Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલકનિકલંક
બલિદાન અને પ્રભાવના
( એક ધાર્મિક નાટક) ( નિકલંકના બલિદાન સમક્ષ અકલંક પ્રભાવનાની પ્રતિજ્ઞા કરે છે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Meena S. Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Aklank-Niklank is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
04 Nov 2002 | First electronic version.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાવીર પ્રભુનાં સૌ સન્તાન
મહાવીર પ્રભુનાં સૌ સન્તાન.... છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર.
જિનશાસનની સેવા કરવા સિદ્ધ પદનું સ્વરાજ લેવા અરિહંત પ્રભુની સેવા કરવા, જ્ઞાની ગુરુની સેવા કરવા, તીર્થધામની યાત્રા કરવા જૈનધરમનાં શાસ્ત્રો ભણવા
છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર.
શાસન માટે જીવન દેવા...
છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર. છે તૈયાર છે તૈયાર.
છે તૈયાર છે તૈયાર.
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા સમ્યજ્ઞાનની જ્યોત જગાવા...
સાધુદશાનું સેવન કરવા મોહશત્રુને જીતી લેવા...
વીતરાગી નિર્મોહી થાવા... આત્મધ્યાનથી ધૂન મચાવા... જ્ઞાયકનો પુરુષાર્થ કરવા... વીરના માર્ગે દોડી જાવા... મોક્ષના દરવાજા ખોલવા... સંસારસાગર પાર ઉતરવા
સિદ્ધપ્રભુની સાથે રહેવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંક-નિકલંક [ બલિદાન અને પ્રભાવના]
| [ એક ધાર્મિક નાટક]
| [ અકલંક-નિકલંકના અંતિમ મિલનનું દશ્ય] વીર સં. ૨૪૯૭] આવૃતિ બીજી [ ઈ. સ. 1971
મુદ્રક જુગલદાસ સી. મહેતા
બ્ર હરિલાલ જૈન પ્રવીણ પ્રિન્ટરી, સોનગઢ || સોનગઢ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* નિવેદન * અકલંક અને નિકલંક.. બે ભાઈ... તેમાંથી નિકલંક કુમારે જૈનધર્મની સેવા માટે પ્રાણનું બલિદાન આપ્યું, ને અકલંક કુમારે જૈનધર્મની મહાન પ્રભાવના કરી; બલિદાન અને પ્રભાવનાના તે પ્રસંગોને રજૂ કરતું આ એક ધાર્મિક નાટક છે. અકલંક નિકલંકનું આદર્શ જીવન દેખીને જીવોને જૈનધર્મ પ્રત્યે ભક્તિ જાગે અને તત્ત્વજ્ઞાનના ઉત્તમ સંસ્કાર મળે તે આ નાટકનો મુખ્ય ઉદ્દેશ છે.
આ નાટકનાં મુખ્ય બે પાત્રો : અકલંક અને નિકલંક. વીર સં. ૨૪૮૪ માં જ્યારે સોનગઢમાં આ નાટક પહેલીવાર ભજવાયું ત્યારે તેમાં અકલંકનું પાત્ર ભજવનાર ભાઈ ધીરેન્દ્રકુમાર, અને નિકલંકનું પાત્ર ભજવનાર ભાઈ વિનોદકુમાર, –તે બન્ને ઉત્સાહી યુવાનો આજે તો સ્વર્ગવાસ પામી ગયા છે. પરંતુ ગુરુપ્રતાપે આજે હજારો યુવાન બંધુઓ તૈયાર થયા છે, અને આવા નાટકો દ્વારા તથા સાહિત્યદ્વારા, અકલંક-નિકલંક જેવા થવાની ઉત્તમ પ્રેરણા મેળવી રહ્યા છે.
બાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કારી રેડવા માટે આજે આવા સાહિત્યની ખૂબ જ જરૂરી છે. સમાજ તે તરફ જેટલું ધ્યાન આપશે તેટલી વધુ ઉન્નતિ થશે. जैनं जयतु शासनम्
-બ્ર. હરિલાલ જૈન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3' ખારી. ઉં.દ.
જેમની મંગલ છાયામાં આ પુસ્તક તૈયાર થયું છે, મુમુક્ષુ-હૃદયમાં જેઓ સદાય જ્ઞાનવૈરાગ્યનું સીંચન કરે છે, જેમનો સત્સંગ જીવને આત્મહિતની ઉત્તમ પ્રેરણા આપે છે, અને જેમણે આ બાળકને મંગલ-આશીષ આપ્યા છે એવા મંગલકારી ગુરુદેવને નમસ્કાર હો
-હરિ.
F
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. મું. તે क्षणिकमिदमिहैक : कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृ भोक्रेविभेदम्। अपहरति विमोहं तस्य नित्यामृतौ चै : स्वयमयमभिषिचन् चित्चमत्कार एव।।
આ જગતમાં કોઈ એક (ક્ષણિકવાદી) તો આ આત્મતત્વને ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે; પરંતુ આ ચૂત ચમત્કાર પોતે જ નિત્યતારૂપ અમૃતના ઓઘ વડે અભિસિંચન કરતો થકો તેના વિમોહને દૂર કરે છે.
(અમુતચંદ્રસૂરિ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલ-પ્રાર્થના |
मिोक्षमार्गस्य नेतारं भेत्तर कर्मभूभूनाम् । सातारं विश्वतन्यानां वन्दे लदाणलब्धये
અરિહંત મારા દેવ છે, સાચા એ વીતરાગ છે, જગતને એ જાણે છે મુક્તિમાર્ગ પ્રકાશે છે.... અરિહંત.
જ્યાં સમ્યક દર્શન-જ્ઞાન છે, ચારિત્ર વીતરાગ છે. એવો મુક્તિ-માર્ગ છે, મારા પ્રભુ દેખાડે છે..... અરિહંત. અરિહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું, અરિહંત જેવો આત્મા જાણી, મારે અરિહંત થાવું છે..... અરિહંત.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદ્યાત [ મંગલ પ્રાર્થના બાદ સૂત્રધારે બોલવું] આદરણીય સાધર્મી ભાઈઓ તથા બહેનો!
જૈનશાસનના પ્રતાપે આજે અમે નાનાં બાળકો આપની સમક્ષ એક ધાર્મિક નાટક રજા કરી રહ્યાં છીએ. આ નાટક અકલંક-નિકલંકના જીવનનું છે. અકલંક સ્વામી જૈનધર્મના મહાન ધૂરંધર આચાર્ય હતા, અને નિકલંક તેમના નાના ભાઈ હતા. તેઓ બન્ને જૈનધર્મના પરમ ભક્ત હતા. તેમના સમયમાં જૈનધર્મનો વિકાસ રૂંધાઈ ગયો હતો ને બૌદ્ધધર્મનું વિશેષ જોર હતું. તેથી જૈનધર્મનો ખૂબ જ વિકાસ કરીને તેની મહાન પ્રભાવના કરવાની તે બન્ને ભાઈઓને ઘણી ઉત્કંઠા હતી. પિતાજીની સાથે જ બંને ભાઈઓએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી અને પોતાનું જીવન જૈનધર્મની સેવામાં અર્પી દીધું. પછી જૈનધર્મની પ્રભાવના ખાતર બન્ને ભાઈઓએ શું-શું કર્યું? તે આપ આ સંવાદમાં જોશો.
આમાં કોઈ અતિહાસિક ક્ષતિ હોય તો લક્ષમાં ન લેતાં, માત્ર જૈનધર્મપ્રત્યેની ભક્તિનો જ ઉદ્દેશ લક્ષમાં લેવા વિનંતિ છે.
જય જિનેન્દ્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧) તત્વચર્ચા અને મુનિદર્શન
[ જંગલમાં મુનિરાજ બેઠા છે-તે બતાવવા ચિત્ર અગર ફોટો રાખવો; ત્યાં બાળકો રમવા માટે આવે છે. અકલંક
નિકલંકના બાળપણના નામ અકુ અને નિકુ છે.] અકુ : નિકુ! આજે આપણે કઈ રમત રમીશું? નિકુ : ભાઈ આજે તો હવે દસલક્ષણી પર્વ શરૂ થયાં, માટે
આપણે આ ધર્મના દિવસોમાં રમતગમત બંધ કરીને
ધર્મની આરાધના કરીએ, તો કેવું સારું? જ્યોતિ : હા, ભાઈ નિકુ! તારી વાત તો બહુ મજાની છે. આશિષ : તો ચાલો, આપણે બધા અત્યારે જ ધર્મની ચર્ચા
કરીએ. હસમુખ : હા, ભાઈ આશિષ! ચાલો. તત્ત્વચર્ચામાં સૌને
આનંદ આવશે. પારસ : અહા, દેવલોકના દેવો પણ હજારો-લાખો વર્ષો સુધી
ધર્મચર્ચા કરે છે; આત્મસ્વરૂપની ચર્ચા સાંભળવાનો મને
પણ ઘણો રસ છે. ચંદ્ર : હા, તમે બન્ને ભાઈઓ નાનપણની જ બહુ રસીલા છો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : અકલંક-નિકલંક ભરત : ચાલો આપણે અકુ-નિકુને પ્રશ્ન પૂછીએ, અને તેઓ
આપણને સમજાવશે. અકલંક : બહુ સારું, ખુશીથી પૂછો ! તત્ત્વચર્ચાથી અમને પણ
આનંદ થશે. જ્યોતિ : ભાઈ, અનંતકાળે આપણને આ મનુષ્ય અવતાર
મળ્યો; તો હવે આ જીવનમાં શું કરવા જેવું છે? અકલંક : મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના
કરવા જેવી છે. આશિષ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના
કેવી રીતે થાય ? નિકલંક : એ રત્નત્રયના મુખ્ય આરાધક તો મુનિવરો છે; તેઓ
ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડે રત્નત્રયને આરાધે છે. હસમુખ : રત્નત્રયના “મુખ્ય આરાધક મુનિવરો છે, તો શું
ગૃહસ્થોને પણ રત્નત્રયની આરાધના હોઈ શકે? અકલંક : હા; એક અંશરૂપે રત્નત્રયની આરાધના ગૃહસ્થોને
પણ હોઈ શકે છે. પારસ : આપણા જેવા નાના બાળક પણ શું રત્નત્રયની
આરાધના કરી શકે? નિકલંક : હા, જરૂર કરી શકે, પણ તે રત્નત્રયનું મૂળ બીજ
સમ્યગ્દર્શન છે; પહેલાં તેની આરાધના કરવી જોઈએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તત્ત્વચર્ચા અને મુનિદર્શન : ૭ ચંદ્ર : અહા! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્યો છે.
ભાઈ, તે સમ્યગ્દર્શનની આરાધના કેવી રીતે થાય? અકલંક : આમાની ખરેખરી લગનીપૂર્વક, જ્ઞાની-સંતો પાસેથી
તેની સમજણ કરવી જોઈએ, અને પછી અંતર્મુખ થઈને
તેનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. ભરત : આવું સમ્યગ્દર્શન થતાં આત્માનો કેવો અનુભવ થાય? નિકલંક : અહા, એનું શું વર્ણન કરવું! સિદ્ધ ભગવાન જેવો વચનાતીત આનંદ ત્યાં અનુભવાય છે.
( હવે અકલંક પૂછે છે કે બાળકો જવાબ આપે છે) અકલંક : જુઓ, મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે “તત્ત્વાર્થ શ્રદ્ધાન
સભ્યનમ્' તે વ્યવહારશ્રદ્ધા છે કે નિશ્ચય? જ્યોતિ : તે નિશ્ચયશ્રદ્ધા છે; કેમકે ત્યાં મોક્ષમાર્ગ બતાવવો છે;
અને ખરો મોક્ષમાર્ગ તો નિશ્ચય રત્નત્રય જ છે. નિકલંક : તત્ત્વો કેટલા છે? આશિષ : તત્ત્વો સાત છે; તેની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. અકલંક : તે સાત તત્ત્વોનાં નામ કહો જોઈએ! હુસમુખ : જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને
મોક્ષ-એ સાત તત્ત્વો છે. સુરેશ : સમયસારમાં તો નવ તત્ત્વ કહ્યાં છે, તો અહીં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : અકલંક-નિકલંક
પણ પુણ્ય-પાપ સહિત નવ તત્ત્વ કેમ ન કહ્યાં ?
નિકલંક : પુણ્ય-પાપનો સમાવેશ આસ્રવ અને બંધ તત્ત્વમાં થઈ જાય છે, તેથી તેને જુદાં ન કહ્યાં.
અકલંક : આ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા કયા છે?
પારસ : શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે; તથા સંવર-નિર્જરા એક અંશે ઉપાદેય છે, ને મોક્ષતત્ત્વ ઉપાદેય છે.
નિકલંક : બાકી કયા-કયા તત્ત્વો રહ્યાં ?
ચંદ્ર : બાકી અજીવ, પુણ્ય-પાપસહિત આસવ ને બંધ, એ તત્ત્વો રહ્યાં; તે હ્રય છે.
ભરત : વાહ! આજે સમ્યગ્દર્શનની અને હૈય-ઉપાદેય તત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના ઉપર ઊંડો વિચાર કરીને આપણે સૌએ સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે.
અકલંક ઃ હા, ભાઈઓ! સૌએ એ જ કરવા જેવું છે, ઘરે જઈને સૌ એ જ પ્રયત્ન કરજો; એનાથી જ જીવનની સફળતા છે.
[એક બાજુ પડદો ઊંચો થતાં મુનિરાજ દેખાય છે. ]
છોકરાઓ : અહા ! જુઓ, જુઓ! ત્યાં કોઈ મુનિરાજ બેઠા હોય તેવું દેખાય છે.
અકુ-નિકુ : વાહ! ધન્ય ઘડી... ધન્ય ભાગ્ય! ચાલો, આપણે ત્યાં જઈને તેમનાં દર્શન કરીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તત્ત્વચર્ચા અને મુનિદર્શન : ૯
(બધાં બાળકો મુનિરાજની નજીક જઈને નમસ્કાર કરે છે અને સ્તુતિ બોલે છે.) ધન્ય મુનીશ્વર આતમહિતમે છોડ દિયા પરિવાર... કિ
તુમને છોડા સબ ઘરબાર... ધન છોડા વૈભવ સબ છોડા... સમજા જગત અસાર.. કિ
તુમને છોડા સબ સંસાર... હોય દિગંબર વનમેં વિચરતે, નિશ્ચલ હોય ધ્યાન જબ ધરતે, નિજ પદકે આનંદમેં ઝૂલતે,
ઉપશમરસકી ધાર બરસતે.. આત્મ સ્વરૂપમેં ઝૂલતે કરતે નિજ આતમ ઉદ્ધાર...કિ
તુમને છોડા સબ સંસાર... ધન્ય મુનીશ્વર આતમ હિતમેં છોડ દિયા પરિવાર...કિ
તુમને છોડા સબ ઘરબાર. નિકલંક : ભાઈ, ચાલો આપણે ગામમાં જઇને સંઘમાં
| મુનિરાજના સમાચાર જલદી જલદી પહોંચાડીએ. અકલંક : હું ચાલો. બધા સાથે : બોલિયે વીતરાગી મુનિ ભગવાનકી જય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા
[ શાસ્મસભા ચાલે છે, તેમાં અકલંક-નિકલંકના પિતાજી પુરુષોત્તમ શેઠ નિયમસાર ગાથા ૯૦ વાંચે છે; આઠદસ શ્રોતાજનો સાંભળે છે.]
પુરુષોત્તમ શેઠ : મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
અહા ! આચાર્ય ભગવાન કહે કે આત્મસ્વરૂપની સન્મુખ થઈને શુદ્ધ રત્નત્રયની ભાવના જીવે પૂર્વે કદી ભાવી નથી; અનંતકાળથી મિથ્યાત્વાદિ ભાવોને જ જીવે ભાવ્યા છે, તેથી જ તે સંસાર-પરિભ્રમજ્ઞ કરી રહ્યો છે. આ જગતમાં તે મુનિવરો જ પરમસુખી છે કે જેઓ ચૈતન્યસ્વરૂપમાં મગ્ન થઈને રત્નત્રયને ભાવી રહ્યા છે. અહા ! એવા મુનિવરોનાં દર્શન થાય તે જીવન પણ ધન્ય
છે...
(અકુ-નિકુ હર્ષપૂર્વક આવીને કહે છે.) અકુ-નિકુ : પિતાજી, પિતાજી! આપણી નગરીના ઉદ્યાનમાં
ચિત્રગુપ્ત મુનિરાજ પધાર્યા છે, તેમનાં દર્શનથી અમને ઘણો આનંદ થયો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા : ૧૧
પિતાજી : વાહ! ઉત્તમ સમાચાર ! ચાલો, આપણે પણ મુનિરાજનાં દર્શન તથા પૂજન કરવા જઈએ.
(બધા જાય છે... પડદો ઊંચો થતાં મુનિરાજ દેખાય છે; બધા અર્થની રકાબી લઈને આવે છે... ને નમસ્કાર કરીને નીચે મુજબ સ્તુતિ બોલે છે–)
ચહું ગતિ દુ:ખસાગર વિષે, તારનતરન જિહાજ; રત્નત્રયનિધિ નગ્ન તન, ધન્ય મહા મુનિરાજ. (હરિગીત )
હૈ મોક્ષસાધક મુનિવરા નિજ સ્વરૂપમાં ઝૂલી રહ્યા; ભવ-ભોગથી વૈરાગ્ય ધારી, સિદ્ધપદ સાધી રહ્યા; રત્નત્રયધારક પ્રભુજી! ધન્ય તારું જીવન છે, તુજ ચરણના પૂજન વડે જીવન સફળ અમ આજ છે. ૐ હ્રીં શ્રી દસલક્ષણધર્મધારક વીતરાગી નિગ્રંથ મુનિરાજ ચિત્રગુપ્તસ્વામી ચરણકમળપૂજનાર્થે અર્થ નિર્વપામીતિ સ્વાહા...
