Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
[ ૧૮ ] પડ્યા પણ તેમણે સાધુવેશ ન છોડ્યો. ગુરુજી પૂ.શ્રી નાનચંદ્રજી મ.સા. સાથે અંતિમ સમય સુધી સંબંધ સાચવ્યો. પૂ.શ્રીએ કહ્યું કે સંતબાલ જૈન સાધુ નહીં પણ જગતસાધુ” છે. ઋષિ સંપ્રદાય આચાર્યશ્રી આનંદઋષિને પાંચ સંપ્રદાયના આચાર્ય બનાવવામાં આવ્યા. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની ઉપસ્થિતિમાં પૂ.શ્રી આનંદઋષિને “રાષ્ટ્રસંત' નામથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉપાધ્યાય પૂ.શ્રી અમરમુનિજીએ ધર્મ અને અધ્યાત્મ સાથે જનહીંતના ક્ષેત્રને કાર્યકારી વળાંક આપ્યો. આગમજ્ઞાતા ઘાસીલાલજી મ.સા. પૂ. જયમલજી મ. પૂ. જવાહરલાલજી, પૂ. જ્ઞાનચંદ્રજી, સંવેગી સંતો ખૂટેરાયજી મ.સા. તથા પૂ. આત્મારામજી મહારાજે ઘણી જ શાસન પ્રભાવના કરી છે.
આવા સાક્ષાત્ પવિત્ર તીર્થસ્વરૂપા અનેક સંત-સતીજીઓ સ્થાનકવાસી જૈન સમાજને આંગણે થઈ ગયા અને વર્તમાનમાં પણ વિચરણ કરી રહ્યા છે.
તે સર્વેને અંતરના વંદન-નમસ્કાર હો.
પ્રવીણા ગાંધી