Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 75
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની પ્રભાવના : ૬૯ એટલે આજે સંઘશ્રીને મેં એક જ વાત ફરીને બીજી વખત પૂછી; પરંતુ દેવો એકને એક વાત ફરી વખત બોલતા નથી, તેથી સંઘશ્રીનો ભેદ ખૂલી ગયો. રાજા : અરરર...ધર્મને નામે આવો દંભ! આવું કપટ ! અકલંકકુમાર, તમારા વિદ્વત્તાભરેલા ન્યાયો સાંભળીને મને ઘણો જ આનંદ થયો છે; અનેક યુક્તિઓ વડે તમે અનેકાન્તમય જૈનધર્મને સિદ્ધ કર્યો છે. તેથી પ્રભાવિત થઈને હું જૈનધર્મ અંગીકાર કરું છું, ને ભગવાનની રથયાત્રામાં હું જ ભગવાનના રથનો સારથિ બનીશ. મંત્રીજી ! ધામધૂમથી જિનેન્દ્રદેવની રથયાત્રાની તૈયારી કરો, તેને માટે રાજ્યના ભંડાર ખુલ્લા મૂકો અને રાજ્યના હાથી-ઘોડા વગેરે બધોય વૈભવ રથયાત્રાની શોભા માટે આપો. મંત્રી : જેવી આજ્ઞા! (એમ કહીને જાય છે.) બૌદ્ધશિષ્યો : (એક સાથે બધા ઊભા થઈને) મહારાજ ! અમારા આચાર્યશ્રીએ જે અયોગ્ય કાર્ય કર્યું તેથી અમને દુઃખ થાય છે.. આ વાદવિવાદ સાંભળીને અમે પણ જૈનધર્મથી પ્રભાવિત થયા છીએ, તેથી બૌદ્ધધર્મ છોડીને અમે જૈનધર્મ અંગીકાર કરીએ છીએ. પ્રજાજનો : (એક સાથે ઊભા થઈને) મહારાજ ! અમે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87