SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અકલંકનું આગમન : ૫૭ [ બધા વિચારમગ્ન બેસી જાય છે..એકદમ શાંતિ છવાઈ જાય છે... થોડિ વારમાં આકાશમાંથી નીચે મુજબ ગેબી અવાજ થાય છે...] “ધર્મ બંધુઓ ! ચિંતા ન કરો.... જૈનધર્મની મહાન પ્રભાવના કરે એવા એક સમર્થ વિદ્વાન હમણાં જ તમારી નગરીમાં આવી પહોંચશે.' (આકાશવાણી સાંભળીને બધા હર્ષ કરે છે.) સંઘપતિ : અહા ! જાઓ, જાઓ! ગગનમાંથી દેવો પણ જૈનધર્મના વિજયની આગાહી આપે છે. માટે આપણે હવે ચિંતા છોડો અને મહારાણીજીને આ વધામણી જલદી પહોંચાડો, ને એ પ્રભાવશાળી વિદ્વાનના મહાન સ્વાગતની તૈયારી કરો. શ્રોતાઓ : હું ચાલો. (બધા અંદર પડદામાં જાય છે. બેન્ડવાજાં સંભળાય છે. વાજસહિત અકલંકનું સ્વાગત કરીને સ્ટેજ ઉપર લાવે છે. અકલંક અને સંઘપતિ ઉચ્ચાસને બેસે છે.) સંઘપતિ : પધારો, વિદ્વાન પધારો! આપના જેવા પ્રભાવશાળી સાધર્મીને દેખીને અમને ઘણો જ આનંદ થાય છે. આપનો પરિચય આપવા કૃપા કરશો. અકલંક : મારું નામ અકલંક; અતદેવનો હું પરમ ભક્ત; માન્યખેટ નગરીના રાજમંત્રીનો હું પુત્ર. મારો નાનો ભાઈ નિકલંક. અમે બન્ને ભાઈઓએ અમારું જીવન જૈનશાસનની સેવામાં સમર્પણ કર્યું હતું. મારા ભાઈ નિકલંકે તો જૈનધર્મની સેવા ખાતર બલિદાન દીધું, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy