________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીરતણાં સન્તાન (1) નિજ સ્વરૂપને જાણજો કરજો આતમજ્ઞાન, ચેતીને ચાલો તમે ઓ. વીરતણાં સન્તાન. (2) જિનવરદર્શન નિત કરી, કરજો આતમજ્ઞાન, જિન-મારગમાં ચાલજે... ... વીરતણાં સન્તાન. (3) વીતરાગવાણી સૂણી કરજો આતમજ્ઞાન, સત્ય પુરુષારથ કરો ઓ.... વીરતણાં સન્તાન. (4) ગુરુચરણ સેવા કરો જ્ઞાનીનું બહુમાન, ભવનો છેડો પામવા ઓ.... વીરતણાં સન્તાન. (5) રત્નત્રયને પામજો લેજો કેવળજ્ઞાન, સિદ્ધપદના સાધક તમે છો વીરતણાં સન્તાન. (6) સાધર્મીની પ્રીતડી, સ્વાધ્યાય ને વળી દાન, ભાવો ઊંચી ભાવના. જો વીરતણાં સન્તાન. (7) બહિરભાવ સ્પર્શે નહિ, જુદે જુદું જ્ઞાન, ભેદજ્ઞાન જાગૃત કરો ઓ વીરતણાં સન્તાન. (8). અનંતશક્તિ આત્મની કરજો એનું ભાન, ભવભ્રમણથી છૂટવા, ઓ વીરતણાં સન્તાન. (9) અભેદમાં ભેદ ન કરો, અનુભૂતિ એકતાન, ઉપયોગ અંતર્મુખ કરો ઓ.. વીરતમાં સત્તાન. (10) સભ્યો બાલવિભાગના ગાવો ગુરુનાં ગાન, સમકિત પામીને થજો સૌ જિનવરનાં સન્તાન. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com