________________
અપુનાબંધકદ્વાત્રિશિકા/પ્રસ્તાવના ૭૦ કોટાકોટી પ્રમાણ મોહનીયકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને જે જીવ હવે ફરી ભવિષ્યમાં ક્યારેય બાંધવાનો નથી તે અપુનબંધક જીવ કહેવાય અર્થાત્ આ જીવે હવે કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની યોગ્યતાને તોડી નાખવારૂપ મહાસિદ્ધિને પ્રાપ્ત કરી છે. તાત્ત્વિક ધર્મના પ્રારંભબિંદુ સમાન ગણાતી આ અપુનબંધક અવસ્થા ચરમાવર્તમાં પ્રવેશ કરેલા જીવને પુરુષાર્થશીલતાથી પ્રાપ્ત થાય છે. અહીં જીવને મુક્તિનો તાત્ત્વિક અદ્વેષ પ્રગટે છે, તેથી તે યોગમાર્ગનો આદ્ય અધિકારી બને છે અને તેની ગુરુ આદિની પૂજારૂપ ઉચિત પ્રવૃત્તિ કલ્યાણની પરંપરાનું કારણ બને છે.
ચરમાવર્તમાં યોગમાર્ગની પાયાની ભૂમિકા-ground work હતી, પણ તે યોગમાર્ગ નથી, અને અપુનબંધક અવસ્થામાં યોગમાર્ગની પ્રાપ્તિ છે. અપુનબંધક જીવોનો ધર્મરસ સંસારરસ કરતાં તીવ્ર છે, તેથી તેમને પ્રધાનદ્રવ્યક્રિયા છે. હવે અંદરની સુષુપ્ત શુદ્ધ ચેતના જાગી છે, તેથી સંસારરસનો force-બળ તૂટી ગયો, ગુણ-દોષનો વિવેક કરવા લાગ્યો, મોહનો અધિકાર ગયો અને શુભ અનુબંધની શરૂઆત થઈ.
જેમ બીજનો ચંદ્ર એક એક કળાની વૃદ્ધિથી પૂનમના દિવસે સોળે કળાએ પૂર્ણ ખીલે છે, તેમ અપુનબંધક જીવોને યોગ્ય સામગ્રી મળતાં ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણો ખીલેલી અવસ્થાવાળા થાય છે. તેમની પ્રકૃતિ શાંત અને ઉદાત્ત હોય છે. વળી આ જીવો સંસારની અને સંસારના વિયોગવિષયક વિચારણા હેતુ, સ્વરૂપ અને ફળથી કરે છે, જે સમ્યક્ત્વની પ્રાપ્તિ માટેની પાયાની ભૂમિકા તૈયાર કરે છે, છતાં હજુ મિથ્યાત્વમોહનીયકર્મની વિદ્યમાનતા હોવાને કારણે દૃષ્ટિ પૂર્ણ ખીલેલી નથી, તેથી અજ્ઞાનજન્ય ભૂલો પણ થાય છે, તેઓની સદા યોગમાર્ગે પ્રવૃત્તિ નથી, પણ યોગમાર્ગને અભિમુખ ઉચિત આચરણા હોવાથી શાસ્ત્રકારોએ તેમને દ્રવ્યાંગ કહ્યો છે. વળી આ જીવો જે વિષયશુદ્ધ કે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કરે છે તે ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે.
આ કાર્નાિશિકામાં ગ્રંથકારશ્રીએ અપુનબંધકના દ્રવ્યયોગનો સ્પષ્ટ બોધ થાય તેના માટે સમ્યગ્દષ્ટિને ભાવયોગ કેમ છે ? અને તે કેવો છે ? તે જણાવેલ છે, અને તેમના અનુષ્ઠાનની વિશિષ્ટતા બતાવેલ છે, અને વિષયશુદ્ધ આદિ ત્રણ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org