નગરશેઠ : અહો ! અમારાં ધન્ય ભાગ્ય છે કે આ
દસલક્ષણધર્મના મહાન પર્વમાં મુનિરાજનાં દર્શન થયાં. હું પ્રભુ ! વીતરાગી જૈનધર્મનો અને રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધનાનો કૃપા કરીને અમને ઉપદેશ આપો. શ્રી મુનિરાજ ઉપદેશ આપે છે
(સૂત્રધારે પડદા પાછળથી બોલવાનું.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ : અકલંક-નિકલંક
આજે દસલક્ષણીધર્મનો ઉત્તમ દિવસ છે. આત્માનો પૂર્ણાનંદ સ્વભાવ પ્રગટ કરીને જેઓ સર્વજ્ઞ પરમાત્મા થયા, એવા અરિહંત ભગવાનનો ઉપદેશ છે કે હું જીવો! તમારા આત્મામાં પૂર્ણ જ્ઞાનઆનંદ સ્વભાવ ભર્યો છે, તે સ્વભાવની શ્રદ્ધા કરો, તેનું જ્ઞાન કરી ને તેમાં લીનતા કરો. સ્વરૂપમાં લીનતા વડે ચૈતન્યનું પ્રતપન થવું એટલે કે ઉગ્રપણે ખીલી નીકળવું તે તપ છે. શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર અને તપ એવી ચતુર્વિધ આરાધના વડે ચાર ગતિનો અંત કરીને સિદ્ધપદ પમાય છે.
અહો જીવો! આ સંસાર ઘોર દુ:ખથી ભરેલો છે. તેનાથી આત્માને બચાવવા માટે અત્યંત ભક્તિપૂર્વક ચતુર્વિધ આરાધના કરો. ચાર આરાધનામાં પણ સૌથી પ્રથમ સમ્યકત્વની આરાધના છે; અતિશય ભક્તિપૂર્વક તે સમ્યકત્વની આરાધના કરો. અને પછી વિશેષ શક્તિ હોય તો ચારિત્રધર્મ અંગીકાર કરીને જીવન સફળ બનાવો. પુરુષોત્તમ શેઠ (ઊભા થઇને કહે છે) : હે પ્રભો! આપનો
કલ્યાણકારી ઉપદેશ સાંભળીને અમને ઘણી પ્રસન્નતા થાય છે. પ્રભો ! ચારિત્રદશા અંગીકાર કરવાની તો મારી શક્તિ નથી, પરંતુ આ સંસારના ક્ષણભંગુર ભોગોથી મારું ચિત્ત ઉદાસ થયું છે, તેથી આપની પાસે હું આજીવનબ્રહ્મચર્યવ્રત અંગીકાર કરું છું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા : ૧૩
(અકુ-નિકુ ઊભા થાય છે.) નિકુ : બાપુજી, બાપુજી! આપ આ શું કરો છો? પિતાજી : બેટા! હું વ્રત લઉં છું. અકુ-નિકુ (હાથ જોડીને) : અમને પણ વ્રત અપાવો. પિતાજી (હાસ્યપૂર્વક) : બહુ ખુશીથી ! પુત્રો! તમે પણ વ્રત
લ્યો. અકુ-નિકુ : પ્રભો ! અમારા પિતાજીએ જે વ્રત લીધું તે વ્રત અમે
પણ અંગીકાર કરીએ છીએ અને અમારું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : અકલંક-નિકલંક
આ જીવન જૈનધર્મની સેવામાં વીતે એવી અમારી
ભાવના છે. નગરશેઠ : ચાલો, હવે આપણે દસલક્ષણી-પૂજન કરવા માટે જઈએ.
(બધા નમસ્કાર કરીને નગરીમાં જાય છે.)
-બાર વર્ષ બાદ
[૩] જૈનશાસનની સેવા ખાતર[ ઉપરોક્ત પ્રસંગને બાર વર્ષ વીતી ગયાં; અકલંક-નિકલંક મોટા થયા, તેમના લગ્નનના તૈયારી માટે પિતાજી વસ્ત્રાભૂષણ એકઠાં કરે છે,
ત્યાં અકલંક નિકલંક પ્રવેશે છે. શરૂઆતનાં બે દશ્યોમાં અકલંકનિકલંકના જે પાત્રો હતાં તે બાળપણમાં નાના અકલંક-નિકલંક હતા; અને હુવે જે અકલંક-નિકલંકનાં પાત્રો આવે છે તે મોટા અકલંકનિકલંક છે. અહીંથી શરૂ થતું મોટા અકલંકનું પાત્ર સ્વ. ધીરેન્દ્રકુમારે, અને નિકલંકનું પાત્ર સ્વ. વિનુભાઈએ ભજવ્યું હતું.] નિકલંક : પિતાજી! આ બધી શી ધમાલ છે? પિતાજી : પુત્રો! હવે તમે ઉમરલાયક થયા તેથી તમારા લગ્નની
તૈયારી ચાલે છે. પુત્રો : નહિ, નહિ, પિતાજી ! અમે તો બાર વર્ષ પહેલાં ચિત્રગુપ્ત
મુનિરાજ પાસે આપની સાથે જ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૧૫ પિતાજી : બેટા ! એ તો તમારી બાળપણની રમત હતી. અકલંક : નહિ પિતાજી! અમે એ પ્રતિજ્ઞા રમત તરીકે નહિ પણ
સાચા ભાવથી લીધી હતી. પિતાજી : પુત્રો! ભલે તમે સાચા ભાવથી પ્રતિજ્ઞા લીધી હોય
તોપણ તે ફક્ત તે વખતના દસલક્ષણીપર્વ પૂરતી જ હતી; તે પ્રતિજ્ઞા તો હવે પૂરી થઈ, માટે ધે લગ્ન કરવામાં
વાંધો ન હોઈ શકે. નિકલંક : પિતાજી! આપ કદાચ તે વખતે દદિવસ પૂરતી જ
અમારી પ્રતિજ્ઞા સમજ્યા હશો, પરંતુ અમે તો અમારા મનથી આખી જિંદગીની પ્રતિજ્ઞા લીધી હતી; અને અમારી એ પ્રતિજ્ઞામાં અમે દઢ છીએ. માટે કૃપા કરીને
અમારા લગ્નની વાત કરશો નહિ. પિતાજી : પુત્રો! જો તમે લગ્ન નહિ કરો તો આખી જિંદગી તમે
શું કરવા માંગો છો? અકલંક : પિતાજી! આપણા જૈનધર્મની સેવા ખાતર અમારું
આખું જીવન વિતાવવાનો અમે નિશ્ચય કર્યો છે. નિકલંક : વર્તમાનમાં આપણો જૈનધર્મ અન્ય ધર્મોના પ્રભાવથી
ખૂબ જ દબાઈ ગયો છે, અને તેના ઉદ્ધારની અત્યારે ખાસ જરૂર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : અકલંક-નિકલંક અકલંક : પિતાજી! જ્યારે જૈનશાસન અમને સાદ પાડીને
પોકારી રહ્યું છે ત્યારે લગ્ન કરીને અમે સંસારના બંધનમાં
બંધાઈ જઈએ-એ શું યોગ્ય છે? –નહિ, નહિ. નિકલંક : અમને વિશ્વાસ છે કે જૈનધર્મના એક પરમ ભક્ત
તરીકે આપ અમારી વાત સાંભળીને ખુશી થશો, અને જૈનધર્મની સેવામાં અમારું જીવન વીતે એ માટે આપ અમને હર્ષપૂર્વક આજ્ઞા આપશો. એટલું જ નહિ, જૈનધર્મને ખાતર અમારા પ્રાણનું બલિદાન દેવાનો પ્રસંગ આવે તોપણ હસતાં હસતાં અમારા પ્રાણનું બલિદાન લઇને પણ જૈનધર્મનો વિજયઝંડો જગતમાં ફરકાવશું.
(સભામાં તાલીના ગડગડાટ) પિતાજી : શાબાશ બેટા, શાબાશ! જૈનધર્મ પ્રત્યે તમારી આવી
મહાન ભક્તિ દેખીને હવે તમને મારાથી કેમ રોકાય?
તમારી આ ઉત્તમ ભાવનામાં અમારું પણ અનુમોદન છે. અકલંક : પિતાજી! આશીર્વાદ આપો કે અમારું આ જીવન
આત્માના હિત માટે વીતે; અમે અમારું આત્મહિત સાધીએ અને જૈનધર્મની સેવા માટે અમારું જીવન અર્પીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૧૭ પિતાજી : ખુશીથી ! જાઓ પુત્રો જાઓ. આત્માનું કલ્યાણ
સાધો અને જૈનધર્મની મહાન પ્રભાવના કરીને શાસનને શોભાવો.
(નમસ્કાર કરીને બન્ને પુત્રો જાય છે. દશ્ય બદલાય છે.) (અકલંક શાસ્ત્રસ્વાધ્યાય કરી રહ્યા છે, ત્યાં નિકલંક આવીને નમસ્કાર કરે છે.) નિકલંક : નમસ્તે મોટાભાઈ ! આપ શેની સ્વાધ્યાય કરો છો?
અકલંક : બંધુ! હું પરમાત્મપ્રકાશની સ્વાધ્યાય કરું છું. નિકલંક : વાહ! પરમાત્માનું સ્વરૂપ સમજવા માટે અને
ભેદજ્ઞાનની ભાવના માટે આ બહુ જ સુંદર શાસ્ત્ર છે.
ભાઈ ! મને પણ એમાંથી કાંઈક સંભળાવો. અકલંક : સાંભળ! આ શાસ્ત્રમાં છેલ્લે આખા શાસ્ત્રના સારરૂપ
આવી ભાવના કરવાનું કહ્યું છે" सहज शुद्ध ज्ञानानंदैकस्वभावोऽहं, निर्विकल्पोऽहं, उदासीनोऽहं , निजनिरजन शुद्धात्मसम्यश्रद्धान-ज्ञानअनुष्ठानरुप निश्चयरत्नत्रयात्मक निर्विकल्पसमाधिस जात वीतरागसहजानंदरुप सुखानुभुतिमात्रलक्षणेन स्वसंवेदन ज्ञानेन स्वसंवेद्यो गम्य। प्राप्यो ભવિતાવસ્યોગ૬....સર્વવિભાવપરિણામરહિત શૂન્યો૬, जगत्त्रये कालत्रयेऽपि मनोवचन कायै : कृतकारितानुमतैश्वशुद्धनिश्चयनयेन। तथा सर्वेऽपि जीवा : , તિ નિરંતર માવના કર્તવ્યતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : અકલંક-નિકલંક
હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વભાવ છું, હું નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું; નિજનિરંજનશુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન્જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક એવી જ નિર્વિકલ્પ સમાધિ, તેનાથી ઉત્પન્ન વીતરાગ સહજઆનંદરૂપ જે સુખ, તેની અનુભૂતિમાત્ર જેનું લક્ષણ છે એવા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેધ-ગમ્ય-પ્રાપ્યભરિતાવસ્થ હું છું. હું સર્વ વિભાવપરિણામથી રહિતશૂન્ય છું ત્રણ લોકમાં તેમ જ ત્રણે કાળમાં, મનથીવચનથી-કાયાથી, કૃત-કારિત-અનુમોદનાથી શુદ્ધનિશ્ચયનયે હું આવો જ છું, તથા સર્વે જીવો પણ એવા જ છે. -
એમનિરંતર ભાવના કર્તવ્ય છે. નિકલંક : અહો, આવી પરમાત્મભાવનામાં લીન સંતોને કેટલો
આનંદ આવતો હશે ! અકલંક : અહા ! એની શી વાત! જ્યાં સમ્યગ્દર્શનનો આનંદ
પણ સિદ્ધભગવાન જેવો અપૂર્વ છે, જેને આત્મા સિવાય બીજા કોઈની ઉપમા લાગુ પડી શકતી નથી, તો
મુનિદશાના આનંદની શી વાત ! નિકલંક : ભાઈ! બલિહારી છે આપણા જૈનધર્મની-કે જેના
સેવનથી આવા અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય છે. અકલંક : બંધુ! વાત તો એમ જ છે. ખરેખર જૈનશાસન એક
જ આ જગતના જીવોને શરણભૂત છે, પ... ણ..
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૧૯ નિકલંક : કહોને ભાઈ, તમે બોલતાં બોલતાં કેમ અટકી ગયા?
– ને શાની ચિંતામાં પડી ગયા? અકલંક : બંધુ! શું કહ્યું? ચિંતા તો આપણને બીજી શી હોય?
જીવનમાં માત્ર એક જ ચિંતા છે કે જૈનશાસનનો ઉદ્ધાર કેવી રીતે થાય? જગકલ્યાણકારી જૈનશાસનની વર્તમાન હાલત મારાથી જોઈ શકાતી નથી. અત્યારે ભારતમાં ઠેર ઠેર અન્ય ધર્મનું જોર ચાલી રહ્યું છે, જૈનધર્મ તો ભાગ્યે જ કયાંક દેખાય છે, તેથી અત્યારે તો જૈનધર્મના ઉદ્ધારની
જ ખાસ ચિંતા છે. નિકલંક : હું ભાઈ ! મને પણ જૈનધર્મના ઉધ્ધારની બહુ જ
ભાવના થાય છે; તો આપ કોઈ એવો ઉપાય વિચારો કે જેથી ભારતભરમાં જૈનધર્મનો મહાન પ્રભાવ
ફેલાય. અકલંક : બંધુ! મને એક યુક્તિ સૂઝી છે, અને વળી પિતાજીએ
જૈનશાસનને ખાતર જીવનનું બલિદાન કરવાની રજા
આપી છે. તેથી આપણો માર્ગ ઘણો સુગમ થશે. નિકલંક : કહો, કહો, ભાઈ ! કઈ યુક્તિ છે? અકલંક : સાંભળ ભાઈ ! અત્યારે ભારતભરમાં બૌદ્ધધર્મનું ઘણું
જોર છે, એટલે આપણે પ્રથમ તો બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો ખૂબ જ અભ્યાસ કરવો પડશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : અકલંક-નિકલંક
પછી આપણે તેની ભૂલ શોધીને સત્ય જૈનધર્મનો પ્રચાર
કરી શકીશું. નિકલંક : પણ ભાઈ ! એ બૌદ્ધલોકો આપણને જૈનોને કાંઈ
અભ્યાસ નહિ કરાવે. અકલંક : એનો પણ ઉપાય મેં વિચાર્યો છે. સાંભળ! (કાનમાં
કહે છે.) નિકલંક : વાહ, બહુ જ સરસ ઉપાય ! ધન્ય છે મોટા ભાઈ,
તમારી બુદ્ધિને. અકલંક : હવે આપણા કાર્યની સિદ્ધિ માટે જલદી અહીંથી
પ્રસ્થાન કરવું જોઈએ. નિકલંક : હા, પરંતુ જતાં પહેલાં આપણે આ વાત પિતાજીને
જણાવી દેવી જોઈએ નહિતર તેઓ આપણી શોધખોળ
કરશે. અકલંક : તારી વાત સાચી છે. ચાલો આપણે પિતાજીની આજ્ઞા લેવા જઈએ.
( પિતાજી પ્રવેશ કરે છે.) નિકલંક : લ્યો, આ પિતાજી આવી પહોંચ્યા....
(બન્ને ભાઈઓ હાથ જોડીને વંદન કરે છે.) અકલંક : પિતાજી! જૈનશાસનની સેવા ખાતર અમે દેશાંતર
જઈએ છીએ. આપ અમારી કાંઈ ચિંતા કરશો નહિ. અમારી સર્વ બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તન-મન-ધનવચન વગેરે સર્વસ્વથી અમે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૨૧ જૈનશાસનની સેવા કરશું, અને જૈનધર્મના ઝંડાને વિશ્વના ગગનમાં ફરકાવશું. જિનેન્દ્રભગવાન અમારા જીવનમાં સાથીદાર છે.
પિતાજી : ધન્ય છે પુત્રા... તમારી ભાવનાને. જાઓ, ખુશીથી જાઓ, તમારી યોજનામાં તમે સફળ થાઓ અને જૈનધર્મનો જયજયકાર વર્તાવો-એવા મારા આશીર્વાદ છે. તમારી શક્તિ ઉપર મને વિશ્વાસ છે અને જરૂર તમે તમારા કાર્યમાં સફળ થશો. જિનેન્દ્રભગવાન તમારું કલ્યાણ કરો !
)
(બન્ને પુત્રો નમસ્કાર કરીને જાય છે. જતાં જતાં કહે છે : બોલિયે... જૈનધર્મકી જય.
