________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ : અકલંક-નિકલંક અકલંક : વાહ-વાહ! તો અત્યાર સુધી જેણે મારી સાથે
ચર્ચા કરી, ને જે હજી ચર્ચા કરશે, તે તમે પોતે જ કે
બીજા ? સંઘશ્રી : નહિ, હું નહિ; પૂર્વે તમારી સાથે ચર્ચા કરી તે આત્મા
બીજો, અત્યારે બોલે છે તે બીજો, ને હવે પછી બોલશે તે
ત્રીજો. અકલંક : તો હું જેને પૂછું છું તે જ મને જવાબ આપે છે કે
નહીં? સંઘશ્રી : ના, તમારો પ્રશ્ન જે સાંભળે છે તે જીવ જાદો, ને તમને
જે જવાબ આપે છે તે જીવ જાદો. અકલંક : તો અત્યાર સુધી મારી સાથે ચર્ચા કરી તે તમે જ કે
બીજા? સંઘશ્રી : ના, એ હું નહિ એ આત્મા બીજો, ને હું બીજો. અકલંક : વર્તમાન ક્ષણ પહેલાં તમારું અસ્તિત્વ હતું કે નહિ? સંઘશ્રી : ના. અકલંક : વર્તમાન ક્ષણ પછી તમારું અસ્તિત્વ હશે કે નહિ? સંઘશ્રી : ના. અકલંક : અરે, અરે, એકાન્ત ક્ષણિકવાદથી અંધ થઈને તમારા
અસ્તિત્વનો જ તમે ઈન્કાર કરી રહ્યા છો ! પોતાનું અસ્તિત્વ પ્રત્યક્ષ હોવા છતાં તેનો પોતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com