Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
[ ૧૭ ] હતો. ત્યારે અજ્ઞાનના તિમિરને હઠાવવા ધર્મવીર લોંકાશાહ જેવા તેજસ્વી વ્યક્તિત્વનો ઉદય થતાં સ્થાનકવાસી જૈન સમાજ વિવિધ સંપ્રદાયો સાથે વિશિષ્ટ રીતે પ્રકાશમાં આવ્યો.
યક્ષ જિતાયો : પૂ.આ. શ્રી ધર્મસિંહજી મુનિ પૂ. શ્રી શિવજીગુરુના આજ્ઞાપાલન અર્થે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં આત્મસાધનામાં લીન બન્યા. તેમની શાતાકારી વાણીથી ડરામણો અને બિહામણો યક્ષ મુનિને મારવા આવ્યો પણ ખરે જ તે તેમની મધુર વાણીને કારણે તેમની સામે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. દરિયાપુરને ઓટલે બેસી પૂશ્રીના અપાતા ઉપદેશને કારણે દરિયાપુરી આઠ કોટિ જૈન સંપ્રદાય તરીકે અસ્તિત્વમાં આવ્યો પૂ.આ. શ્રી ડુંગરસિંહજી મ.સાહેબે (ગોંડલ સંપ્રદાય) સ્વાદેન્દ્રિય ઉપર જય અને સાડાપાંચ વર્ષ સુધી નિંદ્રા ઉપર વિજય મેળવ્યો. પૂ.શ્રી અજરામરજી સ્વામીને સંઘે ૧૮૪૫માં લીંબડીની ગાદીએ બેસાડ્યા. પૂ.શ્રી માણેકચંદ્રજી મ.સા.ને બાળપણથી જ વૈરાગ્યનો રંગ લાગેલો. મહાવીર શાસનને ટકાવવા જ્ઞાનશાળાઓ ઊભી કરવી, જ્ઞાન વૃદ્ધિ માટે પુસ્તક ભંડાર, જ્ઞાનશાળાઓ સ્થાપવી, સમસ્ત સંઘ સંસ્કૃત, પ્રાકૃતમાં વાંચે, લખે, વિચારે એમ તેઓ જ્ઞાનદાનને શ્રેષ્ઠ માનતા. તેઓની અસાંપ્રદાયિકતા પ્રેરક હતી. તેથી તેઓ માત્ર જૈનોના નહીં પણ સહુ કોઈના લાડીલા હતાં. પૂ. સૌરાષ્ટ્ર કેસરી શ્રી પ્રાણલાલજી મ.સા.ની વ્યાખ્યાનની લોકભોગ્ય શૈલી જૈન-જૈનેત્તરો માટે એવી આકર્ષણનું કેન્દ્ર બનતી કે લોભીમાં લોભી શ્રાવક પણ મોટું દાન આપવા તૈયાર થઈ જતો. શ્રાવકોના દિલ દરિયાવ થઈને વહેવા માંડતા. પૂ.શ્રી સંતબાલજીએ દ.સં.માં પૂ.શ્રી નાનચંદ્રજી મ.સા. પાસે દીક્ષા લઈ મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી બન્યા. પછી સંતબાલનું નામ ધારણ કર્યું. તેમણે ચિંતનાત્મક ધાર્મિક સાહિત્યનું સર્જન કર્યું. ૬૦ જેટલા પુસ્તકોમાં તેમનું ચિંતન ગ્રંથસ્થ થયું. જાહેરજીવનના સામાજિક કાર્યો જેવા કે ખેડૂતો માટે પ્રાયોગિક સંઘની સ્થાપના કરી. લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરાવી, વ્યસનમુક્તિ કરાવી, શિકાર બંધ કરાવ્યો, શોષણ સામે જેહાદ જગાવી. ગુજરાતની ભાગોળે આવેલ ચચણીમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્રમહાવીરનગરની સ્થાપના કરી. સાંપ્રદાયિક વાડાબંધીથી મુક્ત જૈનધર્મને વિશ્વધર્મ બનાવવા કોશિષ કરી. જાહેરજીવનને કારણે સંપ્રદાયથી છુટા