[૪] નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં
[ નાલંદા-બૌદ્ધવિદ્યાપીઠનો દેખાવ છે; ઘંટ વાગતાં આઠ-દસ બાળકો પોથી લઈ ને આવે છે. થોડી વારમાં બૌદ્ધગુરુ આવે છે. બાળકો ઊભા થઈને વિનય કરે છે. બધા બાળકો એક સાથે બોલે છે : ] बुद्धं शरणं गच्छामि। धम्मं शरणं गच्छामि । संघं शरणं गच्छामि। (ત્રણ વખત બોલે છે.) બૌદ્ધગુરુ : શિષ્યો ! આપણો બૌદ્ધધર્મ શ્રેષ્ઠ છે, તેની ઉપાસનાથી જીવો મોક્ષ પામે છે. આ જગતમાં બધું અનિત્ય છે. બધું સર્વથા અનિત્ય હોવા છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : અકલંક-નિકલંક
કેટલાક લોકો ભ્રમથી વસ્તુને નિત્ય માને છે, પરંતુ આપણો બૌદ્ધધર્મ એકાંત ક્ષણિકવાદી છે. બધું જ ક્ષણિક છે એમ સમજી તેનાથી વિરક્ત થવું એવો આપણા ધર્મનો ઉપદેશ છે. (અકલંક-નિકલંક બૌદ્ધશિષ્યોના વેષમાં આવે છે; આવીને
બૌદ્ધગુરુને નમસ્કાર કરે છે.) ગુરુ : આવો બાળકો! કયાંથી આવો છો? અકલંક : મહારાજ ! અમે સૌરાષ્ટ્ર દેશથી આવીએ છીએ. ગુરુ : બાળકો ! આટલે દૂરથી શા હેતુથી આવો છો? નિકલંક : સ્વામીજી! આપની આ નાલંદા વિદ્યાપીઠની અમે
ખૂબ પ્રશંસા સાંભળી છે, તેથી આ વિદ્યાલયમાં રહીને આપની પાસે બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા આવ્યા છીએ. માટે અમને આપના વિદ્યાલયમાં દાખલ કરો ને
બૌદ્ધધર્મનો અભ્યાસ કરાવો. ગુરુ : બાળકો! તમે જૈનધર્મી તો નથી ને? –કેમકે જૈનોને અમે
આ વિદ્યાલયમાં ભણાવતા નથી. અકલંક : નહિ મહારાજ! અમે તો બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા
આવ્યા છીએ. ગુરુ : ભલે, બહુ સારું. પરંતુ બૌદ્ધધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો તમે
સમજી શકશો? નિકલંક : જરૂર મહારાજ ! આ મારા મોટાભાઈ તો મહા
બુદ્ધિમાન અને એકપાઠી છે, –માત્ર એક વખત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં : ર૩ સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. અકલંક : અને આ મારા નાનાભાઈ પણ બહુ બુદ્ધિમાન છે,
માત્ર બે વખત સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. ગુરુ : ભલે, ખુશીથી અહીં રહીને ભણો, પરંતુ યાદ રાખજો કે
કદી પણ જૈનધર્મનો પક્ષ કરશો તો કડક શિક્ષા કરવામાં
આવશે–એવો આ વિદ્યાલયનો નિયમ છે. અકલંક : ભલે ગુરુજી! અમે આપના નિયમનું પાલન કરશું. ગુરુ : જાઓ, વર્ગમાં બેસો.
(વર્ગમાં જઈને બેસે છે ને બધાની સાથે બોલે છે.)
बुद्धं शरणं गच्छामि। धम्मं शरणं गच्छामि। संघं शरणं गच्छामि। ગુરુ : સાંભળો, વિદ્યાર્થીઓ! આજે હું તમને જૈનધર્મનું પ્રકરણ
સમજાવું, અને તેમાં શું ભૂલ છે તે બતાવું. આપણા બૌદ્ધધર્મના હિસાબે આ જગતમાં બધું સર્વથા ક્ષણભંગુર અનિત્ય જ છે; પરંતુ જૈનો તો વસ્તુને નિત્ય માને છે અને તેને જ વળી અનિત્ય માને છે. જુઓ, તેમના આ શાસ્ત્રમાં લખે છે કે નીવ: મસ્તિ, નીવ: નાસ્તિ, એટલે
કે જીવ છે, જીવ નથી. (૧) વિદ્યાર્થી : આમ કહેવાનું શું કારણ? ગુરુ : કારણ બીજાં શું હોય? –અજ્ઞાન!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ : અકલંક-નિકલંક (૨) વિદ્યાર્થી : પણ ગુરુજી! “જીવ છે” એમ કહે છે અને
વળી સાથે જ “જીવ નથી' એમ પણ કહે છે, – આવી સીધેસીધી મોટી ભૂલ જૈનો કેમ કરે ? જૈનો તો બુદ્ધિવાળા ગણાય છે. તો નીવ: મસ્તિ, નીવ: નાસ્તિ, એમ કહેવામાં તેમનું કાંઈ રહસ્ય તો નહિ હોય ને? કે પછી આપણને ભ્રમમાં નાખવા માટે તો એમ નહિ કહ્યું
હોય ને? (૩) વિદ્યાર્થી : મહારાજ! “નીવ: સ્તિ, નીવ: નાસ્તિ,” નો
અર્થ શું? ગુરુ (ગુસ્સે થઈ ને) : નીવ: સ્તિ એટલે જીવ છે, અને
નીવ: નાસ્તિ એટલે જીવ નથી. (૪) વિદ્યાર્થી : જીવ છે અને જીવ નથી એટલે શું? ગુરુ (ખિજાઈ ને) : માથાકૂટ મૂકો! અત્યારે મારું માથું દુઃખે છે.
કાલે સમજાવીશ.
(ગુરુ લમણે હાથ દઈને વર્ગમાંથી ચાલ્યા જાય છે. વિદ્યાર્થીઓ પણ એક પછી એક જાય છે. છેલ્લે માત્ર અકલંક અને નિકલંક રહે છે, ને ધીમેથી વાત કરે છે) અકલંક : ભાઈ ! ગુરુ શા માટે ભાગી ગયા એની તને ખબર
પડી? નિકલંક : હા, તેમનું માથું દુઃખતું હતું. અકલંક : નહિ, નહિ; માથું દુ:ખવાનું તો બહાનું હતું; ખરેખર
તો જૈન-સિદ્ધાંતનો અર્થ પોતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં : ૨૫ સમજી શકતા ન હતા તેથી મુંઝાઈને તેઓ ચાલ્યા ગયા છે. આમ આવ, તને એની ભૂલ સમજાવું.
(બને ગુરુના ટેબલ પાસે જઈને પુસ્તક જાએ છે.) અકલંક : જો વાંચ, આ શું લખ્યું છે? નિકલંક : નીવ: મસ્તિ, નીવ: નાસ્તિા ભાઈ ! આમાં “ચતુ'
શબ્દ તો રહી ગયો છે! અકલંક : શાબાશ! અહીં “ચાત' શબ્દ નહિ હોવાને કારણે જ
ગુરુ મુંઝાતા હતા અને તેથી જ માથું દુઃખવાનું બહાનું
કાઢીને તેઓ ચાલ્યા ગયા છે. નિકલંક : તો ભાઈ ! ચાલો આપણે અહીં સ્થાત્ શબ્દ ઉમેરીને
તેમનું માથું મટાડી દઈએ. અકલંક : હા, ચાલો તેમ કરીએ. પરંતુ આ વાત ખૂબ જ ગુપ્ત
રાખજે. જો આપણે પકડાશું તો જાનનું જોખમ છે.
(પુસ્તકમાં શબ્દ લખીને ગૂપચૂપ ચાલ્યા જાય છે. થોડી વાર પછી પાઠશાળાનો ઘંટ વાગે છે, વિધાર્થીઓ આવે છે. પાછળથી ગુરુ આવે છે. વિદ્યાર્થીઓ માન આપે છે. પછી બધા ભેગા થઈને બુદ્ધ શરણે ગચ્છામિ વગેરે ગોખે છે-) ગુરુ : ચાલો શિષ્યો! તમને દ્ધ કલનું જૈનધર્મનું બાનું પ્રકરણ
શીખવું. અકલંક : ગુરુજી! આજે આપનું માથું તો નથી દુઃખતું ને? ગુરુ : ના, આજે તો ઠીક છે.
(ગુરુ પુસ્તક ઉઘાડીને વાંચે છે : ) નીવ: સ્તિ, નીવ:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ : અકલંક-નિકલંક
નાસ્તિકા (પછી ચમકીને ફરીથી વાંચે છે-) અરે ! આમાં ‘ચાત્' શબ્દ લખેલો છે. નીવ: ચાત્ સરિત, નીવ:
स्यात् नास्ति।। (૧) શિષ્ય : ચાત્ એટલે શું ગુરુજી? ગુરુ : નીવ: ચાત્ સ્તિ એટલે કે જીવ કોઈ પ્રકારે અતિરૂપ
છે અને નીવ: ચાત્ નાસ્તિ એટલે કે જીવ કોઈ પ્રકારે
નાસિરૂપ છે. (૨) શિષ્ય : વાહ, આજ તો ચોખ્ખો અર્થ સમજાઈ ગયો. ગુરુ : સાચી વાત છે; કાલે ચત શબ્દ રહી જતો હતો તેથી
અર્થમાં ગડબડ થતી હતી, પરંતુ હવે તો ચાત્ શબ્દ આવી જવાથી અર્થ બરાબર સમજાઈ જાય છે. જૈનો કહે છે કે જીવ સ્યાત્ નિત્ય છે અને સ્યાત્ અનિત્ય છે. આ રીતે એક જ વસ્તુને તેઓ નિત્ય તેમ જ અનિત્ય કહે છે.
સમજ્યા ને બધા? શિષ્યો (ડોકું ધુણાવી) : જી હા... જી હા..
(ઘંટ વાગે છે; બધા શિષ્યો જાય છે; ગુરુ
મહારાજ એકલા વિચારમગ્ન બેઠા છે.) ગુરુ : અરે! ગજબ થઈ ગયો! આ પુસ્તકમાં ચાત્ શબ્દ
આવ્યો ક્યાંથી ? પુસ્તક ઉપર હાથ પછાડીને-જરૂર કોઈ જૈનનું જ આ કામ છે. હું પણ જે શબ્દ ન સમજી શક્યો અને જેનો મેળ મેળવવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં : ૨૭ માટે મહેનત કરતાં મારું માથું દુ:ખી ગયું તોપણ હું જેની સંધિ ન મેળવી શકયો, તે સંધિ માત્ર એક ચીત્ શબ્દ ઉમેરીને કોઈ જૈન વિદ્યાર્થીએ મેળવી દીધી છે. જરૂર એ કોઈ ભારે બુદ્ધિમાન છે; એના સિવાય બીજાનું આ કામ હોઈ જ ન શકે. જરૂર આ વિદ્યાલયમાં કપટથી બૌદ્ધનો વેષ ધારણ કરીને કોઈ જૈન ઘૂસી ગયેલ છે. પરંતુ વાંધો નહિ. હું કોઈ પણ ઉપાયે તેને પકડીને ફાંસીને માંચડે ચડાવીશ.
જમાદાર... ઓ. જમાદાર ! જમાદાર : જી સાહેબ! ગુરુ : જાઓ, અત્યારે ને અત્યારે ઇન્સ્પેક્ટરને બોલાવી લાવો.
(જમાદાર જાય છે. થોડી વારમાં ઇન્સ્પેક્ટર આવે છે.) ઇન્સ્પેક્ટર : નમસ્ત મહારાજ! ફરમાવો, આ સેવકને શી આજ્ઞા
છે? ગુરુ : જુઓ, આપણા વિદ્યાલયમાં ચોરીછૂપીથી કોઈ જૈન ઘૂસી
ગયેલ છે, તેને કોઈ પણ ઉપાયે આપણે પકડવાનો છે. ઇન્સ્પેક્ટર : પણ સ્વામીજી! આપણે તેને કઈ રીતે ઓળખીશું? ગુરુ : તેને માટે મેં એક-બે યુક્તિઓ વિચારી રાખી છે; અને
તમે પણ તેને પકડવાની તજવીજમાં રહેજો. ઇન્સ્પેક્ટર : જેવી આશા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮: અકલંક-નિકલંક
(ઇન્સ્પેક્ટર જાય છે...દશ્ય બદલાય છે... વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા
બેઠા ગોખી રહ્યા છે...) ગુરુજી (વેગપૂર્વક આવીને ગુસ્સાથી કહે છે) : ચૂપ કરો.
સાંભળો ! કાલે આ પુસ્તકમાં જૈનધર્મના પ્રકરણમાં ચાત શબ્દ ન હતો અને પાછળથી કોઈ કે લખ્યો છે. બોલી જાઓ...એ શબ્દ કોણે લખ્યો છે?
(બધા વિદ્યાર્થીઓ ભયથી ગુપચુપ બની જાય છે.) ગુરુ (ઉગ્રતાથી) : બોલો, કેમ કોઈ બોલતું નથી ? બધા વિદ્યાર્થીઓ એક સાથે : ગુરુજી, અમે કાંઈ જાણતા નથી. ગુરુ : એ શબ્દ તમારામાંથી જ કોઈકે લખ્યો છે. જેણે લખ્યો
હોય તે સીધી રીતે માની જાવ. નહિતર હું કડક શિક્ષા કરીશ. (કંઈ બોલતું નથી; થોડી વારે પહેલા વિદ્યાર્થી તરફ જોઈને ગુરુ
પૂછે છે- ) ગુરુ : બોલ, તેં આ લખ્યું છે? વિધાર્થી : જી.ના; નથી લખ્યું, અને કોણે લખ્યું છે તે પણ
જાણતો નથી, ગુરુ (બીજા વિદ્યાર્થી પ્રત્યે) : બોલ, તે લખ્યું છે? વિદ્યાર્થી :
જી. ના....મને કાંઈ ખબર નથી. (એ પ્રમાણે બાકીના બધા વિદ્યાર્થીને પૂછે છે; બધા વિદ્યાર્થી “જી...
ના” એમ કહે છે. છેવટે અકલંકને પૂછે છે) ગુરુ : બોલ, અકલંક ! તેં આ લખ્યું છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિધાપીઠમાં : ર૯ અકલંક : જી....ના; મેં નથી લખ્યું, અને કોણે લખ્યું છે તે પણ
હું જાણતો નથી. ગુરુ (ગુસ્સે થઈ ને) : હું જાણું છું કે કોઈક જૈન વિદ્યાર્થી અહીં
ગુસપણે ઘૂસી ગયેલ છે... પણ હું તેને પકડીને જ જંપીશ.
મંત્રીજી! અહીં આવો. મંત્રી : જી મહારાજ! ગુરુ : જાઓ, અંદરના ભાગમાં રસ્તા વચ્ચે એક જૈન મૂર્તિ
ગોઠવો, અને આ બધા વિદ્યાર્થીઓને એક પછી એક તે મૂર્તિને ઓળંગીને ચાલવાનું કહો. જે વિદ્યાર્થી તે મૂર્તિનું ઉલ્લંઘન ન કરે તેને પકડીને મારી પાસે હાજર કરો. જે ખરો જૈન હશે તે પોતાના દેવની મૂર્તિનું ઉલ્લંઘન નહિ
કરે.
મંત્રી : જેવી આશા.
(મંત્રી અંદર જઈ થોડી વારે પાછો આવે છે.) મંત્રી : મહારાજ! આપની આજ્ઞા અનુસાર મૂર્તિ ગોઠવી દીધી
છે, હવે એક પછી એક વિદ્યાર્થીને મોકલો અને આપ પણ
જેવા પધારો. ગુરુ : હા... ચાલો, વિદ્યાર્થીઓ! તમે પણ એકપછી એક અંદર
આવો અને જૈનમૂર્તિને ઉલ્લંઘન કરીને ચાલો. (ગુરુ અંદર જાય છે; પાછળથી એકપછી એક શિષ્ય જાય છે; છેવટે અકલંક અને નિકલંક બે જ બાકી રહે છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ : અકલંક-નિકલંક
નિલંક ( ગદ્ગદ્ થઈને) ભાઈ! આપણા માથે મોટું ધર્મસંકટ આવી પડયું. હવે આપણે શું કરશું ? જિનેન્દ્ર ભગવાન આપણા ઇષ્ટદેવ, -તેમની પ્રતિમાનું ઉલ્લંઘન આપણાથી કેમ થઈ શકે? પ્રાણ જાય તોપણ એમ ન જ બની શકે. અને જો તેમ નથી કરતાં તો હમણાં જ આપણે બૌદ્ધગુરુના હાથે પકડાઈ ને મૃત્યુ પામવાના, અને જૈનશાસનની સેવા માટેની આપણી ભાવના અધૂરી જ રહેવાની. વળી અત્યારે વિશેષ વિચાર કરવાનો પણ ટાઇમ નથી, કેમકે હમણાં જ મૂર્તિને ઉલ્લંઘન કરવાનો આપણો વારો આવશે.
અલંક (નિકલંકના વાંસા ઉપર હાથ મૂકીને) : બંધુ! પ્રાણ જાય તોપણ આપણા ઇષ્ટદેવ જિનેન્દ્ર ભગવાનનો અવિનય ન કરવાની તારી ભાવના જોઈને મને ઘણો આનંદ થાય છે. તારી એ ભાવનામાં અડગ રહેજે. જિનેન્દ્ર ભગવાન આપણા જીવનના સાથીદાર છે.
નિકલંક : પણ ભાઈ, મને ચિંતા થાય છે કે હવે આપણું શું થશે! તમે ઉત્પાદિક બુધ્ધિવાળા છો, તો અત્યારે કાંઈક યુક્તિ શોધી કાઢો.
