SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આફત.. અને... બલિદાન : ૪૧ શકશો.... એટલે, તમારા જીવનની ખાતર નહિ પરંતુ જૈનશાસનની સેવાની ખાતર પણ તમે જલદી ભાગો. મારી ચિંતા છોડો. અત્યારે એક એક સેકન્ડ કિંમતી છે. (ધમાધમ.... અને પકડો પકડો.. ના અવાજ આવે છે.) અકલંક : પણ બંધુ! તું મારો નાનો ભાઈ ! તને મૃત્યુના મુખમાં એકલો મૂકીને જતાં મારા પગ કેમ ઊપડશે? નિકલંક : બંધુ! તમને પગે પડીને ફરીથી વિનવું છું કે અત્યારે મારા જીવનનો નહિ, –પરંતુ જૈનશાસનની રક્ષાનો વિચાર કરો... જૈનશાસનની રક્ષા ખાતર કદાચ મારા જીવનનું બલિદાન” દેવાશે તો હું મારા જીવનને સફળ માનીશ. ભાઈ ! મારું અને તમારું બન્નેનું જીવન જૈનશાસનને માટે જ અર્પાયેલું છે. માટે એક પળનો પણ વિલંબ કર્યા વગર જિનેન્દ્ર ભગવાનનું નામ લઈને ઝડપથી નાસી જાઓ.. જુઓ.. દૂર પેલું સરોવર દેખાય છે ત્યાં જઈને કમળના પાન નીતે છૂપાઈ જાઓ... અને જીવનમાં જૈનશાસનની વિજયધજા ફરકાવજે... જાઓ... ભાઈ... જલદી જાઓ... અકલંક (ગદ્ગદ્ થઈ ને) : બંધુ... એના કરતાં તે નાસી જા... અને હું અહીં ઊભો રહીને સૈનિકોને રોકી રાખીશ. નિકલંક : (ગળગળો થઈ ને) : ભાઈ, –ભાઈ ! હવે એક શબ્દ પણ બોલ્યા વગર જલદી નાસવા માંડો... Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy