________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* નિવેદન * અકલંક અને નિકલંક.. બે ભાઈ... તેમાંથી નિકલંક કુમારે જૈનધર્મની સેવા માટે પ્રાણનું બલિદાન આપ્યું, ને અકલંક કુમારે જૈનધર્મની મહાન પ્રભાવના કરી; બલિદાન અને પ્રભાવનાના તે પ્રસંગોને રજૂ કરતું આ એક ધાર્મિક નાટક છે. અકલંક નિકલંકનું આદર્શ જીવન દેખીને જીવોને જૈનધર્મ પ્રત્યે ભક્તિ જાગે અને તત્ત્વજ્ઞાનના ઉત્તમ સંસ્કાર મળે તે આ નાટકનો મુખ્ય ઉદ્દેશ છે.
આ નાટકનાં મુખ્ય બે પાત્રો : અકલંક અને નિકલંક. વીર સં. ૨૪૮૪ માં જ્યારે સોનગઢમાં આ નાટક પહેલીવાર ભજવાયું ત્યારે તેમાં અકલંકનું પાત્ર ભજવનાર ભાઈ ધીરેન્દ્રકુમાર, અને નિકલંકનું પાત્ર ભજવનાર ભાઈ વિનોદકુમાર, –તે બન્ને ઉત્સાહી યુવાનો આજે તો સ્વર્ગવાસ પામી ગયા છે. પરંતુ ગુરુપ્રતાપે આજે હજારો યુવાન બંધુઓ તૈયાર થયા છે, અને આવા નાટકો દ્વારા તથા સાહિત્યદ્વારા, અકલંક-નિકલંક જેવા થવાની ઉત્તમ પ્રેરણા મેળવી રહ્યા છે.
બાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કારી રેડવા માટે આજે આવા સાહિત્યની ખૂબ જ જરૂરી છે. સમાજ તે તરફ જેટલું ધ્યાન આપશે તેટલી વધુ ઉન્નતિ થશે. जैनं जयतु शासनम्
-બ્ર. હરિલાલ જૈન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com