેણદાર પાસેથી નાણાં લીધાં હોય અને તે ખેતર નદીના ધડા પરનું હોય અને દેવયોગે નદી ખેંચી જાય તો કરજદારે તેની જગ્યાએ અડાણમાં બીજી બદલાની વસ્તુ આપવી. નહિ તો તેના દેવા રૂપિયા ભરી દેવા. नद्या भूपेन वा क्षेत्रं हृतं चेदृणिना पुनः । आधिरन्यः प्रदेयो वा दीनत्वे धनिने धनम् ॥ ३१ ॥ स्वक्षेत्रविषये वादो न कार्य ऋणिना कदा । धनिनो नापराधोऽत्रो स्वकर्मफलमेव तत् ॥ ३२ ॥
ખેતરને નદી ખેંચી જાય કે રાજા હરી લે તે કરજદારે તે ખેતરને બદલે બીજી કંઈ વસ્તુ અડાણે મૂકવી અથવા તેનું માગતું ધન આપી દેવું, પોતાના ક્ષેત્ર સંબંધી કરજદારે કાંઈ તકરાર કરવી નહિ. કારણ કે એમાં ધનીનો દોષ કાંઈ જ નહિ પણ કેવળ પોતાના કર્મનું ફળ છે.
अन्यच्च
पुराणतीर्थयात्रादिबंधकांतमृणी धनं । प्रतिमासं मिषं दत्वा काले द्रव्यं समर्पयेत् ॥ ३३ ॥
पुराणतीर्थयात्रादिबंधकगृहीतधनं ऋणी समिषं देयादेव।। પુરાણ શ્રવણ, તીર્થયાત્રા વિગેરે સમાપ્ત થયે આપવાની શરતથી જો ધન લીધું હોય તો દેવાદારે દરેક મહિને વ્યાજ આપીને યોગ્ય કાળે મૂળ દ્રવ્ય આપવું. ___यदि कश्चित् प्रपंचेनाधिं गृहीत्वा रजतनियुक्तलेखं च कारयित्वा रौप्यान्न ददाति तदा ऋणी किं कुर्यादित्याह हो । પ્રપંચી લેણદાર કરજદાર પાસેથી પ્રપંચ કરી અડાણ વસ્તુ પણ લઈ લે અને ખત પણ લખાવી લે અને રૂપિયા આપે નહિ તો પછી શું કરવું તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org