________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર : અકલંક-નિકલંક
એકાએક ભયંકર કોલાહલ કરવો. એમ થતાં બધા વિધાર્થીઓ ઝબકીને જાગી ઊઠશે અને સૌ ઇષ્ટદેવનું નામ બોલવા લાગશે. તેમાં બૌદ્ધ વિદ્યાર્થીઓ તો બુદ્ધભગવાનનું નામ બોલશે, પરંતુ જે વિધાર્થી જૈન હશે તે બુદ્ધ ભગવાનનું નામ નહિ બોલે પણ તેના ઇષ્ટદેવ અરિહંતનું નામ બોલશે, એટલે તે પકડાઈ જશે. માટે આ સંબંધી
બધી વ્યવસ્થા તમે ગુપ્તપણે કરી લેજો. મંત્રી : જેવી આજ્ઞા... મહારાજ!
(મંત્રી જાય છે. પડદો પડે છે.)
[૫] આફત... અને બલિદાન ( રાત્રિનું દશ્ય. બે ખાટલા પાથરેલા છે. અકલંક-નિકલંક બેઠા છે
ને વાતચીત કરે છે.) નિકલંક : ભાઈ ! આપણી યુક્તિ તો બરાબર પાર પડી, પરંતુ
હવે આપણે ખૂબ જ સાવચેતીથી રહેવું પડશે. કેમકે બૌદ્ધગુરુને જૈનોની ગંધ આવી ગઈ છે, એટલે તેને
પકડવા તે આકાશ-પાતાળ એક કરશે. અકલંક : બંધુ! જૈનશાસનના પુણ્ય હજી તપે છે. જિનેશ્વદેવના
પ્રતાપે કાંઈ જ વાંધો નહિ આવે. ચાલો, હવે આપણે મનમાં મનમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને પછી સૂઈ જઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com