Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 59
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનરથયાત્રામાં રૂકાવટ : પ૩ જૈનકુમાર : જી હા, મહારાજ! અમારે જૈનો તરફથી આ વાત કબૂલ છે. રાજા : બોલો બુદ્ધકુમાર! તમારે? બુદ્ધકુમાર : મહારાજ! હું મારી માતાને પૂછી આવું. (કુંવર જાય છે... થોડીવારે પાછો આવે છે.) બુદ્ધકુમાર : મહારાજ! મારા માતાજીને પણ એ વાત કબૂલ છે. અને અમારા બૌદ્ધધર્મ તરફથી આચાર્ય સંઘશ્રી પોતે જ વાદવિવાદ કરશે. રાજા : સારું અને જૈનકુમાર! તમે પણ તમારા તરફથી વાદવિવાદમાં કોણ ઊભું રહેશે, તે તમારી માતાને પૂછીને જણાવજો. જૈનકુમાર : જેવી આશા. રાજા : મંત્રીજી! તમે આખી ઉર્જેનનગરીમાં ઢંઢેરો પીટાવી દેજો કે આવતી કાલે રાજસભામાં જૈનો અને બૌદ્ધો વચ્ચે વાદવિવાદ થવાની છે, તે સાંભળવા માટે સમસ્ત પ્રજાજનોને રાજદરબારમાં આવવાની છૂટ છે. મંત્રી : જેવી આજ્ઞા. રાજા : બસ, ત્યારે આજની સભા બરખાસ્ત થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87