________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : અકલંક-નિકલંક
હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વભાવ છું, હું નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું; નિજનિરંજનશુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન્જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક એવી જ નિર્વિકલ્પ સમાધિ, તેનાથી ઉત્પન્ન વીતરાગ સહજઆનંદરૂપ જે સુખ, તેની અનુભૂતિમાત્ર જેનું લક્ષણ છે એવા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેધ-ગમ્ય-પ્રાપ્યભરિતાવસ્થ હું છું. હું સર્વ વિભાવપરિણામથી રહિતશૂન્ય છું ત્રણ લોકમાં તેમ જ ત્રણે કાળમાં, મનથીવચનથી-કાયાથી, કૃત-કારિત-અનુમોદનાથી શુદ્ધનિશ્ચયનયે હું આવો જ છું, તથા સર્વે જીવો પણ એવા જ છે. -
એમનિરંતર ભાવના કર્તવ્ય છે. નિકલંક : અહો, આવી પરમાત્મભાવનામાં લીન સંતોને કેટલો
આનંદ આવતો હશે ! અકલંક : અહા ! એની શી વાત! જ્યાં સમ્યગ્દર્શનનો આનંદ
પણ સિદ્ધભગવાન જેવો અપૂર્વ છે, જેને આત્મા સિવાય બીજા કોઈની ઉપમા લાગુ પડી શકતી નથી, તો
મુનિદશાના આનંદની શી વાત ! નિકલંક : ભાઈ! બલિહારી છે આપણા જૈનધર્મની-કે જેના
સેવનથી આવા અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય છે. અકલંક : બંધુ! વાત તો એમ જ છે. ખરેખર જૈનશાસન એક
જ આ જગતના જીવોને શરણભૂત છે, પ... ણ..
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com