અકલંક (જરા વાર વિચાર કરી ) : ભાઈ ! તું નિશ્ચિંત રહે. મને ઉપાય સૂઝી ગયો છે. લે આ દોરો ! જ્યારે આપણો વારો આવે ત્યારે એ મૂર્તિ પર આ દોરો નાંખીને તેને પરિગ્રહવાળી કલ્પી લેજે, એટલે એ મૂર્તિ જૈનમૂર્તિ મટી જશે, ને પરિગ્રહવાળી બની
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિધાપીઠમાં : ૩૧ જશે; પછી આપણે તેને ઓળંગીને ચાલ્યા જશું. નિકલંક : બહુ સારું. ભાઈ ! ધન્ય છે આપની બુદ્ધિને.
(અંદરથી સાદ પડે છે : અકુ-નિકુ! ઓ અકુ-નિકુ.) અકલંક : ચાલો ભાઈ, આપણો વારો આવ્યો.
(બને અંદર જાય છે. થોડી વારે અંદરનો પડદો ઊઘડે છે, ત્યાં એક મૂર્તિ અગર ચિત્ર પર દોરા પડેલા દેખાય છે. તરત પડદો પડે છે. થોડી વારે પડદો ઊઘડે છે ને બૌદ્ધગુરુ તથા મંત્રી ચિંતામગ્ન બેઠેલા દેખાય છે.) મંત્રી : મહારાજ ! દરેકે દરેક વિદ્યાર્થી મૂર્તિને ઓળંગીને ચાલ્યા
ગયા, માટે આમાં તો કોઈ જૈન હોય એમ લાગતું નથી. ગુરુ : નહિ, મંત્રીજી ! સંભવ છે કે આમાં પકડાઈ જવાની બીકે
પણ તે જૈનવિદ્યાર્થી મૂર્તિને ઓળંગી ગયો હોય. તેથી આજ રાત્રે હું એક નવી પરીક્ષા કરવા માગું છું. અને
તેમાં જે જૈન હશે તે જરૂર પકડાઈ જશે. મંત્રી : એવી કઈ યુક્તિ છે, ગુરુજી! ગુરુ : સાંભળો મંત્રીજી! માણસ જ્યારે ભર ઊંઘમાંથી ઝબકીને
જાગે છે ત્યારે તેના મુખમાંથી કુદરતી રીતે પોતાના ઇષ્ટદેવનું જ નામ નીકળે છે, તેથી એવી યોજના કરી છે કે, આજ રાતે દરેક વિદ્યાર્થીની પથારી પાસે ગુસપણે એક એક ચોકીદાર ગોઠવવો અને બધા વિદ્યાર્થીઓ જ્યારે ભરઊંઘમાં હોય ત્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર : અકલંક-નિકલંક
એકાએક ભયંકર કોલાહલ કરવો. એમ થતાં બધા વિધાર્થીઓ ઝબકીને જાગી ઊઠશે અને સૌ ઇષ્ટદેવનું નામ બોલવા લાગશે. તેમાં બૌદ્ધ વિદ્યાર્થીઓ તો બુદ્ધભગવાનનું નામ બોલશે, પરંતુ જે વિધાર્થી જૈન હશે તે બુદ્ધ ભગવાનનું નામ નહિ બોલે પણ તેના ઇષ્ટદેવ અરિહંતનું નામ બોલશે, એટલે તે પકડાઈ જશે. માટે આ સંબંધી
બધી વ્યવસ્થા તમે ગુપ્તપણે કરી લેજો. મંત્રી : જેવી આજ્ઞા... મહારાજ!
(મંત્રી જાય છે. પડદો પડે છે.)
[૫] આફત... અને બલિદાન ( રાત્રિનું દશ્ય. બે ખાટલા પાથરેલા છે. અકલંક-નિકલંક બેઠા છે
ને વાતચીત કરે છે.) નિકલંક : ભાઈ ! આપણી યુક્તિ તો બરાબર પાર પડી, પરંતુ
હવે આપણે ખૂબ જ સાવચેતીથી રહેવું પડશે. કેમકે બૌદ્ધગુરુને જૈનોની ગંધ આવી ગઈ છે, એટલે તેને
પકડવા તે આકાશ-પાતાળ એક કરશે. અકલંક : બંધુ! જૈનશાસનના પુણ્ય હજી તપે છે. જિનેશ્વદેવના
પ્રતાપે કાંઈ જ વાંધો નહિ આવે. ચાલો, હવે આપણે મનમાં મનમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને પછી સૂઈ જઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત... અને... બલિદાન : ૩૩ (બને હાથ જોડીને થોડી વાર સ્તુતિ કરે છે. પછી સૂઈ જાય છે. અંધારું થાય છે. નસકોરાં બોલે છે... કાળા વેશે એક ગુપ્તચર આવીને ગૂપચૂપ તેમની પથારી પાસે બેસી જાય છે. થોડી વારમાં અચાનક ધડાકા-ભડાકા ને જોરદાર કોલાહલ થાય છે. પડદામાંથી વિદ્યાર્થીઓનો દેકારો સંભળાય છે. અકલંક-નિકલંક પણ ઝબકીને જાગે છે. ને “અરિહંત. અરિહંત' એમ બોલવા લાગે છે.) નિકલંક : શું થયું, ભાઈ ! એકાએક આ શું થયું? ગુપ્તચર : દુષ્ટો ! તમે અરિહંતનું નામ બોલ્યા તેથી હું સમજી
ગયો છું કે તમે જૈન જ છો. ચાલો. બૌદ્ધ ગુરુ પાસે... એટલે એ તમારી ખબર લેશે.
(બન્નેને પકડીને લઈ જાય છે.) (બૌદ્ધગુરુ બેઠા છે, ત્યાં ગુપ્તચર અકલંક-નિકલંકને લઈને આવે
છે) ગુપ્તચર : મહારાજ! જ્યારે કોલાહલ થયો ત્યારે આ બન્ને
વિદ્યાર્થીઓ અરિહંતનું નામ લેતા હતા; તેથી હું તેમને
આપની પાસે લાવ્યો છું. ગુરુ (હસીને) : વાહ, અકલંક-નિકલંક! તમે ભણવામાં તો
બહુ ચાલાક હતા; સાચું બોલી જાઓ-તમે કોણ છો?
તમે જૈન છો ? અકલંક : મહારાજ ! આપની વાત સાચી છે; ક્વે જ્યારે ભેદ
ખૂલી ગયો છે ત્યારે અમારે પણ કાંઈ છુપાવવાનું નથી; અમે જૈન જ છીએ, અને અરિહંત દેવના પરમ ભક્ત છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : અકલંક-નિકલંક
ગુરુ : જુઓ બાળકો, જે થઈ ગયું તે થઈ ગયું, હજી પણ તમને બચવાની એક તક આપું છું. જો તમે જૈનધર્મ છોડીને બૌદ્ધધર્મ અંગીકાર કરવા તૈયાર હો તો હું તમને છોડી મૂકું. નહિતર તમને દેહાંતદંડની શિક્ષા થશે.
નિકલંક : દેહ જાય તો ભલે જાય, પરંતુ અમે અમારા વહાલા જૈનધર્મને કદી પણ છોડશું નહીં. જૈનધર્મ અમને પ્રાણથી પણ પ્યારો છે
શિર જાવે તો જાવે... પણ જૈનધ૨મ નહીં જાવે...
વિશ્વના કોઈ પણ ભયથી ડરીને અમે અમારા પ્યારા જૈનધર્મને છોડવાના નથી. જૈનધર્મને ખાતર આ પ્રાણ જાય કે રહે તેની અમને દરકાર નથી.
ગુરુ : ઠીક છે, જાવ ગુપ્તચર... અત્યારે તો આ બન્નેને જેલમાં પૂરી દો. અને આખી રાત ત્યાં સખત ચોકી પહેરો રાખજો. સવાર પડતાં જ રાજાની આજ્ઞા લઈને તેમને ફાંસીએ લટકાવી દેશું.
(ગુપ્તચર બન્નેને લઈ જાય છે ને જેલમાં પૂરે છે. જેલમાં અંધારામાં બન્ને ભાઈઓ વાતચીત કરે છે, બહાર પહેરેગીરો બેઠા છે.)
નિકલંક : મોટાભાઈ! આપણે બહુ આકરી કસોટીમાં મુકાઈ ગયા, હવે આમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે.
અકલંક: ધૈર્ય રાખ... બંધુ! ધૈર્ય રાખ... જિનેન્દ્રભગવાન જીવનમાં આપણા સાથીદાર છે. જૈનશાસનનો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત. અને બલિદાન : ૩૫ પ્રભાવ હજી તપી રહ્યો છે, તેથી જરૂર કુદરત આપણને
મદદ કરશે. નિકલંક : અહો, મોટાભાઈ ! આવા કટોકટીના પ્રસંગમાં પણ
આપ આવું મહાન વૈર્ય રાખી શકો છો-એ ખરેખર
આશ્ચર્યની વાત છે. અકલંક : બંધુ, જૈનશાસનનો એવો જ કોઈ અચિંત્ય મહિમા
છે કે સુખમાં કે દુ:ખમાં-સર્વ પ્રસંગમાં તે જીવને
શરણભૂત છે. નિકલંક : અહા ! જૈનશાસનની ખાતર આપણે આપણું જીવન
સમર્પણ કર્યું, જૈનશાસનને ખાતર ઘરબાર છોડીને અહીં આવ્યા, જૈનશાસનને ખાતર જાનનું જોખમ ખેડીને ગુસપણે અહીં અભ્યાસ કર્યો... ને હવે... જૈનશાસનની
સેવાની આપણા જીવનની ભાવના શું અધૂરી રહેશે? અકલંક : બંધુ! હવે એ ખેદ ભૂલી જાઓ. હવે તો બસ,
અંતરની આરાધનાને યાદ કરો.... અને એવી સમાધિની ભાવના ભાવો કે, જો કદાચિત આ ઉપદ્રવના પ્રસંગમાં જ આપણું મૃત્યુ થઈ જાય તો આપણે અન્નપાણીનો ત્યાગ છે... અને જો આ સંકટમાંથી આપણે છૂટીએ તો આપણું
સમસ્ત જીવન જૈનધર્મની સેવામાં અર્પણ છે. નિકલંક : હો બંધુ! આપની વાત ઉત્તમ છે. હું પણ એ જ
પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ સંકટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૩૬ : અકલંક-નિકલંક
માંથી પાર ન ઊતરીએ ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ છે, અને જો આમાંથી છૂટીએ તો બાકીનું જીવન જૈનધર્મની સેવામાં સમર્પણ છે.
(૧) પહેરેગીર : અરે! આ કલૈયાકુંવર જેવા ધર્મના પ્રેમી બે બાળકો કેવા હતાળ છે! આવા નિર્દોષ કુમારના સવારમાં પ્રાણ હણાઈ જશે... અરેરે ! કુદરત કેવી છે!
:
(૨) પહેરેગીર : ભૈયા, હમેં ભી બહુત દુ:ખ હોતા હૈ... લેકિન હમ ઈસમેં કયા કર સકે?
નિકલંક : ભાઈ, મને એક સ્તુતિ બોલવાનું મન થાય છે. અકલંક : બોલ ભાઈ, ખુશીથી બોલ ! હું પણ તેમાં સાથ પુરાવીશ.
(બહુ જ વૈરાગ્યથી સ્તુતિ બોલે છે)
મારા ધર્મસેવાનાં કોડ... પ્રભુજી! પૂરા કરજો આજ... મારા ભવનાં બંધન છોડ... આશા પૂરી કરજો નાથ...
શાસન સેવાની પ્રીતડી જાગી, ભવઉદ્વારક વીણા વાગી; ફરકે જૈન-ધરમનો ધ્વજ અવસર એવો દેજો નાથ... કે... મારા અવર મિથ્યાત્વી ધર્મ તજ્યા મેં, અનેકાન્તના પાઠ ભણ્યા મેં; ગાજે જૈન-ઘ૨મના નાદ આશા પૂરી કરજો નાથ... કે મારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત. અને બલિદાન : ૩૭
અકલંક : ભાઈ, ધર્મસેવાની તારી ભાવના સાંભળીને મને
આનંદ થયો. મને પણ એક ભાવના સ્કૂરી છે; એ
ભાવના દિનરાત નિરંતર ભાવવા જેવી છે. સાંભળદિનરાત મેરે સ્વામી... મેં ભાવના યે ભાવું; દેહુ-અંત કે સમયમં... તુમકો ન ભૂલ જાઉં... દિનરાત, શત્રુ અગર કો હોવે સંતુષ્ટ ઉનકો કરતું, સમતાકા ભાવ ધરકે સબસે ક્ષમા કરાઉં.... દિનરાત ત્યાગું અહાર-પાની ઔષધ વિચાર અવસર, તૂટે નિયમ ન કોઈ દઢતા હૃદયમેં ધારું... દિનરાત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ : અકલંક-નિકલંક
જાગે નહિ કષાયે નહિ વેદના સતાવે; તુમસે હી લો લગી હો, દુર્થાનકો હટાઉં... દિનરાત, આત્મસ્વરૂપકા ચિંતન આરાધના વિચારું અરહંત-સિદ્ધ-સાધુ રટના યહીં લગાઉં... દિનરાતo ધર્માતમાં નિકટ હો ચરચા ધરમ સુનાવું, વો સાવધાન રખેં ગાફલ ન હોને દેવે... દિનરાત જીનેકી હો ન વાંછા, મરને કી હો ન ખ્વાહિશ, પરિવાર મિત્રજનસે મેં મોહકો ભગાઉં.. દિનરાત ભોગ્યા જો ભોગ પહલે ઉનકા ન હવે સુમરન, મેં રાજસંપદા યા પદ ઇન્દ્રકા ન ચાહું.. દિનરાત સમ્યકત્વ કા હો પાલન હો અંતમેં સમાધિ, શિવરામ પ્રાર્થના યહું જીવન સફલ બનાઉ... દિનરાત (ગાયન સાંભળતા-સાંભળતાં પહેરગીરો ડોલે છે... ને પછી
ઘસઘસાટ ઊંઘી જાય છે. નસકોરાં બોલે છે.) નિકલંક : ભાઈ, ચાલો... દુ:ખમાં પરમ શરણભૂત અને
આનંદના નિધાન એવા ચૈતન્યસ્વરૂપનું ચિંતન કરીએ. અકલંક : હ ચાલો; ઘણું જ ઉત્તમ! જીવનમાં એ જ ખરું કરવા જેવું છે.
(બન્ને ભાઈઓ આત્મસ્વરૂપનું ચિંતન કરે છે.)
(નિરવ શાંતિ.. પહેરેગીરોના ઊંઘવાનો અવાજ.) અકલંક (નિકલંકનો હાથ પકડીને) : નિકુ... નિકુ! ચાલ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત. અને.. બલિદાન : ૩૯ ઊઠ! જલદી કર. જો આ પહેરેગીરો ભરઊંઘમાં પડ્યા છે... આપણે આ જેલ ટપીને ઝડપથી નાસી જઈએ. (બને જેલ ઠેકીને નાસી જાય છે : પહેલા અકલંક જેલ કૂદી જાય છે ને પછી નિકલંકને હાથનો ટેકો આપીને બહાર કાઢે છે... એકબીજા સાથે હાથ મિલાવીને બન્ને ભાઈઓ દેડતા ભાગે છે. પડદો પડે છે... બદલાય છે.)
બૌદ્ધગુરુ : પહેરેગીરો! જાઓ... અકલંક-નિકલંકને જેલમાંથી
અહીં લઈ આવો. પહેરેગીરો : જેવી આજ્ઞા !
(પહેરેગીરો જાય છે.. ને હાંફળા-ફાંફળા પાછા આવીને કહે
મહારાજ! મહારાજ! એ તો બન્ને જેલમાંથી છટકીને નાસી
છૂટયા છે... બૌદ્ધગુરુ : હું! શું કહો છો ! શું એ નાસી છૂટયા? ગજબ થઈ !
સિપાઈઓ જાવ, એ બન્નેને જલદી પકડી પાડો. જો એ નહિ પકડાય તો બૌદ્ધધર્મને મોટું નુકશાન પહોંચાડશે. હું જાણું છું કે, એકલા અકલંકમાં જ એવી તાકાત છે કે મોટા મોટા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : અકલંક-નિકલંક
સેંકડો વિદ્વાનોને તે હરાવી શકે તેમ છે. માટે ચારે તરફ સૈનિકોને દોડાવો અને ગમે તેમ કરીને એને પકડી...પાડો... જો જીવતા ન પકડાય તો ઠાર કરી નાખજો... જાઓ.. જલદી જાઓ...
(અનેક સૈનિકો ધમાધમ કરતા જાય છે. પડદો પડે છે. દશ્ય બદલાય છે...)
(અકલંક-નિકલંક દોડતા ભાગી રહ્યા છે... )
અકલંક ઃ ચાલ નિકલંક, જલદી ચાલ! જેમ બને તેમ વધારે દૂર નીકળી જઈએ.
નિકલંક : ભાઈ, જૈનધર્મનો પ્રભાવ છે કે આપણે જીવતા રહ્યા. (પડદામાંથી ધમાધમનો અવાજ આવે છે.)
અકલંક : ભાઈ, જો... દૂર દૂર બૌદ્ધના સૈનિકો આપણને પકડવા માટે આવી રહ્યા છે... તેઓ ખૂબ ઉશ્કેરાયેલા હશે... અને ઝનૂનમાં આવી ગયા હશે, એટલે આપણને છોડશે નહીં... આ વખતે બચવું મુશ્કેલ છે.
નિકલંક : ભાઈ, એમ કરો... આપ જલદી નાસવા માંડો, અને હું અહીં ઊભો ઊભો તેમને રોકી રાખીશ.
અકલંક ઃ અરે બંધુ! શું આવા સંકટમાં તને છોડીને હું એકલો ચાલ્યો જાઉં?
નકલંક : ભાઈ, મારા કરતાં તમે ઘણા હોશિયાર છો... જૈનશાસનની સેવા મારા કરતાં તમે વધારે કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત.. અને... બલિદાન : ૪૧ શકશો.... એટલે, તમારા જીવનની ખાતર નહિ પરંતુ જૈનશાસનની સેવાની ખાતર પણ તમે જલદી ભાગો. મારી ચિંતા છોડો. અત્યારે એક એક સેકન્ડ કિંમતી છે.
(ધમાધમ.... અને પકડો પકડો.. ના અવાજ આવે છે.) અકલંક : પણ બંધુ! તું મારો નાનો ભાઈ ! તને મૃત્યુના મુખમાં
એકલો મૂકીને જતાં મારા પગ કેમ ઊપડશે? નિકલંક : બંધુ! તમને પગે પડીને ફરીથી વિનવું છું કે અત્યારે
મારા જીવનનો નહિ, –પરંતુ જૈનશાસનની રક્ષાનો વિચાર કરો... જૈનશાસનની રક્ષા ખાતર કદાચ મારા જીવનનું
બલિદાન” દેવાશે તો હું મારા જીવનને સફળ માનીશ. ભાઈ ! મારું અને તમારું બન્નેનું જીવન જૈનશાસનને માટે જ અર્પાયેલું છે. માટે એક પળનો પણ વિલંબ કર્યા વગર જિનેન્દ્ર ભગવાનનું નામ લઈને ઝડપથી નાસી જાઓ.. જુઓ.. દૂર પેલું સરોવર દેખાય છે ત્યાં જઈને કમળના પાન નીતે છૂપાઈ જાઓ... અને જીવનમાં જૈનશાસનની વિજયધજા ફરકાવજે... જાઓ... ભાઈ...
જલદી જાઓ... અકલંક (ગદ્ગદ્ થઈ ને) : બંધુ... એના કરતાં તે નાસી જા...
અને હું અહીં ઊભો રહીને સૈનિકોને રોકી રાખીશ. નિકલંક : (ગળગળો થઈ ને) : ભાઈ, –ભાઈ ! હવે એક શબ્દ
પણ બોલ્યા વગર જલદી નાસવા માંડો...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ર : અકલંક-નિકલંક
જૈનશાસનની ખાતર, હવે એક પળ પણ ગુમાવ્યા વગર તમે જલદી ભાગો.. અત્યારે મારા કે તમારા જીવનનો સવાલ નથી, અત્યારે તો જૈનશાસનની રક્ષાનો સવાલ છે... વિલંબ કરશો તો આપણે બન્ને સપડાઈ જશું... માટે તમે જલદી જાઓ. જૈનશાસનની પ્રભાવના જેટલી આપ કરી શકશો તેટલી હું નહિ કરી શકું.. માટે જૈનશાસનની સેવા ખાતર આપ આપનું જીવન બચાવો. જાઓ..
ભાઈ... જલદી જાઓ. (પડદામાંથી પોલીસનો અવાજ : એ... જાય.. પકડો... પકડો ) અકલંક (ખૂબ જ ગળગળા અવાજે) : બંધુ. બંધુ! તું
જૈનધર્મનો પરમભક્ત છે. નિરુપાયે અત્યારે જૈનધર્મને ખાતર તને એકલો મૂકીને મારે જવું પડે છે. ભાઈ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત.. અને. બલિદાન : ૪૩ જિનેન્દ્ર ભગવાન તારું કલ્યાણ કરો. (બન્ને ભાઈઓ
ખૂબ જ લાગણીપૂર્વક એકબીજાને ભેટે છે.) સિપાઈઓ : પકડો. બન્નેને પકડી લ્યો... ન પકડાય તો ઠાર
કરો... નિકલંક : જાઓ ભાઈ... જલદી કરો..
(અકલંક નાસવા માંડે છે.. સરોવરમાં સંતાઈ જાય છે.) (નિકલંકની પાછળ સૈનિકો ધમાધમ કરતા દોડી રહ્યા છે. બંધાય
અંદર જાય છે. નિકલંક નાસતો નાસતો ફરીને રંગભૂમિ ઉપર
આવે છે. ત્યાં સામેથી એક ધોબી આવે છે.) ધોબી : અરે, બાબા ! કયું ભાગતે હો? નિકલંક (હાંફતાં) : અરે.... પીછે લશ્કર મારકું આ રહા હૈ. ધોબી : હું! ચલો.... ભાગો ભાગો.
(સૈનિકો મારો.... મારો કરતા આવે છે.) ધોબી : અરે ભૈયા? મુઝે ભી સાથ મેં લે ચલ. યે લશ્કર મુઝે
માર ડાલેગા ! નિકલંક : ડરો મત! ચલો મેરી સાથ! મેં આપકો એક મંત્ર દેતા
હૂં... અગર સિપાહી આપકો માર ડાલે તો “અરિહંતઅરિહંત” એસા નામ જપા કરના... મરતે મરતે ભી યહુ
નામ નહીં છોડના ધોબી : અચ્છા... બહુત અચ્છા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ : અકલંક-નિકલંક
(ધોબી ભાગતો જાય છે ને અરહંત અરહંત કરતો જાય છે.) ધ... ડા... ક! ધ. ડા... ક!
(સૈનિકો નજીક આવીને બન્નેને ઠાર કરે છે.) નિકલંક : હું...! અરહંત... અરહંત.... અ... ૨
(પ્રાણત્યાગ... બલિદાન) સૈનિકો : ચાલો... આપણું કામ પૂરું થયું. આ બન્ને જીવતા
પકડાય તેમ ન હતા... તેથી અહીં જ તેમને ઠાર કર્યા... ચાલો, હવે જલદી આ સમાચાર બૌદ્ધગુરુને પહોંચાડીએ. [ સૈનિકો જાય છે. નીરવ કરુણ શાંતિ છવાઈ જાય છે..... નિકલંકનો મૃતદેહ ત્યાં પડ્યો છે. થોડી વારે અકલંક ધીરે ધીરે શિથિલ પગલે આવે છે. અચાનક નિકલંકના દેહ ઉપર દૃષ્ટિ પડતાં જ “હા! નિકલંક... નિકલંક ! ભાઈ... મારો ભાઈ !” એવા પોકારપૂર્વક તેને ભેટી પડે છે. થોડી વાર ગંભીરતાથી તેની સામે જોઈ રહે છે. પછી ઘૂંટણભર થઈને કહે છે : ઘણા જ વૈરાગ્ય અને કરુણ ભાવે બોલે છે...]
અહા ! જૈનધર્મની ખાતર મારા ભાઈએ હસતાં-હસતાં પોતાના પ્રાણનું બલિદાન” કર્યું... પોતાના પ્રાણ કાઢીને એણે જૈનશાસનમાં નવા પ્રાણ પૂર્યા. બંધુ! જૈનશાસનની ખાતર આપેલું તારું બલિદાન નિષ્ફળ નહિ જાય... અહા, પ્રાણ કરતાં પણ જૈનધર્મને તેં પ્યારો ગણ્યો... આવો તારો જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ... એ પરભવમાંય તારું કલ્યાણ કરશે, અને તને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આફત. અને બલિદાન : ૪૫
S So)
બલિદાન અને પ્રભાવના ( નિકલંકના મૃતદેહ સમીપ અકલંક પ્રતિજ્ઞા કરે છે....)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ : અકલંક-નિકલંક
આ સંસારસાગરથી પાર ઉતારશે. બંધુ! તું તારા પ્રાણનું બલિદાન આપીને પણ મને બચાવ્યો... તો હવે જૈનધર્મના ઉદ્ધારનું આપણું કાર્ય હું જરૂર પાર પાડીશ.. આ તારા બલિદાન પાસે હું પ્રતિજ્ઞા કરું છું કે : જેણે તારા પ્રાણનું બલિદાન લીધું એવા બૌદ્ધધર્મને હરાવીને આખા ભારતભરમાં જૈનધર્મનો વિજયધ્વજ ફરકાવીશ... જ્યારે આખા ભારતમાં, ગામે ગામ અને ઘરેઘર જૈનધર્મનો ધ્વજ ફરકતો હું જોઈશ ત્યારે જ મારા આત્માને શાંતિ થશે.” [ અકલંકના આ ઉદ્દગારોને પ્રેક્ષકસભાએ તાલીઓના ગડગડાટથી વધાવ્યા. સાથે સાથે “બલિદાન” ના દશ્યની અનેક શ્રોતાઓની આંખમાં કરુણરસનાં ઝળઝળિયાં પણ આવી ગયાં... પડદો ધીમે ધીમે બંધ થવા લાગ્યો.... ને આ રીતે, “ અકલંક-નિકલંક” નાટકમાં “બલિદાન' નામનો પહેલો અંક પૂરો થયો.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંક-નિકલંક
[ અંક બીજો]. પ્ર.. ભા.. વ... ના
મંગલ વંદના વંદન અમારાં પ્રભુજી તમને.... વંદન અમારા ગુરુજી તમને... વંદન. વંદન અમારાં સિદ્ધ પ્રભુને. વંદન અમારાં અરિહંતદેવને વંદન. વંદન અમારા સૌમુનિરાજને... વંદન અમારાં ધર્મ-શાસ્ત્રોને... વંદન. વંદન અમારાં બધા જ્ઞાનીને.... વંદન અમારાં ચૈતન્યદેવને.. વંદન. વંદન અમારા આત્મસ્વભાને.... વંદન અમારાં આત્મ-ભગવાનને... વંદન.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉ... પો૬. ઘા... ત આ સંવાદના પહેલા અંકમાં અકલંક-નિકલંકની બાલ્યાવસ્થા, બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા, જૈનશાસનની સેવાની ધગશ, નાલંદાના બૌદ્ધવિધાલયમાં અભ્યાસ, ચાતુ શબ્દ સુધારતાં પકડાઈ ગયા, પછી જેલમાંથી નાસી છૂટયા.. ને નાસતાં-નાસતાં અંતે પ્રભાવના ખાતર નિકલંકનું બલિદાન દેવાયું. એ દશ્યો રજા થયા.
હવે બીજા ભાગનું નામ છે-“પ્રભાવના”
નિકલંકના બલિદાન પાસે અકલંક, બૌદ્ધને હરાવીને ભારતભરમાં જૈનધર્મનો વિજયઝંડો ફરકાવવાની જે પ્રતિજ્ઞા કરી હતી તે કઈ રીતે પૂરી થાય છે અને જૈનધર્મની કેવી મહાન પ્રભાવના થાય છે, તે આપ હવે બીજા અંકમાં જશો.
શરૂઆતમાં ઉજ્જૈન નગરીના રાજદરબારનું દશ્ય છે. ઉજ્જૈનના મહારાજાને બે રાણીઓ, તેમાંથી એક જૈનધર્મની ભક્ત, ને બીજી બૌદ્ધધર્મની ભક્ત; સંવાદમાં આ રાણીઓનાં પાત્ર દર્શાવવાનું મુશ્કેલ હોવાથી, આપણા સંવાદમાં બન્ને રાણીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્રોજિનકુમાર અને બુદ્ધકુમાર-નાં પાત્રો રાખવામાં આવ્યાં છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧] જૈન-રથયાત્રામાં રૂકાવટ
| [ ઉજ્જૈનનગરીની રાજસભા ભરાણી છે, ચાર દરબારી બેઠા છે.] છડીદાર : સોને કી છડી. ચાંદી કી છડી. મોતીયનકી માલા....
નેકનામદાર ઉજ્જૈન-અધિપતિ મહારાજા પધારે છે....
[ રાજા પ્રવેશ કરે છે, દરબારીઓ ઊભા થઈને માન આપે છે,
રાજા સિંહાસન પર બેસે છે.] રાજા : કમ મંત્રીજી! શા સમાચાર છે? મંત્રી : મહારાજ! હમણાં તો જૈનધર્મની અષ્ટાલિકાના દિવસો
ચાલે છે, તેથી રાજ્યભરમાં ધર્મનો ધમધોકાર ચાલી
રહ્યો છે. રાજા : હા, જિનકુમાર દરરોજ જિનેન્દ્રભગવાનના અભિષેકનું
ગંધોદક લાવે છે ને હું તેને માથે ચડાવું છું. હવે આજે તો છેલ્લો દિવસ છે; રાજકુમાર ગંધોદક લઈ ને હુમણાં
આવવા જોઈએ... છડીદાર : જૈનધર્મના પરમ ભક્ત જિનમતી મહારાણીના પુત્ર
જિનકુમાર પધારી રહ્યા છે.
[ રાજકુમાર આવે છે. હાથમાં ગંધોદકનો કટોરો છે.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫) : અકલંક-નિકલંક જિનકુમાર : નમસ્તે.. પિતાજી! લીજિયે, આ જિનેન્દ્ર
ભગવાનનું ગંધાદક. [ રાજા ઊભો થઈ, બે હાથે ગંધોદક લઈ મસ્તકે તથા આંખે
લગાડે છે. ] જિનકુમાર : પિતાજી! આજે અષ્ટાલિકાનો ઉત્સવ પૂરો થાય છે;
અને દર વર્ષે આ ઉત્સવની પૂર્ણતાના હર્ષમાં મારા જિનમતી-માતાજી જિનેશ્વરભગવાનની મહાન રથયાત્રા કઢાવે છે. તે પ્રમાણે આ વર્ષે પણ એવી જ ભવ્ય
રથયાત્રા કાઢવા માટે મારા માતાજી આપની આજ્ઞા માગે છે. રાજા : પુત્ર! ભગવાનની રથયાત્રા કાઢવામાં મારી આજ્ઞા શી
હોય! હું તો ભગવાનનો સેવક છું. ખુશીથી રથયાત્રા કાઢો; અને સારી ઉર્જેનનગરીમાં આનંદથી ફેરવીને
ધર્મની પ્રભાવના કરો. મંત્રીજી ! આ પ્રસંગે આખી ઉર્જેનનગરીને શણગારવાનો પ્રબંધ
કરજો. મંત્રી : જેવી આજ્ઞા મહારાજ! નગરશેઠ : અહા, મહારાજ ! દર વર્ષે જૈનમતી-મહારાણી આ
રથયાત્રા કાઢે છે તે ઉજ્જૈનનગરીને માટે એક ઘણો જ
ભવ્ય અને આનંદનો પ્રસંગ છે. સેનાપતિ : અરે, આ રથયાત્રા જોવા તો દેશદેશથી લાખો જીવો
આ ઉર્જેનનગરીમાં ઊભરાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન-રથયાત્રામાં રૂકાવટ : ૫૧ ખજાનચી : અને એ પ્રસંગે તો આપણા રાજભંડારમાંથી કરોડો
સોનામહોરો વપરાય છે ને રત્નજડિત સુવર્ણરથમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવાનનો અદ્દભુત વૈભવ દેખીને નગરીના અનેક જીવો સમ્યગ્દર્શન પામી જાય છે, અનેક
જીવો જૈનધર્મ અંગીકાર કરે છે. રાજા : ખરેખર, આવી રથયાત્રા એ તો ઉજ્જૈનનગરીની
શોભા છે. છડીદાર : બુદ્ધમતી મહારાણીના પુત્ર બુદ્ધકુમાર પધારે છે.
| [ બુકુમાર ઝડપથી, હાંફતો હાંફતો પ્રવેશ કરે છે. ] બુદ્ધકુમાર : નમસ્તે પિતાજી ! મારા માતાજી બુદ્ધમતિ વિનતિ
કરે છે કે અમારા બૌદ્ધધર્મના મહાન આચાર્ય-સંઘશ્રી ઉજ્જૈનનગરીમાં પધાર્યા છે તેથી તેની ખુશાલીમાં અમારા બુદ્ધભગવાનની એક મહાન રથયાત્રા કાઢવાની અમારી ભાવના છે, તો તે માટે આપ
આજ્ઞા આપો. રાજા : બહુ સારું, પુત્ર! ખુશીથી કાઢજો. બુદ્ધકુમાર : પરંતુ, પિતાજી ! મારી માતાએ સાથે સાથે એમ
પણ કહેવડાવ્યું છે કે જૈનોની રથયાત્રા તો દરવર્ષે નીકળે જ છે, માટે આ વખતે અમારી -બૌદ્ધોનો રથ પહેલો નીકળે, ને જૈનોનો રથ પછી નીકળે –એવી આપ આજ્ઞા કરો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર : અકલંક-નિકલંક નગરશેઠ વગેરે (આશ્ચર્યથી) : હું! શું આવી માગણી કરી છે? જૈનકુમાર (ગળગળો થઈને) : પિતાજી, પિતાજી! એમાં તો
જૈનધર્મનું અપમાન થાય! આપ એવી આજ્ઞા ન આપશો... મારી માતા જૈનધર્મનું અપમાન સહન નહિ
કરી શકે. બુદ્ધકુમાર (કટાક્ષથી) : હું! અને મારી માતા પણ બૌદ્ધધર્મનું
અપમાન સહન નહિ કરી શકે. રાજા (લમણે હાથ મૂકીને) : આ તો ભારે થઈ ! એક રાણી
જૈનધર્મનો પક્ષ ખેંચે છે ને બીજી રાણી બૌદ્ધધર્મનો પક્ષ ખેંચે છે. મારે તો બન્ને રાણીઓ સરખી. હવે આનો નીવડો કઈ રીતે લાવવો? મંત્રીજી ! આમાંથી કાંઈક રસ્તો
કાઢો. મંત્રી (થોડી વાર વિચારીને) : મહારાજ ! આનો એક ઉપાય
મને સૂઝે છે. રાજા : શું ઉપાય છે-કહો, કહો ! મંત્રી : જુઓ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ-એ બન્નેના વિદ્વાનો આ
રાજસભામાં પધારે, અને વાદવિવાદ કરે.. વાદવિવાદમાં
જે જીતે તેનો રથ પહેલો નીકળે. રાજા : વાહ, ઘણું જ ઉત્તમ! બોલો, રાજકુમારો! તમારે આ
કબૂલ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનરથયાત્રામાં રૂકાવટ : પ૩ જૈનકુમાર : જી હા, મહારાજ! અમારે જૈનો તરફથી આ વાત
કબૂલ છે. રાજા : બોલો બુદ્ધકુમાર! તમારે? બુદ્ધકુમાર : મહારાજ! હું મારી માતાને પૂછી આવું.
