________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ : અકલંક-નિકલંક અકલંક : બસ. ત્યારે..! એની વિદ્વત્તાનું માપ આવી ગયું.
સંઘપતિજી, આપ સૌ નિશ્ચિંત રહેજો... વિજય આપણો
જ છે. સંઘપતિજી : બોલિયે.. જૈનધર્મ કી જય.
[૩] વાદવિવાદ. અને બૌદ્ધગુરુની મૂંઝવણ ( રાજસભામાં રાજા વગેરે બેઠા છે... એકતરફથી “બોલિયે જૈનધર્મકી જય” એવા જયકારપૂર્વક અકલંકકુમાર તેમની મંડળી સહિત પ્રવેશ કરે છે; બીજી તરફથી સંઘશ્રી નામના બૌદ્ધઆચાર્ય પોતાની મંડળી સહિત બૌદ્ધધર્મના જયકારપૂર્વક પ્રવેશ કરે છે. પ્રજાજનો એક પછી એક આવ્યા કરે છે.. ખૂબ
ભીડ થાય છે.) રાજા : સાંભળો, સભાજનો અને પ્રજાજનો ! આજે આ સભામાં
બૌદ્ધો અને જૈનોના વિદ્વાનો વચ્ચે વાદવિવાદ થાય છે; તેમાં બૌદ્ધપક્ષ તરફથી આચાર્ય સંઘશ્રી બોલશે. અને જનપક્ષ તરફથી માન્યખેટ નગરના રાજમંત્રીના વિદ્વાન પુત્ર અકલંકકુમાર બોલશે. આ વાદવિવાદ કરતાં કરતાં જે યોગ્ય જવાબ નહિ આપી શકે, અગર મૌન થઈ જશે, તે હાર્યા ગણાશે. જે પક્ષ જીતશે તેની રથયાત્રા પહેલી નીકળશે. બસ, હવે ચર્ચા શરૂ થાય છે. સૌ શાંતિથી
સાંભળો. સંઘશ્રી : બોલો, મહાનુભાવ! તમારા જૈનધર્મનો મૂળ સિદ્ધાંત
શું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com