________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં : ૨૭ માટે મહેનત કરતાં મારું માથું દુ:ખી ગયું તોપણ હું જેની સંધિ ન મેળવી શકયો, તે સંધિ માત્ર એક ચીત્ શબ્દ ઉમેરીને કોઈ જૈન વિદ્યાર્થીએ મેળવી દીધી છે. જરૂર એ કોઈ ભારે બુદ્ધિમાન છે; એના સિવાય બીજાનું આ કામ હોઈ જ ન શકે. જરૂર આ વિદ્યાલયમાં કપટથી બૌદ્ધનો વેષ ધારણ કરીને કોઈ જૈન ઘૂસી ગયેલ છે. પરંતુ વાંધો નહિ. હું કોઈ પણ ઉપાયે તેને પકડીને ફાંસીને માંચડે ચડાવીશ.
જમાદાર... ઓ. જમાદાર ! જમાદાર : જી સાહેબ! ગુરુ : જાઓ, અત્યારે ને અત્યારે ઇન્સ્પેક્ટરને બોલાવી લાવો.
(જમાદાર જાય છે. થોડી વારમાં ઇન્સ્પેક્ટર આવે છે.) ઇન્સ્પેક્ટર : નમસ્ત મહારાજ! ફરમાવો, આ સેવકને શી આજ્ઞા
છે? ગુરુ : જુઓ, આપણા વિદ્યાલયમાં ચોરીછૂપીથી કોઈ જૈન ઘૂસી
ગયેલ છે, તેને કોઈ પણ ઉપાયે આપણે પકડવાનો છે. ઇન્સ્પેક્ટર : પણ સ્વામીજી! આપણે તેને કઈ રીતે ઓળખીશું? ગુરુ : તેને માટે મેં એક-બે યુક્તિઓ વિચારી રાખી છે; અને
તમે પણ તેને પકડવાની તજવીજમાં રહેજો. ઇન્સ્પેક્ટર : જેવી આશા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com