________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧) તત્વચર્ચા અને મુનિદર્શન
[ જંગલમાં મુનિરાજ બેઠા છે-તે બતાવવા ચિત્ર અગર ફોટો રાખવો; ત્યાં બાળકો રમવા માટે આવે છે. અકલંક
નિકલંકના બાળપણના નામ અકુ અને નિકુ છે.] અકુ : નિકુ! આજે આપણે કઈ રમત રમીશું? નિકુ : ભાઈ આજે તો હવે દસલક્ષણી પર્વ શરૂ થયાં, માટે
આપણે આ ધર્મના દિવસોમાં રમતગમત બંધ કરીને
ધર્મની આરાધના કરીએ, તો કેવું સારું? જ્યોતિ : હા, ભાઈ નિકુ! તારી વાત તો બહુ મજાની છે. આશિષ : તો ચાલો, આપણે બધા અત્યારે જ ધર્મની ચર્ચા
કરીએ. હસમુખ : હા, ભાઈ આશિષ! ચાલો. તત્ત્વચર્ચામાં સૌને
આનંદ આવશે. પારસ : અહા, દેવલોકના દેવો પણ હજારો-લાખો વર્ષો સુધી
ધર્મચર્ચા કરે છે; આત્મસ્વરૂપની ચર્ચા સાંભળવાનો મને
પણ ઘણો રસ છે. ચંદ્ર : હા, તમે બન્ને ભાઈઓ નાનપણની જ બહુ રસીલા છો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com