________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ : અકલંક-નિકલંક
વિદ્યાનંદસ્વામીએ આઠ હજાર શ્લોકપ્રમાણ “અષ્ટસહસ્રી' ટીકા રચેલ છે. પૂર્વાપર આચાર્યોની સાથે અકલંકસ્વામીની સૂક્ષ્મ અને અસાધારણ પ્રજ્ઞા આમાં ઝળકી રહી છે, અષ્ટશતીની ગહનતા માટે એમ કહેવાય છે કે, જો વિધાનંદસ્વામીએ અષ્ટસન્ની ટીકા દ્વારા તેના ભાવો ન ખોલ્યા હોત તો તેનું રહસ્ય તેમાં જ છૂપાઈ રહેત. આ શાસ્ત્રમાં યુક્તિ અને પરીક્ષા દ્વારા સર્વજ્ઞનો અને તેમના કહેલા અનેકાન્ત તત્ત્વોનો નિર્ણય કરીને, તે દ્વારા આપ્તની એટલે કે સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે; અને યુક્તિપૂર્વક સર્વશસિદ્ધિ કરીને તેનાથી વિરુદ્ધ માન્યતાઓને સજ્જડ યુક્તિઓ વડે તોડી
પાડી છે. સિદ્ધિવિનિશ્ચય : “સિદ્ધિવિનિશ્ચય ટીકા' વગેરે ઉપરથી
વિદ્વાનોનો એવો નિર્ણય છે કે સિદ્ધિવિનિશ્ચય' નામનું શાસ્ત્ર (સ્વીપજ્ઞવૃત્તિ સહિત) અકલંકદેવે રચેલું છે. તેમાં આ પ્રમાણે બાર પ્રકરણ છે-પ્રત્યક્ષસિદ્ધિ, સવિકલ્પકસિદ્ધિ, પ્રમાણાન્તરસિદ્ધિ, જીવસિદ્ધિ, જલ્પસિદ્ધિ, હેતુલક્ષણસિદ્ધિ શાસ્ત્રસિદ્ધિ, સર્વજ્ઞસિદ્ધિ શબ્દસિદ્ધિ, અર્થનયસિદ્ધિ, શબ્દનયસિદ્ધિ, નિક્ષેપસિદ્ધિ.
આ ઉપરાંત સ્વરૂપસંબોધન અને અકલંકસ્તોત્ર પણ અકલંકદેવ રચિત હોવાનું સંભવિત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com