(કુંવર જાય છે... થોડીવારે પાછો આવે છે.)
બુદ્ધકુમાર : મહારાજ! મારા માતાજીને પણ એ વાત કબૂલ છે.
અને અમારા બૌદ્ધધર્મ તરફથી આચાર્ય સંઘશ્રી પોતે જ
વાદવિવાદ કરશે. રાજા : સારું અને જૈનકુમાર! તમે પણ તમારા તરફથી
વાદવિવાદમાં કોણ ઊભું રહેશે, તે તમારી માતાને પૂછીને
જણાવજો. જૈનકુમાર : જેવી આશા. રાજા : મંત્રીજી! તમે આખી ઉર્જેનનગરીમાં ઢંઢેરો પીટાવી દેજો
કે આવતી કાલે રાજસભામાં જૈનો અને બૌદ્ધો વચ્ચે વાદવિવાદ થવાની છે, તે સાંભળવા માટે સમસ્ત
પ્રજાજનોને રાજદરબારમાં આવવાની છૂટ છે. મંત્રી : જેવી આજ્ઞા. રાજા : બસ, ત્યારે આજની સભા બરખાસ્ત થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] સંઘની મૂંઝવણ અને અકલંકનું આગમન
[શાસ્ત્રસભા ચાલી રહી છે; સંઘપતિ વગેરે બેઠા છે; એક પછી એક શ્રાવકો શાસ્ત્રપોથી લઈને આવે છે... તત્ત્વાર્થસૂત્ર વંચાય છે. શરૂઆતમાં બધા એક સાથે મંગલાચરણ બોલે છે : ]
મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી; મંગલ કુંદકુંદાર્યો, જૈનધર્મોસ્તુ મંગલ. મોક્ષમાર્ગસ્ય નેતા૨, ભેત્તારું કર્મભુમૃતામ; જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં, વન્દે તદ્દગુણલબ્ધયે.
સંઘપતિજી શાસ્ત્ર વાંચે છે :
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग : ।। १।। तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्।। २।।
અહો ! ચૈતન્યમૂર્તિ આત્મતત્ત્વનું સમ્યક્ શ્રદ્ધાન તે એક જ આ ભવસાગરથી તારનારું જહાજ છે. જેઓ દુ:ખમય સંસારસમુદ્રમાં ડૂબવા ન માંગતા હોય... ને તેને તરીને મોક્ષપુરીમાં અનંત સિદ્ધભગવંતોના ધામમાં જવા ચાહતા હોય, તેઓ નિરંતર... દિવસે અને રાત્રે, ક્ષણે અને પળે, આ સમ્યગ્દર્શનનો પુરુષાર્થ કરો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંકનું આગમન : પપ
સમ્યગ્દષ્ટિને જૈનધર્મની પ્રભાવનાનો પરમ ઉત્સાહ હોય છે. ભગવાનની રથયાત્રા વગેરે મહોત્સવ વડે તે જૈનધર્મની પ્રભાવના કરે છે. જુઓને, આપણા મહારાણી સાહેબ જિનમતિ દરવર્ષે કેવી ભવ્ય રથયાત્રા કાઢે છે ! કાલે પણ એવી જ ભવ્ય રથયાત્રા નીકળશે... તેમાં સૌ ઉત્સાહથી ભાગ લેજો.
(દિનકુમાર હંફતો હાંફતો આવે છે...) સંઘપતિ : પધારો! કુંવરજી પધારો! કેમ આમ અચાનક પધારવું
થયું? કુંવર : સંઘપતિજી! મારા માતાજીએ અગત્યનો સંદેશ કહેવા
માટે મને મોકલ્યો છે. સંઘપતિજી : કહો, માતાજીની શી આજ્ઞા છે? કુંવર : આપ સૌ જાણો છો કે દરવર્ષે આપણે જિનેન્દ્ર
ભગવાનની રથયાત્રા કાઢીએ છીએ. પરંતુ આ વખતે બૌદ્ધમતિ-માતાએ વચ્ચે પડીને હઠ લીધી છે કે જૈનોનો
રથ પહેલાં ન નીકળે, પણ બૌદ્ધનો રથ પહેલો નીકળે. બધા સાથે (ચોંકીને) : અરે, પછી શું થયું? કુંવર : પછી તો મહારાજા સાહેબે એમ નક્કી કર્યું છે કે જૈનો
અને બૌદ્ધોનો રાજસભામાં વાદવિવાદ થાય; તેમાં જે જીતે તેનો રથ પહેલો નીકળે. આપણે આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે, એટલે હવે આવતી કાલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : અકલંક-નિકલંક
બૌદ્ધના આચાર્ય-સંઘશ્રી સાથે વાદવિવાદ કરી શકે એવા કોઈ સમર્થ વિદ્વાનને આપણા તરફથી તૈયાર કરવાના છે. અને એ માટે જ મારા માતાજીએ મને આપની પાસે
મોકલ્યો છે. સંઘપતિ : અરે, આ તો જૈનશાસનની પ્રતિષ્ઠાનો સવાલ છે” કુંવર : જી હા! એટલે જ મારા માતાજીએ પ્રતિજ્ઞા કરી છે કે
જ્યાં સુધી બૌદ્ધગુરુને હરાવીને જૈનનો રથ પહેલો ચલાવે એવા કોઈ વિદ્વાન ન આવે ત્યાં સુધી તેમને આહારપાણીનો ત્યાગ છે.. અને હાલ, તેઓ જિનમંદિરમાં
પ્રભુજી-સન્મુખ ધ્યાનમાં બેઠા છે.” બધા સાથે : અરે, અરે! મહારાણીએ આવી આકરી પ્રતિજ્ઞા
કરી ? સંઘપતિ (મુંઝવણથી) : અરે, બૌદ્ધના સંઘશ્રી–આચાર્ય
મહા વિદ્વાન છે ને તેની સામે ટકીને તેને હરાવી શકે એવા કોઈ વિદ્વાન અત્યારે આપણી ઉર્જેનનગરીમાં નથી. અરેરે! જૈનધર્મ ઉપર મહા સંકટ આવ્યું... હવે શું થશે? મહારાણીએ તો આકરી પ્રતિજ્ઞા લઈને અન્નપાણી પણ છોડયાં. આપણે સૌ પણ પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્યાં સુધી મહારાણી અન્નપાણી ગ્રહણ ન કરે ત્યાં સુધી અમારે પણ અન્નપાણીનો ત્યાગ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંકનું આગમન : ૫૭ [ બધા વિચારમગ્ન બેસી જાય છે..એકદમ શાંતિ છવાઈ જાય
છે... થોડિ વારમાં આકાશમાંથી નીચે મુજબ ગેબી અવાજ થાય છે...]
“ધર્મ બંધુઓ ! ચિંતા ન કરો.... જૈનધર્મની મહાન પ્રભાવના કરે એવા એક સમર્થ વિદ્વાન હમણાં જ તમારી નગરીમાં આવી પહોંચશે.'
(આકાશવાણી સાંભળીને બધા હર્ષ કરે છે.) સંઘપતિ : અહા ! જાઓ, જાઓ! ગગનમાંથી દેવો પણ
જૈનધર્મના વિજયની આગાહી આપે છે. માટે આપણે હવે ચિંતા છોડો અને મહારાણીજીને આ વધામણી જલદી પહોંચાડો, ને એ પ્રભાવશાળી વિદ્વાનના મહાન સ્વાગતની
તૈયારી કરો. શ્રોતાઓ : હું ચાલો.
(બધા અંદર પડદામાં જાય છે. બેન્ડવાજાં સંભળાય છે. વાજસહિત અકલંકનું સ્વાગત કરીને સ્ટેજ ઉપર લાવે છે.
અકલંક અને સંઘપતિ ઉચ્ચાસને બેસે છે.) સંઘપતિ : પધારો, વિદ્વાન પધારો! આપના જેવા પ્રભાવશાળી
સાધર્મીને દેખીને અમને ઘણો જ આનંદ થાય છે. આપનો
પરિચય આપવા કૃપા કરશો. અકલંક : મારું નામ અકલંક; અતદેવનો હું પરમ ભક્ત;
માન્યખેટ નગરીના રાજમંત્રીનો હું પુત્ર. મારો નાનો ભાઈ નિકલંક. અમે બન્ને ભાઈઓએ અમારું જીવન જૈનશાસનની સેવામાં સમર્પણ કર્યું હતું. મારા ભાઈ નિકલંકે તો જૈનધર્મની સેવા ખાતર બલિદાન દીધું,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : અકલંક-નિકલંક
અને હવે જૈનશાસનની સેવાનું બાકી રહેલું કામ પૂરું કરવા માટે હું દેશોદેશમાં ફરું છું. આપ સૌ સાધર્મબંધુઓને દેખીને મને ઘણો જ આનંદ થાય છે.
અહીંનો સંઘ સર્વ પ્રકારે કુશળ છે ને? સંઘપતિ : બંધુ! શી વાત કરું! અત્યારસુધી તો અમારો સંઘ
મોટી ચિંતામાં હતો, પરંતુ હવે આપના પધારવાથી
અમારી સર્વ ચિંતા દૂર થઈ છે. અકલંક : એવી તે કઈ મોટી ચિંતા હતી ? સંઘપતિ : સાંભળો બંધુ, અહીં આવતી કાલે જૈનધર્મની મહાન
રથયાત્રા નીકળવાની હતી, પરંતુ અહીંની બોદ્ધરાણીએ હઠ લીધી છે કે પહેલાં બૌદ્ધનો રથ ચાલે ને પછી જૈનનો. એટલે મહારાજાએ એમ નક્કી કર્યું છે કે જૈનો અને બૌદ્ધો વચ્ચે સૈદ્ધાંતિક ચર્ચા થાય, અને તેમાં જે જીતે તેનો રથ પહેલો નીકળે. હવે જો બૌદ્ધ-આચાર્યને આપણે વાદવિવાદમાં જીતી શકીએ તો જ આપણી રથયાત્રા પહેલી નીકળી શકે. પરંતુ અમારી ઉજ્જૈન નગરીમાં તો એવો કોઈ સમર્થ વિદ્વાન ન હતો કે જે બૌદ્ધગુરુને હરાવી. શકે. તેથી અમે મહાન ચિંતામાં પડ્યા હતા અને મહારાણી સહિત અમે સૌએ અન્નપાણીનો ત્યાગ કર્યો હતો. ત્યાં તો ગગનમાં ગેબી અવાજ કરીને જૈનધર્મની ભક્ત પદ્માવતીદેવીએ આપના શુભ આગમની આગાહી આપી. હવે આપના જેવા સમર્થ વિદ્વાન પધારતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંકનું આગમન : પ૯
અમારી બધી ચિંતા દૂર થઈ છે. અમને ખાતરી છે કે બૌદ્ધઆચાર્યને આપ વાદવિવાદમાં જરૂર જીતી લેશો, ને
જૈનધર્મનો વિજયડંકો વગાડશો. અકલંક ( હોંશથી; છાતી ઠોકીને) : વાહ, વાહ! એતો મારું જ
કામ! હું આવા જ પ્રસંગની રાહ જોતો હતો. બૌદ્ધના સંઘશ્રી આચાર્ય તો શું, -પરંતુ એના સાક્ષાત્ બુદ્ધભગવાન આવે તોપણ ધર્મના વાદવિવાદમાં મારી સામે કોઈ ટકી શકે એમ નથી. (બધા હર્ષપૂર્વક એક સાથે બોલી ઊઠે છે) : વાહ! વાહ!
બોલિયે.... જૈનધર્મકી જય. સંઘપતિ : ઠીક ત્યારે, હવે આપણા તરફથી આ અકલંકકુમાર
વાદવિવાદ કરશે, એ સમાચાર આપણે બૌદ્ધગુરુને મોકલી
આપીએ. અકલંક : ઘણી ખુશીથી. મારા નાનાભાઈના બલિદાનનો યોગ્ય
બદલો લેવાનો અને જૈનધર્મની મહાન પ્રભાવના કરવાનો આ પ્રસંગ આવ્યો છે. લાવો હું જ તેને સંદેશો લખી
આપું. (ચિઠ્ઠી લખીને આપે છે.) સંઘપતિ : ધન્યકુમાર! જાઓ, આ પત્ર બૌદ્ધઆચાર્યને આપી આવો.
(તે જઈને થોડીવારે પાછો આવે છે.) સંઘપતિ : કેમ, ધન્યકુમાર! પત્ર આપી આવ્યા? ધન્યકુમાર : જી હા; આવો મહાન વિદ્વત્તાભરેલો પત્ર વાંચતાં જ
એ બૌદ્ધગુરુ તો ચકચૂર થઈ ગયા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ : અકલંક-નિકલંક અકલંક : બસ. ત્યારે..! એની વિદ્વત્તાનું માપ આવી ગયું.
સંઘપતિજી, આપ સૌ નિશ્ચિંત રહેજો... વિજય આપણો
જ છે. સંઘપતિજી : બોલિયે.. જૈનધર્મ કી જય.
[૩] વાદવિવાદ. અને બૌદ્ધગુરુની મૂંઝવણ ( રાજસભામાં રાજા વગેરે બેઠા છે... એકતરફથી “બોલિયે જૈનધર્મકી જય” એવા જયકારપૂર્વક અકલંકકુમાર તેમની મંડળી સહિત પ્રવેશ કરે છે; બીજી તરફથી સંઘશ્રી નામના બૌદ્ધઆચાર્ય પોતાની મંડળી સહિત બૌદ્ધધર્મના જયકારપૂર્વક પ્રવેશ કરે છે. પ્રજાજનો એક પછી એક આવ્યા કરે છે.. ખૂબ
ભીડ થાય છે.) રાજા : સાંભળો, સભાજનો અને પ્રજાજનો ! આજે આ સભામાં
બૌદ્ધો અને જૈનોના વિદ્વાનો વચ્ચે વાદવિવાદ થાય છે; તેમાં બૌદ્ધપક્ષ તરફથી આચાર્ય સંઘશ્રી બોલશે. અને જનપક્ષ તરફથી માન્યખેટ નગરના રાજમંત્રીના વિદ્વાન પુત્ર અકલંકકુમાર બોલશે. આ વાદવિવાદ કરતાં કરતાં જે યોગ્ય જવાબ નહિ આપી શકે, અગર મૌન થઈ જશે, તે હાર્યા ગણાશે. જે પક્ષ જીતશે તેની રથયાત્રા પહેલી નીકળશે. બસ, હવે ચર્ચા શરૂ થાય છે. સૌ શાંતિથી
સાંભળો. સંઘશ્રી : બોલો, મહાનુભાવ! તમારા જૈનધર્મનો મૂળ સિદ્ધાંત
શું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
વાદવિવાદ... : ૬૧
(
,,
અક્લંક ઃ અમારા જૈનધર્મનો મૂળ સિદ્ધાંત “ અનેકાન્ત ” છે.
:
સંઘશ્રી : અનેકાન્ત એટલે શું?
અકલંક : દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે તે અનેકાન્ત છે. પરસ્પર સાપેક્ષ એવા અનેકધર્મો વડે જ વસ્તુની સિદ્ધિ થઈ શકે છે. સર્વથા એકાન્ત વડે વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી.
સંઘશ્રી : એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મો કેમ હોઈ શકે?
અકલંક : એકબીજાથી સર્વથા વિરુદ્ધ બે ધર્મો એક વસ્તુમાં ન રહી શકે, પરંતુ સ્થંચિત વિરૂદ્ધ બે ધર્મો એક વસ્તુમાં રહેલા છે.
,
સંઘશ્રી : ‘સર્વથા વિરુદ્ધ ’ અને ‘ કથંચિત વિરુદ્ધ’ એટલે શું? અકલંક : જેમકે ચેતનપણું અને અચેતનપણું, અથવા મૂર્તપણું અને અમૂર્તપણું-એ એકબીજાથી સર્વથા વિરુદ્ધ છે; તે બન્ને ધર્મો એક વસ્તુમાં ન રહી શકે. જે ચેતન હોય તે અચેતન ન હોય, જે મૂર્ત હોય તે અમૂર્ત ન હોય, પરંતુ નિત્યપણું અને અનિત્ય-પણું એ બન્નેને કચિત્ વિરુદ્ધપણું હોવા છતાં તે બન્ને ધર્મો એક જ વસ્તુમાં એક સાથે રહી શકે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર : અકલંક-નિકલંક સંઘશ્રી : શું નિત્યપણું અને અનિત્યપણું અને ધર્મો એક સાથે
એક જ વસ્તુમાં રહેલા છે? અકલંક : જી હા ! સંઘશ્રી : નહિ નહિ, એ બની શકે નહિ. એક વસ્તુને નિત્ય
કહેવી ને તેને જ વળી અનિત્ય કહેવી એ તો વદતો વ્યાઘાત જેવું છે.
