SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નાલંદાની બૌદ્ધ-વિધાપીઠમાં : ર૯ અકલંક : જી....ના; મેં નથી લખ્યું, અને કોણે લખ્યું છે તે પણ હું જાણતો નથી. ગુરુ (ગુસ્સે થઈ ને) : હું જાણું છું કે કોઈક જૈન વિદ્યાર્થી અહીં ગુસપણે ઘૂસી ગયેલ છે... પણ હું તેને પકડીને જ જંપીશ. મંત્રીજી! અહીં આવો. મંત્રી : જી મહારાજ! ગુરુ : જાઓ, અંદરના ભાગમાં રસ્તા વચ્ચે એક જૈન મૂર્તિ ગોઠવો, અને આ બધા વિદ્યાર્થીઓને એક પછી એક તે મૂર્તિને ઓળંગીને ચાલવાનું કહો. જે વિદ્યાર્થી તે મૂર્તિનું ઉલ્લંઘન ન કરે તેને પકડીને મારી પાસે હાજર કરો. જે ખરો જૈન હશે તે પોતાના દેવની મૂર્તિનું ઉલ્લંઘન નહિ કરે. મંત્રી : જેવી આશા. (મંત્રી અંદર જઈ થોડી વારે પાછો આવે છે.) મંત્રી : મહારાજ! આપની આજ્ઞા અનુસાર મૂર્તિ ગોઠવી દીધી છે, હવે એક પછી એક વિદ્યાર્થીને મોકલો અને આપ પણ જેવા પધારો. ગુરુ : હા... ચાલો, વિદ્યાર્થીઓ! તમે પણ એકપછી એક અંદર આવો અને જૈનમૂર્તિને ઉલ્લંઘન કરીને ચાલો. (ગુરુ અંદર જાય છે; પાછળથી એકપછી એક શિષ્ય જાય છે; છેવટે અકલંક અને નિકલંક બે જ બાકી રહે છે.) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy