________________
અપુનબંધકદ્વાત્રિશિકા/પ્રસ્તાવના
અપુનબંધક જીવો સંસારનો અને સંસારના પાર્થક્યનો હેતુ, સ્વરૂપ અને ફળથી ઊહ કરે છે, તેથી તેવો ઊહ કરવા દ્વારા તેમને “સુખ પુલમાં નથી, અંતરાત્મામાં જ છે, તેથી હવે તેને મેળવવા પ્રયત્ન કરું,” એવો અભિલાષ જાગે છે. તમને સંસારના સુખમાં પીડાનું સંવેદન થાય, સ્વનો અનુભવ સાક્ષી આપે અને હૃદયથી પ્રામાણિક રીતે telly કરી શકો તો તમે અપુનબંધક અવસ્થા પામ્યા છો કે નહીં ? તેનો નિર્ણય કરી શકો. જો તમને ધર્મમાં કષ્ટનું વેદન થતું હોય અને પૌદ્ગલિક પદાર્થોમાં સુખનું વદન થતું હોય તો હજુ અપુનબંધક દશાની અપ્રાપ્તિ છે, એમ સહેજે સમજી શકાય. માટે યોગમાર્ગની પ્રારંભિક ભૂમિકારૂપ અપુનબંધક દશાને પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં અપુનબંધક જીવે કેળવેલા શાંત-ઉદાત્તાદિ ગુણો કેળવવા પડશે, તો ક્રમસર વિકાસ પામી મોક્ષમાર્ગે આગળ વધી શકાશે.
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. પ.પૂ. શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.ના તથા પ. પૂ. યશોવિજયજી મ. સા.ના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે.
આ “અપુનબંધકઢાત્રિશિકા'ના ગુજરાતી લેખનના પ્રૂફસંશોધનાદિ કાર્યમાં હૃતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સાવંત મુફસંશોધનાદિ કાર્યમાં સહાધ્યાયી તત્ત્વજિજ્ઞાસુ સા. ચંદનબાલાશ્રીનો, સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org