SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનશાસનની સેવા ખાતર : ૧૫ પિતાજી : બેટા ! એ તો તમારી બાળપણની રમત હતી. અકલંક : નહિ પિતાજી! અમે એ પ્રતિજ્ઞા રમત તરીકે નહિ પણ સાચા ભાવથી લીધી હતી. પિતાજી : પુત્રો! ભલે તમે સાચા ભાવથી પ્રતિજ્ઞા લીધી હોય તોપણ તે ફક્ત તે વખતના દસલક્ષણીપર્વ પૂરતી જ હતી; તે પ્રતિજ્ઞા તો હવે પૂરી થઈ, માટે ધે લગ્ન કરવામાં વાંધો ન હોઈ શકે. નિકલંક : પિતાજી! આપ કદાચ તે વખતે દદિવસ પૂરતી જ અમારી પ્રતિજ્ઞા સમજ્યા હશો, પરંતુ અમે તો અમારા મનથી આખી જિંદગીની પ્રતિજ્ઞા લીધી હતી; અને અમારી એ પ્રતિજ્ઞામાં અમે દઢ છીએ. માટે કૃપા કરીને અમારા લગ્નની વાત કરશો નહિ. પિતાજી : પુત્રો! જો તમે લગ્ન નહિ કરો તો આખી જિંદગી તમે શું કરવા માંગો છો? અકલંક : પિતાજી! આપણા જૈનધર્મની સેવા ખાતર અમારું આખું જીવન વિતાવવાનો અમે નિશ્ચય કર્યો છે. નિકલંક : વર્તમાનમાં આપણો જૈનધર્મ અન્ય ધર્મોના પ્રભાવથી ખૂબ જ દબાઈ ગયો છે, અને તેના ઉદ્ધારની અત્યારે ખાસ જરૂર છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy