________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૨૧ જૈનશાસનની સેવા કરશું, અને જૈનધર્મના ઝંડાને વિશ્વના ગગનમાં ફરકાવશું. જિનેન્દ્રભગવાન અમારા જીવનમાં સાથીદાર છે.
પિતાજી : ધન્ય છે પુત્રા... તમારી ભાવનાને. જાઓ, ખુશીથી જાઓ, તમારી યોજનામાં તમે સફળ થાઓ અને જૈનધર્મનો જયજયકાર વર્તાવો-એવા મારા આશીર્વાદ છે. તમારી શક્તિ ઉપર મને વિશ્વાસ છે અને જરૂર તમે તમારા કાર્યમાં સફળ થશો. જિનેન્દ્રભગવાન તમારું કલ્યાણ કરો !
)
(બન્ને પુત્રો નમસ્કાર કરીને જાય છે. જતાં જતાં કહે છે : બોલિયે... જૈનધર્મકી જય.
[૪] નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં
[ નાલંદા-બૌદ્ધવિદ્યાપીઠનો દેખાવ છે; ઘંટ વાગતાં આઠ-દસ બાળકો પોથી લઈ ને આવે છે. થોડી વારમાં બૌદ્ધગુરુ આવે છે. બાળકો ઊભા થઈને વિનય કરે છે. બધા બાળકો એક સાથે બોલે છે : ] बुद्धं शरणं गच्छामि। धम्मं शरणं गच्छामि । संघं शरणं गच्छामि। (ત્રણ વખત બોલે છે.) બૌદ્ધગુરુ : શિષ્યો ! આપણો બૌદ્ધધર્મ શ્રેષ્ઠ છે, તેની ઉપાસનાથી જીવો મોક્ષ પામે છે. આ જગતમાં બધું અનિત્ય છે. બધું સર્વથા અનિત્ય હોવા છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com