અકલંક : જેઓ એક આંખ બંધ કરીને જુએ છે તેમને જ એ
વદતોવ્યાઘાત જેવું લાગે છે; પરંતુ જેઓ બન્ને આંખો ઊઘાડીને જુએ છે તેમને તો એક જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વાદવિવાદ : ૬૩ વસ્તુ નિત્ય તેમજ અનિત્ય એવા બે સ્વરૂપે દેખાય છે. સંઘશ્રી : વાહ! એક જ વસ્તુ અને બે સ્વરૂપ!! અકલંક : જી હા. એક જ વસ્તુ અનેક ધર્મોવાળી છે. જે વસ્તુ
દ્રવ્યપણે નિત્ય છે તે જ વસ્તુ પર્યાયપણે અનિત્ય છે. સાંભળોઆત્મા દ્રવ્ય નિત્ય છે. પર્યાય પલટાય... બાળાદિ વય ત્રણનું... જ્ઞાન એકને થાય.. ક્રોધાદિ તરતમ્યતા... સર્પાદિકની માંય. પૂર્વજન્મ સંસ્કાર તે.... જીવ નિત્યના ત્યાંય. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વદનાર..
વદનારો તે ક્ષણિક નહિ.. કર અનુભવ નિર્ધાર... સંઘશ્રી : નહિ, નહિ; એમ હોઈ શકે નહીં. અકલંક : તો આપના બૌદ્ધધર્મનો શો મત છે? તે કહો. સંઘશ્રી : અમારા બૌદ્ધધર્મનો સિદ્ધાંત એમ છે કે જગતમાં નિત્ય
કાંઈ છે જ નહીં, જે કાંઈ દેખાય છે તે બધુંય સર્વથા ક્ષણિક
છે, અનિત્ય છે, નાશવાન છે, અધ્રુવ છે, ક્ષણભંગુર છે. અકલંક : વાહ રે વાહ.. તમારો ક્ષણિકવાદ! તો હું પૂછું છું કે
આપ પોતે નિત્ય છે કે ક્ષણિક છો? સંઘશ્રી : બધું જ ક્ષણિક છે, મારો આત્મા પણ ક્ષણિક છે. તે
ક્ષણે ક્ષણે નવો નવો થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ : અકલંક-નિકલંક અકલંક : વાહ-વાહ! તો અત્યાર સુધી જેણે મારી સાથે
ચર્ચા કરી, ને જે હજી ચર્ચા કરશે, તે તમે પોતે જ કે
બીજા ? સંઘશ્રી : નહિ, હું નહિ; પૂર્વે તમારી સાથે ચર્ચા કરી તે આત્મા
બીજો, અત્યારે બોલે છે તે બીજો, ને હવે પછી બોલશે તે
ત્રીજો. અકલંક : તો હું જેને પૂછું છું તે જ મને જવાબ આપે છે કે
નહીં? સંઘશ્રી : ના, તમારો પ્રશ્ન જે સાંભળે છે તે જીવ જાદો, ને તમને
જે જવાબ આપે છે તે જીવ જાદો. અકલંક : તો અત્યાર સુધી મારી સાથે ચર્ચા કરી તે તમે જ કે
બીજા? સંઘશ્રી : ના, એ હું નહિ એ આત્મા બીજો, ને હું બીજો. અકલંક : વર્તમાન ક્ષણ પહેલાં તમારું અસ્તિત્વ હતું કે નહિ? સંઘશ્રી : ના. અકલંક : વર્તમાન ક્ષણ પછી તમારું અસ્તિત્વ હશે કે નહિ? સંઘશ્રી : ના. અકલંક : અરે, અરે, એકાન્ત ક્ષણિકવાદથી અંધ થઈને તમારા
અસ્તિત્વનો જ તમે ઈન્કાર કરી રહ્યા છો ! પોતાનું અસ્તિત્વ પ્રત્યક્ષ હોવા છતાં તેનો પોતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વાદવિવાદ : ૬૫ નકાર કરી રહ્યા છો. રે અજ્ઞાન! ઠીક! હવે હું જે પ્રશ્ન પૂછીશ તેનો જવાબ તમે પોતે જ
આપશો કે બીજું કોઈ ? સંઘશ્રી : મારા પછી બીજો આત્મા ઉત્પન્ન થશે તે જવાબ
આપશે. અકલંક : તો તો તમારે હાર કબૂલ કરવી પડશે. સંઘશ્રી : શા માટે? અકલંક : કેમકે, મારા પ્રશ્નનો જવાબ આપવાની જવાબદારી
તમારી છે. પરંતુ તમારા સિદ્ધાંત અનુસાર તમે પોતે તો મારા પ્રશ્નનો જવાબ નથી આપી શક્તા, તેથી તમારો એકાંતક્ષણિકવાદનો પક્ષ હારી ગયો. અથવા તો, મારા પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે તમારી નિત્યતા સ્વીકારવી પડશે; એ રીતે પણ તમારા પક્ષ ઊડી જાય છે,
અને અનેકાન્ત સિદ્ધ થતાં જૈનધર્મનો વિજય થાય છે. સંઘશ્રી (જરાવાર લમણે હાથ દઈને... પછી રાજા તરફ જોઈને)
: મહારાજ! મારા માથામાં ચક્કર આવે છે... માટે આ
ચર્ચા હવે આવતી કાલ ઉપર મુલતવી રાખએ... તો? રાજા : બોલો, અકલંકકુમાર! તમારો શો મત છે? અકલંક : મહારાજ ! ખરી વાત એ છે કે, એમને માથામાં ચક્કર
નથી આવતા, પણ એમની બુદ્ધિ જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : અકલંક-નિકલંક
ચક્કરમાં પડી ગઈ છે. તેથી આ બહાનું શોધી કાઢયું છે. ભલે... આવતી કાલે તેઓ જવાબ આપે. પરંતુ મને ખાતરી છે કે એ તો શું પરંતુ એના સાક્ષાત્ બુદ્ધભગવાન
આવે તોપણ મને જવાબ નહિ આપી શકે. રાજા : આજની સભા આવતી કાલ ઉપર મુલતવી રાખવામાં આવે છે.
(સભા વિખરાય છે; પડદો પડે છે.)
[૪] અકલંકનો વિજય અને
જૈનધર્મની પ્રભાવના
[ ફરીને રાજસભા શરૂ થાય છે. સભામાં એક બાજુ પડદો છે, તેની પાછળ બૌદ્ધ આચાર્ય સંઘશ્રી બેઠા છે, તેની બાજુમાં એક માટલુંમાથે કપડું બાંધેલું છે. અકલંક વગેરે સભામાં પ્રવેશ કરે છે. ] રાજા : કેમ, આજે સંઘશ્રી-મહારાજ હજી નથી આવ્યા? શું હુજી
તેમને માથાના ચક્કર નથી ઊતર્યા? બુદ્ધકુમાર : મહારાજ ! એક ખાસ કારણસર આજે તેઓ જાહેરમાં
નહિ બોલે, પણ પડદામાં રહીને જ તેઓ જવાબ આપશે. રાજા : એમ કેમ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૬૭ જૈનકુમાર : મહારાજ! અમારા અકલંકકુમારનો સીધો પ્રતાપ
તેઓ ઝીલી નહિ શક્તા હોય તેથી પડદો રાખ્યો હશે ! અકલંક : ભલે મહારાજ! તેઓ પડદામાં રહીને જવાબ આપે.
જુઓ, હમણાં જ હું આ પડદાનું રહસ્ય ખુલ્લું કરું છું.
બોલો, સંઘશ્રી ! આત્મા નિત્ય છે કે અનિત્ય? પડદામાંથી અવાજ : આત્મા નિત્ય નથી પણ સર્વથા ક્ષણિક છે,
બીજી ક્ષણે તે નાશ પામી જાય છે ને તેના સંસ્કાર મુક્તો જાય છે, તેથી તે નિત્ય જેવો પ્રતિભાસે છે, –એ ભ્રમ છે.
વાસ્તવમાં જગતમાં બધું ક્ષણિક છે. અકલંક : સંઘશ્રી ! આપે જે કહ્યું તે આ સભાજનો બરાબર સાંભળી શક્યા નથી, માટે એ જ વાત ફરીને કહો.
(કોઈ બોલતું નથી.) અકલંક : બોલો સંઘશ્રી ! કેમ નથી બોલતા?? .... બોલો... જવાબ આપો !
(થોડીવાર શાંતિ). રાજા : બોલો, સંઘશ્રી ! નહિતર આપ નિરુત્તર થઈ ગયા ગણાશો.
(થોડીવાર શાંતિ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : અકલંક-નિકલંક રાજા : (ઊભા થઈને) ગઈ કાલે પણ તમે નિરુત્તર થઈ ગયા
હતા ને આજે પણ તમે નિરુત્તર થઈ ગયા....આથી હું અકલંકકુમારનો વિજય જાહેર કરું છું, અને જૈનધર્મની
રથયાત્રા પહેલી નીકળશે. જૈનકુમાર : (હર્ષોલ્લાસપૂર્વક) બોલિયે જૈનધર્મકી... જય.... (હાથમાં રહેલ જૈનઝંડો ઊંચો ફરકાવીને ફરી બોલે છે )
બોલિયે. જૈનધર્મકી... જય...
અકલંક મહારાજકી... જય... અકલંક : મહારાજ! દેખો, હવે હું આ પડદાનું રહસ્ય જાહેર
કરું છું. (પડદાની પાસે જઈ તેને દૂર ઉડાડી દે છે, અને માટલું હાથમાં
લઈને બતાવે છે.) રાજા : અરે ! આ શું!! અકલંક : સાંભળો! ગઈ કાલે વાદવિવાદમાં સંઘશ્રી જવાબ ન
આપી શક્યા તેથી મૂંઝાયા... માથાના ચક્કરનું ખોટું બહાનું કાઢયું ને કોઈ પણ રીતે વિજય મેળવવા માટે રાત્રે વિદ્યાવડ એક દેવીને સાધી. પડદા પાછળથી સંઘશ્રી નહોતા બોલતા પણ તેને બદલે આ માટલીમાં રહેલી દેવી જવાબ આપતી હતી. પરંતુ, જિનશાસનના પ્રતાપે, જૈનધર્મની ભક્ત ચક્રેશ્વરી દેવીએ આવીને મને રાત્રે આ વાત કહી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૬૯
એટલે આજે સંઘશ્રીને મેં એક જ વાત ફરીને બીજી વખત પૂછી; પરંતુ દેવો એકને એક વાત ફરી વખત
બોલતા નથી, તેથી સંઘશ્રીનો ભેદ ખૂલી ગયો. રાજા : અરરર...ધર્મને નામે આવો દંભ! આવું કપટ !
અકલંકકુમાર, તમારા વિદ્વત્તાભરેલા ન્યાયો સાંભળીને મને ઘણો જ આનંદ થયો છે; અનેક યુક્તિઓ વડે તમે અનેકાન્તમય જૈનધર્મને સિદ્ધ કર્યો છે. તેથી પ્રભાવિત થઈને હું જૈનધર્મ અંગીકાર કરું છું, ને ભગવાનની રથયાત્રામાં હું જ ભગવાનના રથનો સારથિ બનીશ.
મંત્રીજી ! ધામધૂમથી જિનેન્દ્રદેવની રથયાત્રાની તૈયારી કરો, તેને માટે રાજ્યના ભંડાર ખુલ્લા મૂકો અને રાજ્યના હાથી-ઘોડા વગેરે બધોય વૈભવ રથયાત્રાની
શોભા માટે આપો. મંત્રી : જેવી આજ્ઞા! (એમ કહીને જાય છે.) બૌદ્ધશિષ્યો : (એક સાથે બધા ઊભા થઈને) મહારાજ ! અમારા
આચાર્યશ્રીએ જે અયોગ્ય કાર્ય કર્યું તેથી અમને દુઃખ થાય છે.. આ વાદવિવાદ સાંભળીને અમે પણ જૈનધર્મથી પ્રભાવિત થયા છીએ, તેથી બૌદ્ધધર્મ છોડીને અમે જૈનધર્મ
અંગીકાર કરીએ છીએ. પ્રજાજનો : (એક સાથે ઊભા થઈને) મહારાજ ! અમે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭) : અકલંક-નિકલંક
પણ જૈનધર્મ અંગીકાર કરીએ છીએ. સંઘપતિ : ચાલો બંધુઓ ! આજે આ અકલંક મહારાજના પ્રતાપે
આપણા જૈનધર્મનો મહાન વિજય થયો અને મોટી પ્રભાવના થઈ, તેની ખુશાલીમાં જૈનધર્મના મહિમાનું એક
ગાયન બોલીએ.. સભાજનો : હા... ચાલો... ચાલો! આજ તો મહા આનંદનો
પ્રસંગ છે. [ બધા ઊભા થઈને ગાયન ગાય છે. સંઘપતિની એક બાજા રાજા છે. બીજી બાજુ અકલંક છે; રાજકુમારના હાથમાં ઝંડો
ફરકે છે. સંઘપતિ ગાયન બોલે છે.] મેરા જૈનધરમ અણમોલા મેરા જૈનધરમ અણમોલા. ઈસી ધરમમેં વીર પ્રભુને મુક્તિકા મારગ ખોલા
મેરા જૈનધરમ અણમોલા.... (બધા સાથે : ) મેરા જૈનધરમ અણમોલા...
મેરા જૈનધરમ અણમોલા.... ઈસી ધરમમેં નિકલંક-વીરને... પ્રાણ તજે વિન બોલા...
મેરા જૈનધરમ અણમોલા... (બધા સાથે) મેરા જૈનધરમ અણમોલા....
મેરા જૈનધરમ અણમોલા.... ઈસી ધરમમેં અકલંક દેવને બૌદ્ધોં કો ઝકઝોલા.
મેરા જૈનધરમ અણમોલા.... (બધા સાથે) મેરા જૈનધરમ અણમોલા...
મેરા જૈનધરમ અણમોલા....
