________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તત્ત્વચર્ચા અને મુનિદર્શન : ૭ ચંદ્ર : અહા! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્યો છે.
ભાઈ, તે સમ્યગ્દર્શનની આરાધના કેવી રીતે થાય? અકલંક : આમાની ખરેખરી લગનીપૂર્વક, જ્ઞાની-સંતો પાસેથી
તેની સમજણ કરવી જોઈએ, અને પછી અંતર્મુખ થઈને
તેનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. ભરત : આવું સમ્યગ્દર્શન થતાં આત્માનો કેવો અનુભવ થાય? નિકલંક : અહા, એનું શું વર્ણન કરવું! સિદ્ધ ભગવાન જેવો વચનાતીત આનંદ ત્યાં અનુભવાય છે.
( હવે અકલંક પૂછે છે કે બાળકો જવાબ આપે છે) અકલંક : જુઓ, મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે “તત્ત્વાર્થ શ્રદ્ધાન
સભ્યનમ્' તે વ્યવહારશ્રદ્ધા છે કે નિશ્ચય? જ્યોતિ : તે નિશ્ચયશ્રદ્ધા છે; કેમકે ત્યાં મોક્ષમાર્ગ બતાવવો છે;
અને ખરો મોક્ષમાર્ગ તો નિશ્ચય રત્નત્રય જ છે. નિકલંક : તત્ત્વો કેટલા છે? આશિષ : તત્ત્વો સાત છે; તેની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. અકલંક : તે સાત તત્ત્વોનાં નામ કહો જોઈએ! હુસમુખ : જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને
મોક્ષ-એ સાત તત્ત્વો છે. સુરેશ : સમયસારમાં તો નવ તત્ત્વ કહ્યાં છે, તો અહીં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com