SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : અકલંક-નિકલંક પછી આપણે તેની ભૂલ શોધીને સત્ય જૈનધર્મનો પ્રચાર કરી શકીશું. નિકલંક : પણ ભાઈ ! એ બૌદ્ધલોકો આપણને જૈનોને કાંઈ અભ્યાસ નહિ કરાવે. અકલંક : એનો પણ ઉપાય મેં વિચાર્યો છે. સાંભળ! (કાનમાં કહે છે.) નિકલંક : વાહ, બહુ જ સરસ ઉપાય ! ધન્ય છે મોટા ભાઈ, તમારી બુદ્ધિને. અકલંક : હવે આપણા કાર્યની સિદ્ધિ માટે જલદી અહીંથી પ્રસ્થાન કરવું જોઈએ. નિકલંક : હા, પરંતુ જતાં પહેલાં આપણે આ વાત પિતાજીને જણાવી દેવી જોઈએ નહિતર તેઓ આપણી શોધખોળ કરશે. અકલંક : તારી વાત સાચી છે. ચાલો આપણે પિતાજીની આજ્ઞા લેવા જઈએ. ( પિતાજી પ્રવેશ કરે છે.) નિકલંક : લ્યો, આ પિતાજી આવી પહોંચ્યા.... (બન્ને ભાઈઓ હાથ જોડીને વંદન કરે છે.) અકલંક : પિતાજી! જૈનશાસનની સેવા ખાતર અમે દેશાંતર જઈએ છીએ. આપ અમારી કાંઈ ચિંતા કરશો નહિ. અમારી સર્વ બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તન-મન-ધનવચન વગેરે સર્વસ્વથી અમે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy