________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : અકલંક-નિકલંક
બૌદ્ધના આચાર્ય-સંઘશ્રી સાથે વાદવિવાદ કરી શકે એવા કોઈ સમર્થ વિદ્વાનને આપણા તરફથી તૈયાર કરવાના છે. અને એ માટે જ મારા માતાજીએ મને આપની પાસે
મોકલ્યો છે. સંઘપતિ : અરે, આ તો જૈનશાસનની પ્રતિષ્ઠાનો સવાલ છે” કુંવર : જી હા! એટલે જ મારા માતાજીએ પ્રતિજ્ઞા કરી છે કે
જ્યાં સુધી બૌદ્ધગુરુને હરાવીને જૈનનો રથ પહેલો ચલાવે એવા કોઈ વિદ્વાન ન આવે ત્યાં સુધી તેમને આહારપાણીનો ત્યાગ છે.. અને હાલ, તેઓ જિનમંદિરમાં
પ્રભુજી-સન્મુખ ધ્યાનમાં બેઠા છે.” બધા સાથે : અરે, અરે! મહારાણીએ આવી આકરી પ્રતિજ્ઞા
કરી ? સંઘપતિ (મુંઝવણથી) : અરે, બૌદ્ધના સંઘશ્રી–આચાર્ય
મહા વિદ્વાન છે ને તેની સામે ટકીને તેને હરાવી શકે એવા કોઈ વિદ્વાન અત્યારે આપણી ઉર્જેનનગરીમાં નથી. અરેરે! જૈનધર્મ ઉપર મહા સંકટ આવ્યું... હવે શું થશે? મહારાણીએ તો આકરી પ્રતિજ્ઞા લઈને અન્નપાણી પણ છોડયાં. આપણે સૌ પણ પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્યાં સુધી મહારાણી અન્નપાણી ગ્રહણ ન કરે ત્યાં સુધી અમારે પણ અન્નપાણીનો ત્યાગ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com