________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર : અકલંક-નિકલંક નગરશેઠ વગેરે (આશ્ચર્યથી) : હું! શું આવી માગણી કરી છે? જૈનકુમાર (ગળગળો થઈને) : પિતાજી, પિતાજી! એમાં તો
જૈનધર્મનું અપમાન થાય! આપ એવી આજ્ઞા ન આપશો... મારી માતા જૈનધર્મનું અપમાન સહન નહિ
કરી શકે. બુદ્ધકુમાર (કટાક્ષથી) : હું! અને મારી માતા પણ બૌદ્ધધર્મનું
અપમાન સહન નહિ કરી શકે. રાજા (લમણે હાથ મૂકીને) : આ તો ભારે થઈ ! એક રાણી
જૈનધર્મનો પક્ષ ખેંચે છે ને બીજી રાણી બૌદ્ધધર્મનો પક્ષ ખેંચે છે. મારે તો બન્ને રાણીઓ સરખી. હવે આનો નીવડો કઈ રીતે લાવવો? મંત્રીજી ! આમાંથી કાંઈક રસ્તો
કાઢો. મંત્રી (થોડી વાર વિચારીને) : મહારાજ ! આનો એક ઉપાય
મને સૂઝે છે. રાજા : શું ઉપાય છે-કહો, કહો ! મંત્રી : જુઓ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ-એ બન્નેના વિદ્વાનો આ
રાજસભામાં પધારે, અને વાદવિવાદ કરે.. વાદવિવાદમાં
જે જીતે તેનો રથ પહેલો નીકળે. રાજા : વાહ, ઘણું જ ઉત્તમ! બોલો, રાજકુમારો! તમારે આ
કબૂલ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com