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૭૧ [ પડદામાં રથયાત્રાની તૈયારીસૂચક બેન્ડ વાગે છે.] મંત્રી (આવીને) : મહારાજ ! રથયાત્રાની બધી તૈયારી થઈ
ગઈ છે; ભગવાનનો ગજરથ પણ તૈયાર છે... આપ સૌ પધારો... (બધા પડદામાં જાય છે.... બેન્ડનો અવાજ ચાલુ છે. સંઘશ્રી એકલા નીચે મોઢે બેઠા છે. પડદો પડે છે....). ભોં... ભોં... ભૂ... ભૂ... એમ વાજાં વાગે છે. જય હો.. વિજય હો. એમ જયનાદ થાય છે. ભવ્ય રથયાત્રા આવે છે. શ્રીઅકલંક મહારાજના હાથમાં ઝંડો છે. રાજા, રાજકુમાર, સંઘપતિ વગેરે સાથે છે. મંગલ વાજાં વાગે છે ને રત્નજડિત ગજરથમાં જિનેન્દ્ર ભગવાન બિરાજે છે. પાછળ હજારો-લાખો નગરજનો છે. રથયાત્રા સ્ટેજ ઉપર આવતાં ભગવાનને સિંહાસન પર
બિરાજમાન કરીને અભિષેક-પૂજન કરે છે : અકલંક : મંગલ ભગવાન્ વીરો મંગલ ગૌતમોગણી,
મંગલ કુન્દકુન્દા જૈન ધર્મોસ્તુ મંગલમ્. મોક્ષમાર્ગસ્યતેનારું, “તારે કર્મભુભ્રતામ, જ્ઞાતાર વિશ્વતત્ત્વનાં, વન્દ તગુણલબ્ધયે. 3ૐ હ્રીં ભગવાન શ્રી સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રદેવને ચરણકમલપૂજનાર્થે અર્ધ નિર્વપામીતિ સ્વાહા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર : અકલંક-નિકલંક
શ્રી જિનેન્દ્ર ભગવાનની ગજરથયાત્રાનું દશ્ય
जैनं जयतु शासनम्। अनेकान्त धर्मकी जय। [ રત્નજડિત ગજરથમાં જિનેન્દ્ર ભગવાન બિરાજે છે, પાછળ હજારો-લાખો નગરજનો છે, અકલંક મહારાજના હાથમાં ઝંડો છે. રાજા, રાજકુમાર, સંઘપતિ વગેરે પણ સાથે છે. મંગલ બેન્ડવાજા વાગે છે. અચિંત્ય વૈભવથી આખી નગરી શોભી રહી છે-જૈનધર્મના પરમ મહિમાવાળી આવી ભવ્ય રથયાત્રા દેખીને અનેક જીવો સમ્યગ્દર્શન પામ્યા, અનેક જીવો પ્રભાવિત થઈને જૈનધર્મી બન્યા. આ રીતે નિકલંકના “બલિદાન” પછી અકલંક દ્વારા જૈનધર્મની મહાન પ્રભાવના” થઈ.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૭૩ (બુદ્ધકુમાર દોડતો આવે છે, અકલંકને નમસ્કાર કરે છે.) બુદ્ધકુમાર (ગદ્ગપણ) : મહારાજ! મને ક્ષમા કરો. આજની
ભવ્ય રથયાત્રા નિહાળીને નગરીના હજારો લોકો ઘણા જ પ્રભાવિત થયા છે. આવી રથયાત્રામાં અમે વિશ્વ નાખ્યું તે બદલ મારી માતાને ઘણો જ પશ્ચાત્તાપ થાય છે, તેથી આંસુભીની આંખે આપની પાસે ક્ષમા માંગે છે; ને અમે પણ જૈનધર્મ અંગીકાર કરીએ છીએ. ઉદારદિલથી આપ અમને ક્ષમા કરીને જૈનધર્મમાં અપનાવશો એવી આશા
રાખીએ છીએ. અકલંક : જરૂર જરૂર! ધન્ય છે તમારા માતાને, કે તેઓ
પોતાના હિત-અહિતનો વિવેક કરીને સન્માર્ગ તરફ વળી રહ્યાં છે. જૈનધર્મના દરવાજા આખી દુનિયાને માટે ખુલ્લા છે... આવો, આવો! જેને પોતાનું હિત કરવું હોય તેઓ જૈનધર્મના શરણે આવો. (બૌદ્ધઆચાર્ય-સંઘશ્રી ઝડપથી અકલંકના શરણે આવીને
ગગભાવે કહે છે; બાકીના બૌદ્ધશિષ્યો પણ સાથે આવે છે.) સંઘશ્રી : ભાઈ, ભાઈ ! મને ક્ષમા કરો. આ પાપીએ જ
તમારા ભાઈનું મૃત્યુ કરાવ્યું હતું... મારા દુષ્ટકાર્ય માટે મને ક્ષમા કરો. આપનો ઉદાર અને પતિતપાવક જૈનધર્મ જરૂર મને ક્ષમા કરશે ને મારું કલ્યાણ કરશે. અકલંક ! આપ ખરેખર અકલંક છો.. મને ક્ષમા કરો અને જૈનધર્મના શરણે લ્યો...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ : અકલંક-નિકલંક અકલંક (વાત્સલ્યપૂર્વક સંઘશ્રીના ખભે હાથ મૂકીને) : શાંત
થાય.. બંધુ! ખુશીથી જૈનધર્મના શરણે આવો. જૈનધર્મનાં દ્વાર બધાને માટે ખુલ્લાં છે.. આવો.. આવો.... જેને પોતાનું કલ્યાણ કરવું હોય તે જૈનધર્મના શરણે આવો.. ભાઈ, પૂર્વે જે કાંઈ થઈ ગયું તે બધું હવે
ભૂલી જાઓ ને શાંતચિત્તે જૈનધર્મની આરાધના કરો. સંઘશ્રી : અહા ! જૈનધર્મની મહત્તા હવે મને સમજાય છે, ને
મારી પૂર્વની ભૂલોનો મને પશ્ચાત્તાપ થાય છે. –એ જ બતાવે છે કે આત્મા નિત્ય તેમ જ અનિત્ય એવા અનેકાન્તસ્વરૂપ છે. જો પૂર્વે ભૂલ કરનાર પોતે નિત્ય ન હોય તો અત્યારે પશ્ચાત્તાપ કેમ થાય? શું ભૂલ એક કરે ને પશ્ચાત્તાપ બીજો કરે એમ સંભવે ખરું? ના; માટે આત્માની નિત્યતા છે એમ બરાબર સમજાય છે; અને ભૂલ ટળીને યથાર્થતા પ્રગટી શકે છે–એ જ સૂચવે છે કે અનિત્યતા પણ છે. આ રીતે જૈનશાસનના પ્રતાપે મને અનેકાન્તમય વસ્તુસ્વરૂપ સમજાયું છે... તમારા જ પ્રતાપે મને અપૂર્વ શાંતિનો માર્ગ હાથ આવ્યો છે... હું આપનો મહાન ઉપકાર માનું છું.... ને મને જૈનધર્મનો સ્વીકાર કરાવવા હું
આપને પ્રાર્થના કરું છું. અકલંક : જુઓ, આ જિનેન્દ્રભગવાન બિરાજી રહ્યા છે; આવો...
તેમનું શરણ લઈને જૈનધર્મ સ્વીકાર કરો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની પ્રભાવના : ૭૫
(સંઘશ્રી જિનેન્દ્ર ભગવાન પ્રત્યે હાથ જોડે છે. ને અકલંક જે રીતે બોલાવે છે તે રીતે નીચે મુજબ બોલે છે; દરેક લાઇન એકવાર અકલંક બોલે છે, પછી સંઘશ્રી બોલે છે... )
અરિહંતે સરણે પધ્વજ્જામિ | સિદ્ધ સરણે પધ્વજ્જામિ || સાહૂ સરણે પધ્વજ્જામિ ||
કેવલિપષ્ણત ધમ્મ મરણ પધ્વજ્જામિ | સંઘશ્રી : અહો ભગવાન જિનેન્દ્રદેવ! આપના પવિત્ર શાસનને
અંગીકાર કરીને હું આપના શરણે આવું છું. મારું મહાન ભાગ્ય છે કે મને આવા ઉત્તમ જૈનધર્મની પ્રાપ્તિ થઈ. અહા, જૈનધર્મના તત્ત્વો મહાન ઉત્તમ છે... ને તેની ક્ષમા
પણ મહાન ઉત્તમ છે. અકલંક : ધન્ય છે બંધુ! તમારો આવો ઉત્તમ હૃદયપલટો
દેખીને મને મહાન હર્ષ થાય છેઅને મારો નિકલંકબંધું જ જાણે તમારા રૂપે જૈનધર્મની ભક્તિ કરવા આવ્યો હોય એમ મને વાત્સલ્ય ઊભરાય છે. તમે જૈનધર્મનો સ્વીકાર કર્યો તેથી મને ઘણો હર્ષ થાય છે. ભક્તિપૂર્વક તેની આરાધના કરીને આત્મકલ્યાણ સાધો... જગતમાં આ જિનેન્દ્ર ભગવાનનો ધર્મ જ પરમ
શરણરૂપ છે. સંઘશ્રી : ભાઈ, તમારા પ્રતાપે મને આજે ભગવાન
જિનેન્દ્રદેવનો ધર્મ મળ્યો તેથી મારા હૃદયમાં અપાર હર્ષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : અકલંક-નિકલંક
થાય છે. ને જિનેન્દ્રદેવની ભક્તિવડે હું મારો હર્ષ વ્યક્ત
કરવા માગું છું. અકલંક : ઘણી જ ખુશીથી ! જિનેન્દ્ર ભગવાનની ભક્તિમાં અમે
પણ આપને આનંદથી સાથ પૂરાવશું. (જૈનધર્મના ભક્ત વિદ્વાન સંઘશ્રી અત્યંત ગદ્ગભાવે નીચેની
ભક્તિ ગવડાવે છે, બીજા બધા ઝીલે છે...) એક તુમ્હીં આધાર હો જગમેં... અય મેરે ભગવાન..
-કિ તુમસા ઓર નહિ બલવાન. સસ્કુલ ન પાયા ગોતે ખાયા, તુમ બિન હો હેરાન...
-કિ તુમસા ઓર નહીં ગુણવાન... આયા સમય બડા સુખકારી, આતમબોધ કલા વિસ્તારી, મેં ચેતન, તન વસ્તુ ન્યારી, અનેકાન્તમય ઝલકી સારી; નિજ અંતરમેં જ્યોતિ જ્ઞાનકી અક્ષયનિધિ મહાન...
-કિ તુમસા ઓર નહીં ગુણવાન... દુનિયામેં એક શરણ જિગંદા, પાપ-પુણ્યકા બુરા ફંદા, મેં શિવભૂપરૂપ સુખ કંદા, જ્ઞાતાદ્રષ્ટા તુમસા બંદા; મુજ કારજ કે કારણ તુમ હો ઔર નહીં મતિમાન..
-કિ તુમસા ઓર નહીં ગુણવાન. સહજસ્વભાવ ભાવ અપનાઉં, પરપરિણતિસે ચિત્ત હટાઉં, પુનીપુની જગમેં જન્મન પાઉં, સિદ્ધસમાન સ્વયંબન જાઉં; ચિદાનંદ ચૈતન્ય પ્રભુકા હૈ સૌભાગ્ય મહાન...
-કિ તુમસા ઓર નહીં બલવાન...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૭૭ (ધીમે ધીમે ભક્તિની ધૂન જામતી જાય છે. સંઘશ્રી એકદમ રંગમાં આવી જઈને હાથમાં ચામર લઈને ભગવાનની સન્મુખ ભક્તિથી નાચી ઊઠે છે. અતિશય ગદ્ગદ્દતાથી આંખમાંથી અશ્રુધારા વરસે છે. ને એ રીતે જૈનધર્મની પ્રભાવનાપૂર્વક આ નાટક સમાપ્ત થાય છે.)
બોલિયે. અનેકાન્તમાર્ગપ્રકાશક જિનેન્દ્ર
ભગવાનકી જય હો.
સમાપ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અકલંક-સાહિત્ય-પરિચય પ્રતિભાસંપન્ન પ્રજ્ઞાવંત શ્રી અકલંકસ્વામીના વિપુલ સાહિત્યનો મંદબુદ્ધિથી જેટલો પરિચય મળી શકયો તે અહીં ટૂંકમાં આપ્યો છે. અકલંકસ્વામીએ અનેકાંતમય જિનશાસનને સિદ્ધ કરતું પ્રજ્ઞા પ્રચૂર વિપુલ સાહિત્ય રચીને જિનશાસનનો વિજયધ્વજ લહેરાવ્યો છે. પ્રમાણસંગ્રહુ : તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના પ્રકારોનું
વર્ણન છે. કુલ ૯ પ્રસ્તાવ (પ્રકરણ ) છે, લગભગ ૮૮ શ્લોક છે, અને તેનું વિવેચન (સ્વોપજ્ઞવૃત્તિ) પણ અકલંકસ્વામીએ પોતે કરેલ છે. પહેલો શ્લોક નીચે મુજબ છેश्रीमत् परमगंभीरं स्याद्वादामोघलांछनम्।
जीयात् त्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्।। તત્ત્વાર્થરાજવાર્તિક : આચાર્ય ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્ર ઉપરની
આ મહાન ટીકા છે, તેને તત્ત્વાર્થભાષ્ય પણ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્ર ઉપરની પૂજ્યપાદ સ્વામીની સર્વાર્થસિદ્ધિટીકામાંથી અનેક લાક્ષણિક પંક્તિઓને અકલંકસ્વામીએ રાજવાર્તિકમાં એવી ચતુરાઈથી ગૂંથી દીધી છે કે જાણે તે તેનું જ અંગ હોય-એમ લાગે છે. અકલંકસ્વામીની બીજી ગૂઢ-ગંભીર રચનાઓને હિસાબે આ રચના ઘણી સરલ છે. તેની શ્લોકસંખ્યા ૧૬OOી છે. પહેલો શ્લોક નીચે મુજબ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અકલંક-સાહિત્ય-પરિચય : ૭૯
प्रणम्य सर्वविज्ञानमहास्पदमुरूश्रियम्।
निौतकल्मषं वीरं वक्ष्ये तत्त्वार्थ वार्तिकम्।। લધીયસ્ત્રય : આમાં પ્રમાણપ્રવેશ, નયપ્રવેશ અને પ્રવચનપ્રવેશ
એવા ત્રણ લધુપ્રકરણો હોવાથી “લવીયસ્ત્રય” નામ છે. કુલ ૭૮ પદ છે, ને તેના ઉપર ગધમાં સ્વોપજ્ઞ વિવરણ છે. પ્રથમ શ્લોક નીચે મુજબ છે
धर्मतीर्थकरम्योस्तु स्याद्वादिभ्यो नमोनमः।
कषभादि महावीरान्तभ्य : स्वात्मोपलब्धये।। ( આ ગ્રંથ ઉપર પ્રભાચન્દ્રાચાર્યદેવે “ન્યાયકુમુચન્દ્ર' નામની વિસ્તૃત ટીકા રચી છે; તેમ જ અભયચન્દ્રસૂરિએ પણ
તાત્પર્યવૃત્તિ નામની ટીકા રચી છે.) ન્યાયવિનિશ્ચય : આ ગ્રંથમાં ૧. પ્રત્યશ્રપ્રસ્તાવ, ૨. પરોક્ષના
ભેદરૂપ અનુમાનપ્રસ્તાવ અને ૩. પ્રવચનપ્રસ્તાવ-એમ ત્રણ પ્રકરણ છે, કુલ ૪૮૦ કારિકા (પદ્ય ) છે, ને તેમાં દરેક કારિકાના ઉપોદઘાતરૂપે સ્વોપજ્ઞ ગદ્યાત્મકવૃત્તિ પણ છે. પહેલો શ્લોક નીચે મુજબ છે
प्रसिद्धशेषत्त्वार्थ प्रतिबुद्धैकमूर्तये।
नमः श्रीवर्धमानाय भव्याम्बुरुहभानवे।।
(આ ગ્રંથ ઉપર વાદિરાજસૂરિની ટીકા પણ છે.) અષ્ટશતી : સમન્તભદ્ર જેવા સમર્થ આચાર્યદવે રચેલ સુપ્રસિદ્ધ
દેવાગમસ્તોત્ર” અર્થાત્ “આપ્ત મીમાંસા' ઉપર અકલંકદેવે એક અર્થગંભીર ટીકા રચેલ છે, તે આઠસો શ્લોકપ્રમાણ હોવાથી તેનું નામ “અષ્ટશતી” છે. અને આ અદૃશતી ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ : અકલંક-નિકલંક
વિદ્યાનંદસ્વામીએ આઠ હજાર શ્લોકપ્રમાણ “અષ્ટસહસ્રી' ટીકા રચેલ છે. પૂર્વાપર આચાર્યોની સાથે અકલંકસ્વામીની સૂક્ષ્મ અને અસાધારણ પ્રજ્ઞા આમાં ઝળકી રહી છે, અષ્ટશતીની ગહનતા માટે એમ કહેવાય છે કે, જો વિધાનંદસ્વામીએ અષ્ટસન્ની ટીકા દ્વારા તેના ભાવો ન ખોલ્યા હોત તો તેનું રહસ્ય તેમાં જ છૂપાઈ રહેત. આ શાસ્ત્રમાં યુક્તિ અને પરીક્ષા દ્વારા સર્વજ્ઞનો અને તેમના કહેલા અનેકાન્ત તત્ત્વોનો નિર્ણય કરીને, તે દ્વારા આપ્તની એટલે કે સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે; અને યુક્તિપૂર્વક સર્વશસિદ્ધિ કરીને તેનાથી વિરુદ્ધ માન્યતાઓને સજ્જડ યુક્તિઓ વડે તોડી
પાડી છે. સિદ્ધિવિનિશ્ચય : “સિદ્ધિવિનિશ્ચય ટીકા' વગેરે ઉપરથી
વિદ્વાનોનો એવો નિર્ણય છે કે સિદ્ધિવિનિશ્ચય' નામનું શાસ્ત્ર (સ્વીપજ્ઞવૃત્તિ સહિત) અકલંકદેવે રચેલું છે. તેમાં આ પ્રમાણે બાર પ્રકરણ છે-પ્રત્યક્ષસિદ્ધિ, સવિકલ્પકસિદ્ધિ, પ્રમાણાન્તરસિદ્ધિ, જીવસિદ્ધિ, જલ્પસિદ્ધિ, હેતુલક્ષણસિદ્ધિ શાસ્ત્રસિદ્ધિ, સર્વજ્ઞસિદ્ધિ શબ્દસિદ્ધિ, અર્થનયસિદ્ધિ, શબ્દનયસિદ્ધિ, નિક્ષેપસિદ્ધિ.
આ ઉપરાંત સ્વરૂપસંબોધન અને અકલંકસ્તોત્ર પણ અકલંકદેવ રચિત હોવાનું સંભવિત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીરતણાં સન્તાન (1) નિજ સ્વરૂપને જાણજો કરજો આતમજ્ઞાન, ચેતીને ચાલો તમે ઓ. વીરતણાં સન્તાન. (2) જિનવરદર્શન નિત કરી, કરજો આતમજ્ઞાન, જિન-મારગમાં ચાલજે... ... વીરતણાં સન્તાન. (3) વીતરાગવાણી સૂણી કરજો આતમજ્ઞાન, સત્ય પુરુષારથ કરો ઓ.... વીરતણાં સન્તાન. (4) ગુરુચરણ સેવા કરો જ્ઞાનીનું બહુમાન, ભવનો છેડો પામવા ઓ.... વીરતણાં સન્તાન. (5) રત્નત્રયને પામજો લેજો કેવળજ્ઞાન, સિદ્ધપદના સાધક તમે છો વીરતણાં સન્તાન. (6) સાધર્મીની પ્રીતડી, સ્વાધ્યાય ને વળી દાન, ભાવો ઊંચી ભાવના. જો વીરતણાં સન્તાન. (7) બહિરભાવ સ્પર્શે નહિ, જુદે જુદું જ્ઞાન, ભેદજ્ઞાન જાગૃત કરો ઓ વીરતણાં સન્તાન. (8). અનંતશક્તિ આત્મની કરજો એનું ભાન, ભવભ્રમણથી છૂટવા, ઓ વીરતણાં સન્તાન. (9) અભેદમાં ભેદ ન કરો, અનુભૂતિ એકતાન, ઉપયોગ અંતર્મુખ કરો ઓ.. વીરતમાં સત્તાન. (10) સભ્યો બાલવિભાગના ગાવો ગુરુનાં ગાન, સમકિત પામીને થજો સૌ જિનવરનાં સન્તાન. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com