________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : અકલંક-નિકલંક
અને હવે જૈનશાસનની સેવાનું બાકી રહેલું કામ પૂરું કરવા માટે હું દેશોદેશમાં ફરું છું. આપ સૌ સાધર્મબંધુઓને દેખીને મને ઘણો જ આનંદ થાય છે.
અહીંનો સંઘ સર્વ પ્રકારે કુશળ છે ને? સંઘપતિ : બંધુ! શી વાત કરું! અત્યારસુધી તો અમારો સંઘ
મોટી ચિંતામાં હતો, પરંતુ હવે આપના પધારવાથી
અમારી સર્વ ચિંતા દૂર થઈ છે. અકલંક : એવી તે કઈ મોટી ચિંતા હતી ? સંઘપતિ : સાંભળો બંધુ, અહીં આવતી કાલે જૈનધર્મની મહાન
રથયાત્રા નીકળવાની હતી, પરંતુ અહીંની બોદ્ધરાણીએ હઠ લીધી છે કે પહેલાં બૌદ્ધનો રથ ચાલે ને પછી જૈનનો. એટલે મહારાજાએ એમ નક્કી કર્યું છે કે જૈનો અને બૌદ્ધો વચ્ચે સૈદ્ધાંતિક ચર્ચા થાય, અને તેમાં જે જીતે તેનો રથ પહેલો નીકળે. હવે જો બૌદ્ધ-આચાર્યને આપણે વાદવિવાદમાં જીતી શકીએ તો જ આપણી રથયાત્રા પહેલી નીકળી શકે. પરંતુ અમારી ઉજ્જૈન નગરીમાં તો એવો કોઈ સમર્થ વિદ્વાન ન હતો કે જે બૌદ્ધગુરુને હરાવી. શકે. તેથી અમે મહાન ચિંતામાં પડ્યા હતા અને મહારાણી સહિત અમે સૌએ અન્નપાણીનો ત્યાગ કર્યો હતો. ત્યાં તો ગગનમાં ગેબી અવાજ કરીને જૈનધર્મની ભક્ત પદ્માવતીદેવીએ આપના શુભ આગમની આગાહી આપી. હવે આપના જેવા સમર્થ વિદ્વાન પધારતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com